ચેક બાઉન્સ કેસમાં જીતુભાઈ વાઘાણી સામે નીકળ્યુ બિનજામીન પાત્ર વોરંટ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ચેક બાઉન્સ કેસમાં જીતુભાઈ વાઘાણી સામે નીકળ્યુ બિનજામીન પાત્ર વોરંટ
વડોદરાઃભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ બજાવતા જીતુભાઈ મુશ્કેલીમાં મુકાયા છે.વર્ષ 2010-11માં જીતુભાઈ અને તેમના ભાગીદારોની ઈવા કંપનીએ ઔવેસી શકીલ નરુ સઈદ નામના શખ્સને 19 લાખનો ચેક આપ્યો હતો.જે ચેક ઔવેસી શકીલે બેંકમાં જમા કરાવતા બાઉંસ થયો હતો.જેથી ઔવેસીએ ફરિયાદ કરતા સમગ્ર મામલો કોર્ટમાં પહોચ્યો હતો.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
વડોદરાઃભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ બજાવતા જીતુભાઈ મુશ્કેલીમાં મુકાયા છે.વર્ષ 2010-11માં જીતુભાઈ અને તેમના ભાગીદારોની ઈવા કંપનીએ ઔવેસી શકીલ નરુ સઈદ નામના શખ્સને 19 લાખનો ચેક આપ્યો હતો.જે ચેક ઔવેસી શકીલે બેંકમાં જમા કરાવતા બાઉંસ થયો હતો.જેથી ઔવેસીએ ફરિયાદ કરતા સમગ્ર મામલો કોર્ટમાં પહોચ્યો હતો. મુંબઈ મેટ્રોપોલિટીન કોર્ટ ધ્વારા ચેક બાઉસના મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ બજાવ્યું હતું.પરંતુ જીતુભાઈ વાઘાણી કોર્ટમાં હાજર ન રહેતા મુબઈ મેટ્રોપોલિટીન કોર્ટે જીતુભાઈ વાઘાણીને બિનજામીનપાત્ર વોરંટ બજાવ્યું છે.ઈવા કંપનીમાં જીતુભાઈ સાથે તેમના ભાગીદારો ભરતભાઈ પટેલ અને પ્રભુદાસ સોપારીયાને પણ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ બજાવ્યું છે.સમગ્ર મામલે જીતુભાઈ વાઘાણીએ પોતાનો બચાવ કર્યો છે.તેમજ તેમના ભાગીદારોએ આરટીજીએસથી રકમ ચુકવી દીધા હોવાનું પણ કહ્યું છે. રાજકીય પ્રેરિત ઘટના છે,બધી બાબાત ખોટી છેઃજીતુ વાઘાણી જીતુભાઈ વાઘાણીએ સમગ્ર મામલાને રાજકીય પ્રેરિત મામલો ગણાવ્યો છે.તેમજ તમામ બાબાતને ખોટી ગણાવી છે.ઉપરાંત ચેકમાં તેમને સહી ન કરી હોવાથી તેમની સામે ફરિયાદ ન થઈ શકે તેવો બચાવ પણ કર્યો છે.આ ઉપરાંત જીતુભાઈ વાઘાણીએ કોગ્રેસ સામે જ દુષ્પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો છે.તેમને કોગ્રેસને સમગ્ર ઘટનાને સાચુ સાબીત કરવા માટે પડકાર પણ ફેકયો છે.ત્યારે ભલે જીતુભાઈ વાઘાણી પોતાનો બચાવ કરી રહ્યા હોય પરંતુ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ બજાવતા તેમની અને તેમના ભાગીદારોની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. કેસ કરનાર કંપની સામે ફ્રોડના અનેક કેસ ચાલે છેઃગુજરાત ભાજપ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી સામે ચેક બાઉન્સ મામલે મુંબઇ મેટ્રો કોર્ટે દ્વારા બિન જામીન પાત્ર વોરંટ ઇશયુ કરાયુ છે જો કે આ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે ઓવેશી નકુર સૈયદ નામની કંપની સાથે સોદો કર્યો હતો . જો કે કેસમા આરટીજીસી મારફતે પૈસા જે તે સમયે જ ટ્રાન્સફર કરી દેવાયા હતા. જેના દ્વારા આ કેસ કરવામાં આવ્યો છે તેની સામે પણ અનેક ફ્રોડના કેસ દાખલ થયા છે. કોઈ રાજકીય ષડયંત્ર માં તેમને ફસવામાં આવે છે .
જીતુ વાઘાણી જાહેર ખુલાસો કરેઃ ગુજરાત કોંગ્રેસ
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે મુંબઇની એક કોર્ટમાં ચેક બાઉન્સની ફરિયાદ નોધાઇ છે. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ પ્રતિક્રિયા આપી હતી. અને ભાજપના પ્રમુખ આ અંગે જાહેરમાં ખુલાશો કરે તેવી માંગ કરી હતી.
ફાઇલ તસવીસ
First published: April 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर