liveLIVE NOW

Gujarat election 2022 LIVE: યોગીએ મોરબી દુર્ઘટનાના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ; કહ્યુ- ભારતનું સૌભાગ્ય દેશના PM મોદી છે

Gujarat assembly election 2022 Live Updates: આજથી પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ભાજપના 89 નેતાઓ પ્રચાર મેદાનમાં ઉતરશે. ભાજપ આજથી સૌરાષ્ટ્રમાં પ્રચાર કરશે.

 • News18 Gujarati
 • | November 18, 2022, 15:46 IST |  Ahmadabad, India
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 13 DAYS AGO
  15:42 (IST)
  વડોદરામાં ભાજપનાં વધુ એક નારાજ નેતાએ રાજીનામું આપ્યું છે. પાદરાનાં બળવાખોર નેતા દિનેશ પટેલે રાજીનામું આપ્યું છે. તેમણે પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખને પત્ર મોકલ્યો છે. ભાજપે પાદરા બેઠક પર દિનુમામાને ટિકિટ ન આપતાં નારાજ હતા. દિનુમામાએ પાદરામાં જંગી રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. 

  15:10 (IST)
  ભાજપ ઉમેદવાર ભીખીબેનનો આબાદ બચાવ, પ્રચાર માટે દોલપુર જઈ રહ્યા હતા, તે સમયે અકસ્માત સર્જાતા અટક્યો.

  15:10 (IST)
  ભાજપ ઉમેદવાર ભીખીબેનનો આબાદ બચાવ, પ્રચાર માટે દોલપુર જઈ રહ્યા હતા, તે સમયે અકસ્માત સર્જાતા અટક્યો.

  14:32 (IST)
  જસદણથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ચૂંટણી નિમિતે ઝંઝાવાતી પ્રચાર દરમિયાન સભા ગજવી. જસદણ-વિંછીયા વિધાનસભાના ઉમેદવાર કુંવરજી બાવળીયાના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભવ્ય જનસભા સંબોધી.

  13:34 (IST)
  UPના CM યોગીની વાંકાનેરમાં સભા સંબોધી રહ્યા છે. અહીં તેમણે મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે, મોરબી હંમેશા જીવંત રહ્યું છે. મોરબી સામે વારંવાર પડકારો આવ્યા છે. જે બાદ તેમણે પીએમ મોદીના વખાણ કરતાં કહ્યુ કે,  મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે. ભારતનું સૌભાગ્ય દેશના PM મોદી છે. ગુજરાત મોડેલની ચર્ચા વિદેશમાં થાય છે. સુરક્ષાના મોડેલ તરીકે ગુજરાતની ચર્ચા થાય છે.

  13:30 (IST)
  ક્ચ્છના ગાંધીધામમાં ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીના સમર્થનમાં સ્ટાર પ્રચારક આસામ મુખ્યમંત્રી હેમંત બિસ્વા કચ્છ આવી પહોંચ્યા હતા. અહીં હેમંત શર્માનું સન્માન કરાયું હતું. સાથે જ ભાજપના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

  13:3 (IST)
  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતના નવસારીમાં સભા ગજવી રહ્યા છે. અહીં જે.પી.નડ્ડા, રાકેશ દેસાઈના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ગુજરાત સિંહોની ધરતી છે. અહીં આવવું મારું સૌભાગ્ય છે. પરિવર્તનની ગંગોત્રી છે ગુજરાતની ભૂમિ

  12:49 (IST)
  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતના નવસારીમાં સભા ગજવી રહ્યા છે. અહીં જે.પી.નડ્ડા, રાકેશ દેસાઈના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ગુજરાત સિંહોની ધરતી છે. અહીં આવવું મારું સૌભાગ્ય છે. પરિવર્તનની ગંગોત્રી છે ગુજરાતની ભૂમિ. 

  12:28 (IST)
  પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે ભાજપનો ધુંઆધાર પ્રચાર. CM ભૂપેન્દ્ર પટેલ ગીરસોમનાથના કોડીનાર પહોંચ્યા. ભાજપ ઉમેદવાર ડો. પ્રધુમન વાજાના સમર્થનમાં સભા. કોડીનારમાં CM પ્રચાર સભાને સંબોધશે. મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા.

  12:9 (IST)
  યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મહારાષ્ટ્ર ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફળવણીસ આજે સુરતમાં ચૂંટણી પ્રચારમા સામેલ થવાના છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે એટલે કે, શુક્રવારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે સુરતના ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રના ગોડાદરા વિસ્તારમાં એક જનસભાને સંબોધિત કરવાના છે અને તેના માટે ભાજપ બુલડોઝરના સહારે ચૂંટણી પ્રચાર કર્યો હતો.

  ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. આજથી તમામ પક્ષો પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેશે. આજથી પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ભાજપના 89 નેતાઓ પ્રચાર મેદાનમાં ઉતરશે. કેન્દ્રીય નેતાઓ સહિત યુપીના સીએમ યોગી આદિત્યનાથ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ જનસભા કરશે. ભાજપ આજથી સૌરાષ્ટ્રમાં પ્રચાર કરશે. રાજકોટમાં જેપી નડ્ડા અને સીઆર પાટીલ જનસભા સંબોધશે.

  1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન

  ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
  विज्ञापन
  विज्ञापन