ગઢડાના ગોપીનાથજી મંદિર ટ્રસ્ટની આજે ચૂંટણી, વહેલી સવારથી મતદારોની લાઇન

બોટાદ જિલ્લાના ગઢડા ખાતે આવેલ ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓની આજે સવારથી જ ચૂંટણી યોજાઇ રહી છે.

News18 Gujarati
Updated: May 5, 2019, 9:37 AM IST
ગઢડાના ગોપીનાથજી મંદિર ટ્રસ્ટની આજે ચૂંટણી, વહેલી સવારથી મતદારોની લાઇન
બોટાદ જિલ્લાના ગઢડા ખાતે આવેલ ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓની આજે સવારથી જ ચૂંટણી યોજાઇ રહી છે.
News18 Gujarati
Updated: May 5, 2019, 9:37 AM IST
મયુર માંકડિયા, અમદાવાદ : બોટાદ જિલ્લાના ગઢડા ખાતે આવેલ ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓની આજે સવારથી જ ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસે ગઇકાલથી એટલે શનિવારથી ત્રણ દિવસ સુધી ગઢડાને પોલીસ છાવણીમાં ફેરવી દીધી છે. મહત્વનું છે કે ગઢડા ગોપીનાથજી મંદિરની વહિવટી ધુરા સંભાળવાને કારણે 13 વર્ષથી વધુ સમયથી ચાલતા કાનૂની વિવાદનો સુખદ ઉકેલ આવ્યો છે.

લોકો સવારથી જ મતદાન કરવા માટે લાઇનોમાં ઉભા છે. આ ચૂંટણીમાં આચાર્ય અને દેવપક્ષ પેનલ સામસામે છે. ગઢડા ગોપીનાથજી મંદિરની કમિટીની ચૂંટણીમાં 27 બૂથ પર સવારે 7થી સાંજના 5 સુધી મતદાન થવાનું છે.

લોકો સવારથી જ લાઇનમાં ઉભા છે.


એક બેઠક બિનહરીફ થતા 6 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. ગઢડા ગોપીનાથજી મંદિર કમિટીની ચૂંટણીમાં બ્રહ્મચારી વિભાગમાં સંત ચંદ્રસ્વરૂપાનંદજી સ્વામી બિનહરીફ ઉમેદવાર છે. કુલ 27 બૂથ પર 20 હજાર જેટલા મતદારો મતદાન કરશે.

કડક પોલીસ બંદોબસ્ત

ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટની ચૂંટણી માટે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત 35 અધિકારી તેમજ પોલીસ, એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી મળી આશરે 700 જેટલા જવાનોને ફરજ સોપાઈ છે. બોટાદ ઉપરાંત ભાવનગર અને અમરેલી એલસીબીની ટીમ પણ શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે ખડેપગે રહી કાયદો-વ્યવસ્થા જાળવશે.
Loading...

લોકો સવારથી જ લાઇનમાં ઉભા છે.


મહત્વનું છે કે ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા 10 વર્ષથી ચૂંટણી યોજાઈ નથી અને ચૂંટણીને લઈ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા બે મહિના પહેલા હુકમ કરવામાં આવ્યો હતો કે આઠ અઠવાડિયાની અંદર ગઢડા મદિરની ચૂંટણી યોજાવી જોઈએ. જેને લઈ સુપ્રીમે હાઈકોર્ટના નિવુત જજ એસ.એમ.સોનીની ચૂંટણી અધિકારી તરીકે નિમણુક કરી છે. આ પૂર્વે નવા મતદારોના નામ દાખલ કરવાને લઈને પણ સમગ્ર મામલો સુપ્રીમ કોટમાં પોહ્ચ્યો હતો. આ અગાઉ નિવૃત જજની અધ્યક્ષતામાં ગઢડાની એમ .એમ.હાઈસ્કૂલમાં આયોજિત એક બેઠકમાં ગઢડા ગોપીનાથજી મદિરના કોઠારી ઘનશ્યામ સ્વામી, એસપી સ્વામી તેમજ અન્ય સંતો અને સામા પક્ષે હરિપ્રકાશ સ્વામી અને અન્ય સંતો હાજર રહ્યા હતા.
First published: May 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...