Home /News /ahmedabad /

શિક્ષણમંત્રીની જાહેરાત: હવેથી ધોરણ 1 થી 3માં ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવાશે

શિક્ષણમંત્રીની જાહેરાત: હવેથી ધોરણ 1 થી 3માં ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવાશે

બાળકની નાની ઉમંર હોય ત્યારે તેની યાદ શક્તિ સારી હોય છે. જેના આધારે અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે.

વધુમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, અંગ્રેજી સરકારી સ્કૂલમાં ત્રીજા ધોરણ પછી ભણાવવાની વ્યવસ્થા હતી. તેમાં ત્રીજા ધોરણમાં પુસ્તક અને પહેલા અને બીજા ધોરણમાં ચિત્ર દ્વારા અંગ્રેજી વિષય તરીકે ભણાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. કારણકે કે નાનું બાળક સાત આઠ વર્ષ સુધી ગ્રાસ્પિન્ગ કરી શકતું હોય છે. 

વધુ જુઓ ...
અમદાવાદ: નવા સત્રથી ધોરણ 1થી 3માં સરકારી ગુજરાતી માધ્યમ (Government Gujarati Medium)ની શાળાઓમાં અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. જે અંગેની જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી (Education Minister Jitu Waghani)એ કરી છે. ધોરણ 1 અને ધોરણ 2 માં મૌખિક જ્યારે ધોરણ 3માં પુસ્તક દ્વારા ભણાવવામાં આવશે. વિદ્યાર્થીઓ (Gujarati Student)ને શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી શીખવવામાં આવશે. બાળકની નાની ઉમંર હોય ત્યારે તેની યાદ શક્તિ સારી હોય છે. જેના આધારે અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે.

અમદાવાદના ટાગોર હોલમાં વિદ્યાર્થી અને શિક્ષકોના સન્માનનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. હોલમાં ઉપસ્થિત શિક્ષકોને સંબોધતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022ના વર્ષમાં નવા સત્રથી શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે ધોરણ 1થી 3માં ગુજરાતી માધ્યમની શાળાઓમાં અંગ્રેજી વિષય ભણાવવા માટે મહત્વની જાહેરાત છે. ગત વર્ષે નક્કી કરેલી જાહેરાત કરી હતી. તેનું અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ. જોકે આ દરમિયાન વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષય ફરજીયાત રહેશે.

આ પણ વાંચો- ગુજરાત ઈન્ફોર્મેટિંગ લિમિટેડમાં રુપિયા સાત કરોડનું કૌભાંડ

વધુમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, અંગ્રેજી સરકારી સ્કૂલમાં ત્રીજા ધોરણ પછી ભણાવવાની વ્યવસ્થા હતી. તેમાં ત્રીજા ધોરણમાં પુસ્તક અને પહેલા અને બીજા ધોરણમાં ચિત્ર દ્વારા અંગ્રેજી વિષય તરીકે ભણાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. કારણકે કે નાનું બાળક સાત આઠ વર્ષ સુધી ગ્રાસ્પિન્ગ કરી શકતું હોય છે. શિક્ષકોને પણ ટ્રેનિંગ આપવાનું કારણ કે બીએ બીએડ શિક્ષકો છે. જે છ ધોરણ સુધી શિક્ષકો સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજાવી શકે તેથી અમે અંગ્રેજી પણ શીખવવાના છીએ. ત્રણ ધોરણ પછી તેના પુસ્તકો અને છ ધોરણ પછી તેના વિષય શિક્ષકો છે તેનું ધ્યાન રાખવામાં આવશે.

આ પણ વાંચો- ધોરણ 10ના પરિણામ બાદ વિદ્યાર્થીઓ-વાલીઓને મુંઝવતો પ્રશ્ન - ધોરણ 10 પછી શું?

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, ગુજરાતી આપણી માતૃ ભાષા છે તેને પણ વળગી રહે અને સમાજમાં કટિબદ્ધતા સાથે બાળક ઉભું રહે તે પ્રકારનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મહત્વનું છે કે શાળાઓમાં ગુજરાતી ફરજીયાત રાખીને નવા સમયની સાથે સ્કિલ બેઝફ કોરસીસ સ્કૂલમાં શરૂ કરવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્ટાર્ટ અપ અને ઈનોવેશન અંતર્ગત સ્ટુડન્ટસ સ્ટાર્ટ અપ પોલીસી માટે કરોડો રૂપિયાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Education Minister, Education Ministry, Gujarat Education, Gujarat Education Department

આગામી સમાચાર