Home /News /ahmedabad /તગડી ફી લેતી એન્જિનિયરિંગ કોલેજોમાં લેબોરેટરીની સુવિધા જ નથી, GTUએ 9 કોલેજોની 50 ટકા સીટો ઘટાડી

તગડી ફી લેતી એન્જિનિયરિંગ કોલેજોમાં લેબોરેટરીની સુવિધા જ નથી, GTUએ 9 કોલેજોની 50 ટકા સીટો ઘટાડી

GTUએ 9 કોલેજોની 50 ટકા સીટો ઘટાડી

GTU દ્વારા પોતાની 437 કોલેજોમાંથી 280 કોલેજોનું ઇન્સપેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજોમાં લેબથી માંડીને સ્ટાફનો અભાવ ધ્યાને આવતા GTUએ કડક પગલાં લેવાના શરૂ કર્યા છે.

અમદાવાદ: રાજ્યની સૌથી મોટી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી પોતાની કોલેજોમાં ચાલતી લાલીયાવાડી સામે એક્શનમાં આવી છે. વિધાર્થીઓ પાસેથી તગડી ફી લેતી કોલેજો વિધાર્થીઓને સુવિધા આપવામાં ઉણી ઉતરી છે. આવી 50 કોલેજોમાં ખામીઓ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. GTU દ્વારા પોતાની 437 કોલેજોમાંથી 280 કોલેજોનું ઇન્સપેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજોમાં લેબથી માંડીને સ્ટાફનો અભાવ ધ્યાને આવતા GTUએ કડક પગલાં લેવાના શરૂ કર્યા છે.

વિદ્યાર્થીઓને પુરતી સુવિધા ન આપતી કોલેજોને જીટીયુએ દંડ ફટકાર્યો છે. જીટીયુ દ્વારા દર વર્ષે કોલેજોનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે 437 પૈકી 280 કોલેજોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં 50 જેટલી કોલેજોમાં વિવિધ ખામીઓ સામે આવી હતી. જેમાં શુન્યથી લઇને 50 ટકા સુધીની સીટોનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ એડમિશન પ્રક્રિયા શરૂ થતાં અનેક કોલેજોએ પોતાની ખામીઓ દૂર કરતાં તેવી કોલેજોને રાહત આપવામા આવી છે.

આ પણ વાંચો: ઇતિહાસ માં પ્રથમ વખત વિદ્યાર્થીઓ બનાવશે સેટેલાઇટ

હાલમાં 9 કોલેજોની સીટોમાં 50 ટકાનો ઘટાડો માન્ય રાખ્યો છે. 50 કરતાં વધુ કોલેજોએ AICTE મુજબ ધારાધોરણ નહતા પૂરા કર્યા. GTUના  કુલપતિ નવીન શેઠએ જણાવ્યું હતું કે, કોલેજોમાં અધ્યાપકની અછત, લેબોરેટરીની સુવિધા ના હોય, પ્રિન્સિપલની જગ્યા ખાલી હોય તેમજ જરૂરી ક્વોલિફાઈડ સ્ટાફ ન હોય તેવી કોલેજોની ઇન્ટેક શૂન્યથી લઈ 50 ટકા સુધી ઘટાડી દેવાઈ હતી. સુરેન્દ્રનગર, પોરબંદર અને દક્ષિણ ગુજરાતની અમુક કોલેજો એમ કુલ નવ કોલેજોમાં હાલ ખામીઓ સામે આવી છે.

ધારાધોરણ મુજબ સુવિધાઓનો અભાવ હોવાને કારણે 9 કોલેજોને દંડ કર્યો છે. AICTEના ધારાધોરણનું પાલન ન થતાં 9 કોલેજોની ઇન્ટેક્ટ શૂન્ય કરી દેવાઈ છે. 9 કોલેજો સિવાયની કોલેજોએ ખામીઓ દૂર કરતાં 25થી 50 ટકા સુધીની ઇન્ટેક્ટ કાપી હતી. મહત્વનું છે કે, GTUની તમામ કોલેજોમાં AICTEના ધારાધોરણનું પાલન થાય છે કે નહીં તેની સમયાંતરે ચકાસણી કરવામાં આવે છે. હજુ પણ જે કોલેજો આ નિયમોનું પાલન નહીં કરે તેમની સામે કડક કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News, Gujarat Technological University

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन