અમદાવાદઃ દિવસેને દિવસે પ્રદુષણ (Pollution) વધી રહ્યું છે પ્રદુષણ ઘટાડવા માટે સરકાર (Government) દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ઇલેક્ટ્રીક વાહનોને (Electric vehicles) વેગ આપવામાં આવી રહ્યો છે.ઇલેટ્રિક વાહન તરફ લોકો વળે તે માટે સબસીડી પણ સરકાર દ્વારા આપવામાં આવે છે.જો કે સરકાર દ્વારા સરકારી વાહનો પણ ઇલેક્ટ્રીક ચાલે તે માટે એસટી નિગમમાં (ST Corporation) 50 ઇલેક્ટ્રીક બસ (Electric bus) ફાળવવામાં આવી છે.
એસટી નિગમની 7 હજાર એસટી બસ ચાલે છે. પરંતુ સરકાર હવે એસટી બસ પણ બેટરી સંચાલિત દોડાવશે.ઈલેટ્રીક 50 બસ ફાળવવામાં આવી છે જેમાંથી બે બસ તૈયાર થઈને એસટી નિગમને આપી દેવામાં આવી છે. જો કે બેટરી સંચાલિત બસ માટે કૃષ્ણનગરમાં ચાર્જિંગ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે.એક સાથે 13 બસ ચાર્જ થઈ શકશે.એક બસની બેટરી ચાર્જ થતા 3 કલાકનો સમય લાગે છે.
ફૂલ બેટરી ચાર્જ બાદ 200 કિલોમીટર બસ ચાલશે.વડોદરા, અમદાવાદ, રાજકોટ જામનગરમાં ચાર્જ પોઈન્ટ બનાવવામાં આવી રહ્યા છે.જેમ બસની સંખ્યા વધશે તેમ ચાર્જિંગ પોઇન્ટ વધારશે.જો કે અમદાવાદ વડોદરા અને અમદાવાદ ગાંધીનગર વચ્ચે બસ દોડાવવાની વિચારણા ચાલી રહી છે.થોડા દિવસમાં બસનું લોકાર્પણ કરવામાં આવશે.
Gsrtc ઈલોટ્રોનિક બસની વિશેષતા એ છે કે બસનો કલર કેસરી પસંદ કરાયો છે.બસની બેટરી ચાર્જ કરવા માટે 3 કલાકનો સમય લાગે છે.ફૂલ બેટરી ચાર્જ થયા બાદ 200 કિલોમીટર બસ ચાલશે.
બેટરી સંચાલિત બસ ગેરલેશ છે.બસમાં 33 સીટીંગ વ્યવસ્થા રાખવામાં આવી છે.સીટ આરામદાયક રાખવામાં આવી છે.સાથે બસમાં બસમાં પ્રવાસીઓની સલામતી માટે સીસીટીવીથી સજ્જ કરવામાં આવી છે. બસમાં પ્રવાસીઓ ની મુમેન્ટ ડ્રાઇવર જોઈ શકે તે માટે સીસીટીવી ની ડિસ્પ્લે સ્ટેરિંગ બાજુમાં આપવામાં આવી છે.અને ખાસ વિશેષતા એ છે દરેક સીટીંગ પર ઇમરજન્સી એક્ઝિટ આપવામાં આવ્યો છે.
ઇલેક્ટ્રીક વાહન સામાન્ય રીતે તો નંબર પ્લેટ ગ્રીન કલરની હોય છર.અને વાહનો કલર પણ ગ્રીન અને વાઇટ હોય છે.પરંતુ એસટી નિગમની બેટરી સંચાલિત બસનો કલર કેસરી રાખવામાં આવ્યો છે. બેટરી સંચાલિત બસ અતિઆધુનિક સિસ્ટમ સજ્જ કરવામાં આવી છે.પ્રદુષણ પણ ઘટશે અને બસમાં પ્રવાસીઓ સલામતી સાથે આરામદાયક પ્રવાસ કરી શકશે.