Home /News /ahmedabad /Gujarat Election 2022: 10 વર્ષથી ભાજપ જ્યાં જીત્યું નથી તેની જવાબદારી હાર્દિકને મળી, જીતવું જરૂરી નહીં તો...

Gujarat Election 2022: 10 વર્ષથી ભાજપ જ્યાં જીત્યું નથી તેની જવાબદારી હાર્દિકને મળી, જીતવું જરૂરી નહીં તો...

ભાજપે આ વખતે પટેલ સમાજના વોટને પોતાની તરફ ખેંચવાનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે.

Hardik Patel Viramgam bjp candidate: ગત ચૂંટણીમાં ભાજપનમે પાટીદાર અનામત આંદોલનના કારણે ભારે નુક્સાનનો સામનો કરવો પડ્યો હતો. ભાજપે આ વખતે પટેલ સમાજના વોટને પોતાની તરફ ખેંચવાનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે.

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલને લઇ ચર્ચાનું બજાર ગરમાયું છે. પહેલા પાટીદાર નેતા અને પછી કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા હાર્દિક પટેલને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. તે મહેસાણા જિલ્લામાં 1 વર્ષ સુધી પ્રવેશ કરી શકશે. ભાજપે હાર્દિક પટેલને વિરમગામ બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતાર્યા છે, ત્યારે હાઇકોર્ટ દ્વારા હાર્દિક પટેલને મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની આપવામાં આવેલી મંજૂરી તેમના માટે રાહતના સમાચાર છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે રાજ્યમાં સત્તાવાર ભાજપાની પ્રથમ યાદીમાં સામે આવતા જ રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. પાર્ટીએ ગઇકાલે જાહેર કરેલી યાદીમાં પાટીદાર અનામત આંદોલનથી ઉભરી આવેલા હાર્દિક પટેલને વિરમગામ બેઠકથી ઉતાર્યા છે. આ બેઠક પરથી ભાજપા છેલ્લા 10 વર્ષથી હારી રહી છે. હાર્દિક પટેલે તેને જીતીને દેખાડવું પડશે. આ બેઠક પર જીત મેળવતા તેમનિં રાજનૈતિક ભવિષ્ય પણ નક્કી થશે.

  આ પણ વાંચો: કોંગ્રેસના યુવા નેતાઓએ ઉમેદવારી માટે અપનાવી પ્રેશર ટેકનીક

  હાર્દિક પટેલે જૂન મહિનામાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થતા સમયે પોતાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નાના સૈનિક ગણાવ્યા હતા. ભાજપા એ પીએમ મોદીના આ નાના સૈનિક પર વિરમગામ જેવી મહત્ત્વપૂર્ણ સીટ જીતવાની જમાવબારી સોંપી છે.

  વિરમગામ બેઠક પરથી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેજશ્રીબેન દિલીપકુમાર પટેલને મેદાનમં ઉતાર્યા હતા, પરંતુ તેમને કોંગ્રેસ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે લાખાભાઇઇ ભાખાભાઇ સામે લગભગ 6 હજાર વોટથી હારી ગયા હતા. આ પહેલા 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રાગજીભાઇ પટેલને ટિકિટ આપી હતી, પરંતુ તેઓ તેજશ્રીબેન પટેલ સામે હારી ગયા હતા.

  આ પણ વાંચો: બનાસકાંઠામાં પુરૂસોત્તમ રૂપાલાના કોંગ્રેસ પર પ્રહાર

  જોકે વર્ષ 2007ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કમાભાઇ ગાગજીભાઇ રાઠોડ વિરમગામથી જીતી ગયા હતા. તેમણે કોંગ્રેસના કોળી પટેલ જગદીશભાઇ સોમાભાઇને હરાવ્યા હતા. જણાવી દઇએ કે, વિરમગામ અમદાવાદ જિલ્લામાં આવે છે અને તે પટેલ સમાજનો ગઢ છે. 2012થી અહીં કોંગ્રેસનો કબ્જો છે માટે ભાજપે અહીંયાથી હાર્દિક પટેલને ટિકિટ આપી છે.

  ઉલ્લેખનિય છે કે, ગત ચૂંટણીમાં ભાજપનમે પાટીદાર અનામત આંદોલનના કારણે ભારે નુક્સાનનો સામનો કરવો પડ્યો હતો. ભાજપે આ વખતે પટેલ સમાજના વોટને પોતાની તરફ ખેંચવાનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. ગુજરાતની રાજનીતિમાં પટેલોનું વર્ચસ્વ છે અને તેના દમ પર જ ભાજપ રાજ્યમાં છઠ્ઠી વખત જીત હાંસલ કરવા માંગે છે. રાજ્યમાં છેલ્લા 22 વર્ષથી ભાજપનો ભગવો લહેરાયો છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: 2022 Assembly elections, Assembly by-elections, Assembly Election 2022, Hardik Patel Patidar

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन