ચૂંટણી પંચ આજે કરશે યૂપી સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત

Haresh Suthar | Pradesh18
Updated: January 4, 2017, 11:39 AM IST
ચૂંટણી પંચ આજે કરશે યૂપી સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત
ચૂંટણી પંચ આજે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણીપુર પાંચ રાજ્યોમાં ચૂંટણીની આજે તારીખો જાહેર થશે.
Haresh Suthar | Pradesh18
Updated: January 4, 2017, 11:39 AM IST
નવી દિલ્હી #ચૂંટણી પંચ આજે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણીપુર પાંચ રાજ્યોમાં ચૂંટણીની આજે તારીખો જાહેર થશે.

ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે 12 કલાકે નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદમાં આ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરાશે. સુત્રોનું કહેવું છે કે, ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં અને બાકીના રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થવાની સંભાવના છે.

અહીં નોંધનિય છે કે, ઉત્તરપ્રદેશમાં સત્તાધીશ સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક ડખા વચ્ચે આ ચૂંટણી કેવા પરિણામ લાવશે એને લઇને રાજકીય પંડિતો વિચારમાં પડ્યા છે. સમાજવાદી પાર્ટીના ચૂંટણી ચિહ્નને લઇને જ્યારે સવાલ ઉભો થયો છે ત્યારે ભાજપ કેટલું ફાવશે એ ચર્ચાનો વિષય બન્યો છે.

પાંચ રાજ્યો બાદ ગુજરાતમાં પણ આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે આ પાંચ રાજ્યોના પરિણામો ગુજરાત પર પણ અસર પાડી શકે એમ છે. જેને લઇને પણ ભાજપ અને કોંગ્રેસ સક્રિય બન્યા છે.
First published: January 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर