Home /News /ahmedabad /Election In School: અમદાવાદની આ સ્કૂલમાં ચૂંટણી યોજાઇ, વિદ્યાર્થીઓએ વોટિંગ કર્યું, જાણો શું છે મામલો?
Election In School: અમદાવાદની આ સ્કૂલમાં ચૂંટણી યોજાઇ, વિદ્યાર્થીઓએ વોટિંગ કર્યું, જાણો શું છે મામલો?
માત્ર વિદ્યાર્થીઓ જ નહીં સ્કૂલના શિક્ષકો અને સ્કૂલ મેનેજમેન્ટે પણ આ ચૂંટણીમાં વોટિંગ કર્યું અને ચૂંટણી પત્યા બાદ ઓથ સેરેમની પણ યોજાઈ હતી.
ચૂંટણીમાં જેમ પહેલા ઉમેદવાર ફોર્મ ભરે ત્યારબાદ ચૂંટણી પ્રચાર કરે અને ત્યારબાદ વોટિંગ અને કાઉન્ટીન્ગ થાય તેવી આખી પ્રોસેસ અમારી સ્કૂલમાં થઈ હતી. ઉમેદવાર બનેલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા ત્યારબાદ પ્રચાર કર્યો.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) નજીક આવી રહી છે તેમ તેમ ઇલેક્શન (Elections)નો માહોલ જામી રહ્યો છે. પણ શું કોઈ સ્કૂલમાં મોનિટરની પોસ્ટ માટે ઇલેક્શન (School Elections) થયું હોય તેવું તમે કદી સાંભળ્યું છે. જીહા રાણીપ (Ranip)માં આવેલી નિશાન સ્કૂલમાં ક્લાસના મોનિટર બનવા માટે ચૂંટણી યોજાઇ હતી. જેના માટે વિદ્યાર્થીઓએ પ્રચાર પણ કર્યો અને બેલેટ પેપરથી વોટિંગ પણ કર્યું હતું. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં સ્કૂલના શિક્ષકો અને સ્કૂલ મેનેજમેન્ટે પણ આ ચૂંટણીમાં વોટિંગ કર્યું અને ચૂંટણી પત્યા બાદ ઓથ સેરેમની પણ યોજાઈ હતી.
આમ તો હાલમાં ઇલેક્શનનો માહોલ છે. હમણાં જ રાષ્ટ્રપતિના પદ માટે ઇલેક્શન થયું. હાલમાં ઉપરાષ્ટ્રપતિના પદ માટે ઇલેક્શન પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી ડિસેમ્બર મહિના સુધીમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. જેને લઈ રાજકીય પક્ષો અત્યારથી તૈયારીમાં લાગેલા છે. પણ કોઈ સ્કૂલમાં મોનિટરની પોસ્ટ માટે ઇલેક્શન થયું હોય તેવું પહેલીવાર બન્યું હશે. જી હા અમદાવાદના રાણીપમાં આવેલી આ નિશાન શાળામાં આ ઇલેક્શન યોજાયું હતું.
સામાન્ય રીતે જનરલ સેક્રેટરી (GS), કલાસ રિપ્રેઝન્ટેટીવ (CR) અને મોનીટરની પોસ્ટ માટે કોલેજમાં ચૂંટણી થતી હોય છે. પણ સ્કૂલમાં આ પ્રકારે GS, CR અને કલાસ મોનિટર માટે ઇલેક્શન થયું હોય તેવું બનતું નથી. એટલું જ નહીં આ યોજાયેલી ચૂંટણી માત્ર કહેવા ખાતર ચૂંટણી નહીં ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર પણ થયો અને બેલેટથી મતદાન પણ થયું. નિશાન સ્કૂલના હાયર સેકન્ડરી સ્કૂલના ડાયરેક્ટર વિશાલ પટેલએ જણાવ્યું કે વિદ્યાર્થીઓને લોકશાહીનું પર્વ શુ છે કેવી રીતે ડેમોક્રેટિક વાતાવરણમાં ચૂંટણી યોજાય છે તેની સમજ મળે તે હેતુથી GS, CR અને કલાસ મોનિટર માટે ધોરણ 11 અને ધોરણ 12માં ઇલેક્શન રાખવામાં આવ્યું હતું.
ચૂંટણીમાં જેમ પહેલા ઉમેદવાર ફોર્મ ભરે ત્યારબાદ ચૂંટણી પ્રચાર કરે અને ત્યારબાદ વોટિંગ અને કાઉન્ટીન્ગ થાય તેવી આખી પ્રોસેસ અમારી સ્કૂલમાં થઈ હતી. ઉમેદવાર બનેલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા ત્યારબાદ પ્રચાર કર્યો. વોટિંગ સમયે વિદ્યાર્થીઓ જ નહીં શિક્ષકો અને સ્કૂલ મેનેજમેન્ટએ પણ વોટિંગ કર્યું. વોટિંગમાં જેમ આંગળી પર શાહીનું નિશાન કરે છે તેવી રીતે વોટિંગ કરનારને કરવામાં આવ્યું. તેવી જ રીતે ચૂંટણીના રિઝલ્ટ પછી વિજેતા ઉમેદવારઓએ શપથ ગ્રહણ પણ કર્યા. આ આખી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા એક અઠવાડિયા સુધી ચાલી હતી.