Home /News /ahmedabad /Gujarat Election: 'પરિવાર' વચ્ચે ચૂંટણીનું યુદ્ધ! એક જ બેઠક પર મામા- ફોઈના દીકરા વચ્ચે રાજકીય જંગ

Gujarat Election: 'પરિવાર' વચ્ચે ચૂંટણીનું યુદ્ધ! એક જ બેઠક પર મામા- ફોઈના દીકરા વચ્ચે રાજકીય જંગ

બંને પિતરાઈ ભાઈએ અલગ અલગ પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે.

Gujarat Politics: હાલ બંને ભાઈએ એક-બીજા વિરૂદ્ધ વેજલપુર બેઠક પર પ્રચાર કરી રહ્યા છે. પોતા પોતાના પક્ષની વાતો જનતા વચ્ચે મુકી રહ્યા છે. ત્યારે AAP ઉમેદવાર કલ્પેશ પટેલે પોતાના જ ભાઈ પ્રહાર કરતા કહ્યું છે રાજુ તો રાજકારણમાં નવો છે, અને એક્ટિવ પણ નથી.

વધુ જુઓ ...
    વિધાનસભાની ચૂંટણી હવે ખૂબ નજીક છે. ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે અને પ્રચાર પણ પુર શરૂ કરી દીધો છે, ત્યારે અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠક પરથી એક જ પરિવારના 2 ઉમેદવારો ચૂંટણી લડવાના છે. બંને ઉમેદવારો એક જ બેઠક પર અલગ-અલગ પક્ષમાંથી ચૂંટણી લડશે. જોકે, અત્યારે બંને ભાઈ જોરશોરમાં ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા છે. રાજકારણનો રંગ જ એવો છે. જ્યાં સંબંધ આડા આવે તો પણ તેને ધ્યાને લેવામાં આવતા નથી. એમ પણ કહેવામાં અતિશિયોક્તી નહીં કે રાજકારણમાં પારકા જ જીતાડે ને પોતાના જ હરાવે! બંને ઉમેદવાર એક-બીજાના સગા મામા-ફોઈના દીકરા છે. બંને ભાઈઓ પારિવારિક સંબંધ ખૂબ જ સારા છે. બંને ઉમેદવારોથી વેજલપુરના સ્થાનિકો પરિચિત છે.

    અહીં વાત થઈ રહી છે વેજલપુરના કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્ર પટેલની અને AAP ઉમેદવાર કલ્પેશ પટેલની. બંને પિતરાઈ ભાઈએ અલગ અલગ પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે. હાલ બંને ભાઈએ એક-બીજા વિરૂદ્ધ વેજલપુર બેઠક પર પ્રચાર કરી રહ્યા છે. પોતા પોતાના પક્ષની વાતો જનતા વચ્ચે મુકી રહ્યા છે. ત્યારે AAP ઉમેદવાર કલ્પેશ પટેલે પોતાના જ ભાઈ પ્રહાર કરતા કહ્યું છે રાજુ તો રાજકારણમાં નવો છે, અને એક્ટિવ પણ નથી.



    સાથે જ તમને જણાની દઈએ કે 2007માં કોંગ્રેસમાંથી એલિસબ્રિજ વિધાનસભા પરથી હાલના આપ ઉમેદવાર કલ્પેશ પટેલ ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. ત્યારબાદ તેમને 2012 અને 2017માં વેજલપુર વિધાનસભાની ટિકિટ માંગી હતી, પરંતુ કોંગ્રેસે ટિકિટ આપી નહોતી. એટલા માટે જ તેમણે કહ્યું કે હું કોંગ્રેસમાંથી હટ્યો એટલે રાજુ માટે રસ્તો ક્લિયર થઈ ગયો.

    આ પણ વાંચો: સાદગી... સરળતા... સત્તાનો ત્રિવેણી સંગમ, નળિયાવાળા મકાનમાં રહેતા આ ધારાસભ્ય

    તો સામે પક્ષે પોતાના પિતરાઈ ભાઈ સામે કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્ર પટેલ પણ પ્રચાર કરી રહ્યા છે. ગલીએ ગલીએ... શેરીએ શેરીએ.. આમ આદમી પાર્ટી અને ભાજપ પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. સાથે જ પોતાના ભાઈને ચૂંટણીના જંગમાં હરાવવા માટે તેઓ રાત દિવસ એક કરીને પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રભાઈએ પોતાના જ ભાઈ કલ્પેશ પટેલ પર પ્રહાર કરતા કહ્યું કે તેણે ટિકિટ ન મળવાના ડરે પક્ષપલટો કર્યો છે. સાથે જ તેમણે ઉમેર્યું કે મારો ભાઈ ફાઈટમાં જ નથી અને તેનું અસ્તિત્વ પણ નથી.

    આ પણ વાંચો: ફિલીપાઈન્સની લાડીને વરાછાનો વર: કાછડીયા પરિવારે અનોખા લગ્ન-પ્રસંગને બનાવ્યો મતદાન જાગૃત્તિનો અવસર

    જોકે પરિવાર અંગે બને ઉમેદવાર માની રહ્યા છે કે પરિવારના સભ્યોની વિચારધારા જે હશે તે પ્રમાણે તેઓ નિર્ણય કરશે. વેજલપુર બેઠકનો ઈતિહાસ જોઈએ તો વેજલપુર બેઠક વર્ષોથી ભાજપનો ગઢ છે. દર વખતે આ બેઠક કોંગ્રેસ માટે કપરા ચઢાણ સમાન સાબિત થાય છે. ત્યારે આ વખતે એવું જ કઈક વર્તાઈ રહ્યું છે કેમ કે આ બંને પિતરાઈ ભાઈ એક બીજા સામે લડતા રહેશે અને પ્રચાર કરતા રહેશે અને એવામાં ત્રીજો ફાવી જશે. એટલે કે બે ભાઈઓ વચ્ચેની લડાઈમાં ભાજપ ફરી ફાવી જશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: 2022 Assembly elections, Assembly Election 2022, Assembly elections, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन