Home /News /ahmedabad /

Ahmedabad: 'મારા ઘરે કોઈનો વાંક નથી', વૃદ્ધ મહિલાએ ઘરેથી નીકળી વખ ગોળ્યું, સુસાઈડ નોટમાં જણાવ્યું કારણ

Ahmedabad: 'મારા ઘરે કોઈનો વાંક નથી', વૃદ્ધ મહિલાએ ઘરેથી નીકળી વખ ગોળ્યું, સુસાઈડ નોટમાં જણાવ્યું કારણ

મૃતક મહિલા અને સુસાઈડ નોટની તસવીર

Ahmedabad woman dead body found: વસ્ત્રાલમાં તેજેન્દ્ર ક્રિસ્ટલમાં રહેતાં 63 વર્ષ ઉંમર આનંદીબેન બાબુભાઈ પોલ મૃતદેહનો ઓળખ થઈ હતી. વૃદ્ધ મહિલા લાશને પશુ-પક્ષી ફાડી નાંખીને કમરના ઉપરનો ભાગ કરડી ખાધો હોવાથી મહિલાની ઓળખ પ્રસ્થાપિતના થઈ શકી ન હતી.

વધુ જુઓ ...
અમદાવાદઃ  અમદાવાદના (Ahmedabad news) વસ્ત્રાલ તળાવ નજીક (vastral lake) અવવારૂ જગ્યાએ ઝાડીઓ માંથી એક મહિલાનો મૃતદેહ (woman dead body found) મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. કોહવાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં મહિલાનું માથું અને ધડ અલગ અલગ જોવા મળતાં હત્યા થઈ હોવાની આશકા હતી પરતું પોલીસના (police) પ્રાથમિક તપાસમાં મહિલાએ આત્મહત્યા (woman committed suicide) કરી હોવાનું સામે આવ્યુ છે.

પોલીસ તપાસ કરતા અમદાવાદ વસ્ત્રાલમાં તેજેન્દ્ર ક્રિસ્ટલમાં રહેતાં 63 વર્ષ ઉંમર આનંદીબેન બાબુભાઈ પોલ મૃતદેહનો ઓળખ થઈ હતી. વૃદ્ધ મહિલા લાશને પશુ-પક્ષી ફાડી નાંખીને કમરના ઉપરનો ભાગ કરડી ખાધો હોવાથી મહિલાની ઓળખ પ્રસ્થાપિતના થઈ શકી ન હતી. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે વૃદ્ધ મહિલા આનંદીબેન પોલ બીમારીની દવા ચાલુ હોવાથી કંટાળી જઈને 7 મી તારીખ રોજ ઘરે ચાલ્યા ગયા હતાં.

સુસાઇડ નોટ લખી હતી કે બીમારી દવા ખાઈ કંટાળી આપઘાત કરી રહી છે. જેમાં કોઇ જવાબદાર નહીં હોવાનું લખ્યું છે. ત્યારે વૃદ્ધ મહિલા આનંદીબેન જંતુનાશક દવા પી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે..પરંતુ પીએમ રિપોર્ટ અને એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સામે આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે હરિયાણામાં પણ મકાનમાંથી વૃદ્ધ મહિલાની લાશ મળી આવી હતી. હરિયાણાના (Haryana news) હિસાર (Hisar news) જિલ્લાના આઝાદ ક્ષેત્રમાં સ્થિત શાસ્ત્રી નગરમાં ગૌરી મંદિરની નજીક 60 વર્ષીય સરિતાની (60 year old woman dead body found) લાશ તેના મકાનમાં સડી ગયેલી હાલતમાં મળી આવી છે.

લાશ સંપૂર્ણપણે ખરાબ હાલતમાં અને ચોતરફ લોહીથી લતપથ હાલતમાં મળી આવી. આઝાદ નગરના પોલીસ સ્ટેશનમાં (police station) સૂચના મળતા જ આવી તરત ગુરમીત સિંહ તે જગ્યાએ પહોંચ્યા. અને ફોરેંસિક ટીમ બોલાવી સબૂત એકઠા કરવામાં આવ્યા છે.મૃત્યુ પામેલ વૃદ્ધ મહિલા એકલી જ રહેતી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમમાં આંધળી બનેલી માતાની કરતૂત! પ્રેમી સાથે સંબંધમાં નડતા પુત્રને દૂધમાં ઝેર પીવડાવી કરી હત્યા

આ પણ વાંચોઃ-Ahmedabad: દીકરીને પ્રેમી ભગાડી જતા માતાએ પોલીસ સાથે રમી ગેમ, સાસુના માસ્ટર પ્લાનમાં જમાઈ પણ ભરાયો

હજી સુધી હત્યાનું કારણ જાણવા મળ્યું નથી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહિલાની હત્યા ચાર દિવસ પહેલા કરવામાં આવી છે. આઝાદનગર પોલીસ સ્ટેશનના એસેએચઓ ગુરમીતે જણાવ્યું કે લાશને પોસ્ટમોર્ટમ માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી છે. પરંતુ ત્યાંથી તેને અગ્રોહા મેડિકલ રિફર કરવામાં આવી હતી. જ્યાં લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Woman suicide

આગામી સમાચાર