અલ્પેશ ઠાકોરના સમર્થનમાં એકતા મંચ મેદાનમાં આવ્યું, ગૃહમંત્રીને લખ્યો પત્ર

અલ્પેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે સુરેશ સિંઘલ ગતકડાં કરી રહ્યો હોવાનો એકતા મંચનો આક્ષેપ.

News18 Gujarati
Updated: October 9, 2019, 8:58 AM IST
અલ્પેશ ઠાકોરના સમર્થનમાં એકતા મંચ મેદાનમાં આવ્યું, ગૃહમંત્રીને લખ્યો પત્ર
અલેપેશ ઠાકોર (ફાઈલ ફોટો)
News18 Gujarati
Updated: October 9, 2019, 8:58 AM IST
પ્રણવ પટેલ, અમદાવાદ : અલ્પેશ ઠાકોર સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજી કરનાર સુરેશ સિંઘલ સામે ઓબીસી, એસસી, એસટી એકતા મંચે ગૃહમંત્રી, ડીજીપી અને પોલીસ કમિશનર પત્ર લખી કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઓબીસી, એસસી, એસટી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડે સુરેશ સિંઘલ સામે લેખિતમા ફરિયાદ કરી છે.

એકતા મંચના ઉપપ્રમુખ મુકેશ ભરવાડે પત્રમાં જણાવ્યું છે કે, અલ્પેશ ઠાકોરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે સુરેશ સિંઘલ અલગ અલગ સ્ટન્ટ કરી રહ્યો છે. અલ્પેશ ઠાકોર હાલ ભાજપમાંથી રાધનપુર બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. જેથી તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવા નિવેદન આપવામાં આવી રહ્યા છે. આ મામલે મુકેશ ભરવાડે અમદાવાદ પોલીસ કમિશનર, DGP અને ગૃહમંત્રીને સુરેશ સિંઘલ અને તેના મળતીયાઓ સામે કાયદેસર કાર્યવાહીની ફરિયાદ કરી છે.

મહત્વ પૂર્ણ છે ગુજરાતમાં છ બેઠકની પેટા ચૂંટણીનો જંગ જમ્યો છે. જેમાં કોગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર સામે વિરોધનો વંટોળો ઉભા થયો છે. સિંઘલે અલ્પેશ ઠાકોર સામે ધમકી આપ્યાનો આક્ષેપ

લગાવ્યો છે. આ સમયે અલ્પેશ ઠાકોરની પડખે એકતા મંચ મેદાનમાં આવ્યું છે.

સુરેશ સિંઘલે પોતાના વકીલ પર આક્ષેપ લગાવી ફિનાઇલ પીધું

મંગળવારે અલ્પેશ અને ધવલસિંહ ઝાલા સામે અરજી કરનારા સુરેશ સિંઘલે તેના જ વકીલ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. સુરેશે એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂ આપતી વખતે ફીનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. સામે તેમના વકીલ ધર્મેશ ગુર્જરે પણ સુરેશ સિંઘલ સામે પ્રતિ-આક્ષેપો કરી અને આ કેસમાંથી ખસી જશે અને સુરેશ સિંઘલ વિરુદ્ધ તે પોલીસ ફરિયાદ નોંધાવશે તેવું પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું.
Loading...

આ પણ વાંચો : અલ્પેશ અને ધવલસિંહની ઉમેદવારી સામે કેસ કરનારે પોતાના જ વકીલ પર આક્ષેપ કરી ફિનાઇલ પીધું
First published: October 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...