એેએમસી બજેટ સત્રઃઅસારવાની ગુજરાતી શાળાને વીર શહીદ ગોપાલસિંહ નામ અપાશે

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 15, 2017, 5:20 PM IST
એેએમસી બજેટ સત્રઃઅસારવાની ગુજરાતી શાળાને વીર શહીદ ગોપાલસિંહ નામ અપાશે
અમદાવાદઃઅમદાવાદ મહાનગર પાલિકાના બે દિવસીય બજેટ સત્રનો બુધવારે પ્રારંભ થયો છે. મેયર ગૌતમ શાહની અધ્યક્ષતમાં મળેલી બજેટ બેઠકના પ્રથમ દિવસે એએમટીએસ, સ્કૂલ બોર્ડ, એમ જે લાયબ્રેરી અને વી એસ હોસ્પિટલ બજેટ પર ચર્ચા હાથ ધરાઇ હતી. બજેટ બોર્ડ બેઠકની શરૂઆતમાં જ મેયર ગૌતમ શાહે જાહેરાત કરી હતી કે અસારવા વોર્ડની ગુજરાતી શાળા નંબર 20-23નું નામ વિર શહિદ ગોપાલસિંહ ભદોરિયા નામ આપવાની દરખાસ્ત મંજૂર કરી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 15, 2017, 5:20 PM IST
અમદાવાદઃઅમદાવાદ મહાનગર પાલિકાના બે દિવસીય બજેટ સત્રનો બુધવારે પ્રારંભ થયો છે. મેયર ગૌતમ શાહની અધ્યક્ષતમાં મળેલી બજેટ બેઠકના પ્રથમ દિવસે એએમટીએસ, સ્કૂલ બોર્ડ, એમ જે લાયબ્રેરી અને વી એસ હોસ્પિટલ બજેટ પર ચર્ચા હાથ ધરાઇ હતી. બજેટ બોર્ડ બેઠકની શરૂઆતમાં જ મેયર ગૌતમ શાહે જાહેરાત કરી હતી કે અસારવા વોર્ડની ગુજરાતી શાળા નંબર 20-23નું નામ વિર શહિદ ગોપાલસિંહ ભદોરિયા નામ આપવાની દરખાસ્ત મંજૂર કરી હતી.

bajet satra

તેમજ કાર્યકારી અધ્યક્ષ તરીકે બહુમતિથી પૂર્વ મેયર મિનાક્ષીબહેન પટેલની વરણી કરવામાં આવી હતી. કાર્યકારી અધ્યક્ષ તરીકે કોંગ્રેસ તરફથી કમળાબહેન ચાવડાની દરખાસ્ત મુકાઇ હતી. પરંતુ ભાજપની બહુમતી સાથે મિનાક્ષીબહેન પટેલની વરણી કરાઇ હતી. મેયર ગૌતમ શાહની ગેરહાજરીમાં મિનાક્ષીબહેન પટેલ બોર્ડ બેઠકનું સંચાલન કરશે.

AMCના 2 દિવસીય બજેટસત્રનો પ્રારંભ

મેયર ગૌતમ શાહની અધ્યક્ષતામાં બજેટ સત્ર શરૂ
બજેટસત્રના કાર્યકારી અધ્યક્ષ તરીકે મિનાક્ષીબેન પટેલની નિમણૂક
વિપક્ષ કોંગ્રેસે કમળાબેન ચાવડાના નામનો પ્રસ્તાવ મુક્યો
ભાજપની બહુમતિ થતાં મિનાક્ષીબેન પટેલની 2 દિવસ માટે કરાઈ નિમણૂક
મેયર ગૌતમ શાહની ગેરહાજરીમાં મિનાક્ષીબેન પટેલ સંભાળશે બોર્ડનો કાર્યભારશહીદ ગોપાલસિંહ ભદોરિયાને આપવામાં આવી શ્રદ્ધાંજલિ
મેયર ગૌતમ શાહે કરી જાહેરાત
શહીદ ગોપાલસિંહ ભદોરિયાના નામ પર શાળાનું નામ રખાશે
અસારવાની ગુજરાતી શાળા નં.20-23ને વીર શહીદ ગોપાલસિંહ નામ અપાશે

First published: February 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर