Home /News /ahmedabad /રાજ્યભરમાં 40 હજારથી વધુ લગ્નપ્રસંગ સાથે ચૂંટણી પ્રચાર, ઢોલીઓને માટે ચાંદી જ ચાંદી

રાજ્યભરમાં 40 હજારથી વધુ લગ્નપ્રસંગ સાથે ચૂંટણી પ્રચાર, ઢોલીઓને માટે ચાંદી જ ચાંદી

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad News: 25 નવેમ્બરથી પાંચ ડિસેમ્બર સુધી રાજયભરમાં 40 હજાર જેટલા લગ્ન પ્રસંગ યોજાશે. ઢોલૈયાઓએ બુકિંગ ઑફર આવે તો ના પાડવી પડે તેવી સ્થિતિ

    દીપિકા ખુમાણ, અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે અને તેની સાથે લગ્નના ઢોલ ઢબુકવાની સિઝન પણ હવે ગણતરીના દિવસોમાં છે. આગામી 1 અને 5 ડિસેમ્બરના ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. બીજી તરફ 25 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધીમાં જ રાજ્યભરમાં 40 હજારથી વધુ લગ્નપ્રસંગ યોજાશે. ચૂંટણી વખતે જ ભરપૂર લગ્નોથી રાજકીય પક્ષો ચિંતામાં મૂકાઇ ગયા છે. ચૂંટણી અને લગ્નની એકસાથે સિઝનથી અમદાવાદના મોટાભાગના ઢોલૈયા બુક થઈ ચૂક્યા છે.

    હરીશભાઈ દરેક જિલ્લાની રિધમ પ્રમાણે ઢોલ વગાડી જાણે

    અમદાવાદના હરીશ ભાઈની 18 વર્ષથી સવાર આમ જ થાય છે. વહેલા ઊઠીને માતાજીને પગે લાગે છે અને ઢોલને પગે લાગે છે. આ સાથે જ તેઓ લોકોના પ્રસંગમાં નીકળી પડે છે. અત્યાર સુધી લગ્નમાં ઢોલ વગાડતા હરીશ ભાઈ આ વખતે ચૂંટણીમાં પણ ઢોલ વગાડશે. જેની માટે તેમને ખાસ તૈયારીઓ પણ કરી છે. જેમ બાર ગાવે બોલી બદલાય એમ હરીશભાઈ દરેક જિલ્લાની રિધમ પ્રમાણે ઢોલ વગાડી જાણે છે.

    આ પણ વાંચો: 'પટેલ સમાજમાં સુખેથી રહેવું હોય તો 70થી 80 તોલા દાગીના લાવવા પડે'

    8 તારીખ માટે પણ બુકિંગ

    ચૂંટણી માટે હરીશભાઈનું બુકિંગ જોરદાર થયું છે. રોજ તેઓ ઉમેદવારના પ્રચારમાં જાય છે અને 8 તારીખ માટે પણ તેમનું બુકિંગ થઈ ગયું છે. બીજી તરફ લગ્નસરાની સિઝન આ વખતે સૌથી વધુ હોવાથી હરીશભાઈ અને તેમની ટીમ રોજના બેથી ત્રણ બુકિંગ લઇ રહ્યા છે.

    ઢોલિયો માટે ચાંદી જ ચાંદી

    25 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી દરેક નાના ગામ, નગર શહેરમાં આવેલી મોટાભાગની વાડી, પાર્ટી પ્લોટ, હોલ બુક થઈ ચૂક્યા છે. આ માટે ઢોલૈયાઓએ બુકિંગ ઑફર આવે તો ના પાડવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આમ જોઈએ તો લગ્ન અને ચૂંટણીની આ સિઝન ઢોલૈયો માટે ચાંદી જ ચાંદી લઈને આવી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, Gujarat Assembly Election 2022, Gujarat News

    विज्ञापन
    विज्ञापन