અમદાવાદના આટલા સિગ્નલો ઉપર રાત્રે પણ ટ્રાફિક નિયમનું કરવું પડશે પાલન

News18 Gujarati
Updated: October 16, 2019, 11:15 PM IST
અમદાવાદના આટલા સિગ્નલો ઉપર રાત્રે પણ ટ્રાફિક નિયમનું કરવું પડશે પાલન
ફાઇલ તસવીર

જે રીતે દિવસે શહેરમાં ટ્રાફિક સિગ્નલના નિયમ પ્રમાણે વાહન ચાલકો ઊભા રહી જાય છે એવીજ રીતે રાતે પણ 21 જેટલા સિગ્નલો પણ તેમને ઊભું રહેવું પડશે.

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ ટ્રાફિક પોલીસ (traffic police) દ્વારા વધુ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં વાહન ચાલકોને દિવસની જેમ રાત્રે પણ ટ્રાફિક નિયમનું પાલન કરવાનું રહેશે. ટ્રાફિક પોલીસે પરિપત્રમાં બહાર પાડ્યુ છે કે જે રીતે દિવસે શહેરમાં ટ્રાફિક સિગ્નલના નિયમ પ્રમાણે વાહન ચાલકો ઊભા રહી જાય છે એવીજ રીતે રાતે પણ 21 જેટલા સિગ્નલો પણ તેમને ઊભું રહેવું પડશે. પ્રાથમિક ધોરણે ટ્રાફિક રાતે પણ સુચારુ રીતે ચાલે તે હેતુથી આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જોકે હાલ રાતે કોઈ દંડ લેવામાં આવશે નહી પરંતુ લોકો જાગૃત થાય તે હેતુથી આ નિયમને લાગુ કરવામાં આવી રહ્યુ છે.

ટ્રાફિક પી આઈ અને ટ્રાફિકના સંયુક્ત પોલીસ કમિશનરના રીડરનું કહેવું છે કે હાલ પુરતુ 21 સિગ્નલો પર રાતે પણ સિગ્નલ ચાલું રહેશે. જેમાં ઉસ્માનપુરા, ઈન્કમટેક્ષ, માઉન્ટ કાર્મલ, ડીલાઈટ, નેહરુબ્રીજ, ટાઉન હોલ, પાલડી, મહાલક્ષ્મી, પરીમલ ગાર્ડન, પંચવટી, બોડી લાઈન, ગિરિશ કોલ્ડ્રીંક, સ્વસ્તિક, સ્ટેડિયમ, ymca કલ્બ, કર્ણાવતી કલ્બ, પ્રહલાદ નગર, પકવાન, હેબતપુર કારગીત અને મહાલક્ષ્મી પાંચ રસ્તાનો સમાવેશ થાય છે. આ નિયમનું લોકો પાલન કરતા થઈ જશે ત્યાર બાદ અન્ય ટ્રાફિક સિગ્નલો ઉપર પણ રાત્રે સિગ્નલો ચાલુ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ-દુબઇમાં આ ભારતીય વેપારીએ કર્યું એવું કામ, 13 કેદીઓના પરિવાર આપી રહ્યા છે દુવાઓ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક નવી ઝુંમ્બેશ શરૂ કરવામાં આવી છે અને ટ્રાફિક પોલીસ દ્વારા એક રિકવરી ટીમ બનાવવામાં આવી છે. જે લોકોના બાકી ઈ મેમા લેવાનું કામ કરશે. આ મુહિમ શરૂ કરવામાં આવશે ત્યારે 10 દિવસનો દંડ ભરવાનો સમય આપવામાં આવશે, અને જો દંડની રકમ નહીં ભરવામાં આવે તો લાઇસન્સ અને RC કેન્સલ કરવાની કાર્યાવહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-5 પત્નીઓના શોખ પૂરા કરવા માટે 50થી વધુ યુવતીઓને બનાવી શિકાર

નોંધનીય છે કે, અત્યાર સુધી જે લોકોના 5થી વધુ મેમો બાકી હોય તેવા 1400 વાહન ચાલક છે અને જેની રકમ 35 કરોડ થાય છે. ત્યારે કુલ 55 કરોડની રકમનો દંડ બાકી છે, જે વાહન ચાલકોને ભરવાનો બાકી છે.
Loading...

આ પણ વાંચોઃ-આ ગામ માટે Google Map બન્યો ખતરો, પોલીસે આપી આવી સલાહ

ટ્રાફિક west ઝોનના dcp અજિત રાજયાણનું કેહવું છે કે આ રકમ 2015થી 2019 સુધીની છે અને હાલ 1400 લોકોને નોટીસ આપવામાં આવશે જેના 5થી વધુનું દંડ બાકી છે. આ કમિગીરીમાં RTOની મદદ પણ લેવામાં આવશે. નોંધનીય છે કે આ બાકી દંડની રકમ બધી રીતે વસૂલવામાં આવતી બાકી રકમનો દંડ છે.
First published: October 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...