Home /News /ahmedabad /

Power Corridor: ખેડા માતરના બોગસ ખેડૂતોના કૌભાંડનો રેલો ક્યા અધિકારી સુધી પહોંચશે? 

Power Corridor: ખેડા માતરના બોગસ ખેડૂતોના કૌભાંડનો રેલો ક્યા અધિકારી સુધી પહોંચશે? 

આ કૌભાંડનો મિડલ મેન જ કે.રાજેશના કથિત કૌભાંડનો પણ મિડલ મેન હોવાથી હાલ તો ચર્ચા છે.

મહેસૂલ વિભાગના સૂત્રોનું માનીયે તો ખેડા માતરના બોગસ ખેડૂતોની તપાસ હાલ અંદરખાને ચાલી રહી છે. પરંતુ સ્વાભાવિકપણે સ્થાનિક અધિકારીઓના મેળાપીપણા વગર આ પ્રકારના કૌભાંડ સિદ્ધ થઇ શકે નહી, ત્યારે ખેડા માતરના બોગસ ખેડૂત કૌભાંડ પાછળ ક્યા અધિકારીનુ ભેજું કામ કરી ગયું છે તે હાલ સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

વધુ જુઓ ...
ગાંધીનગર: આઇએેએસ ઓફિસર કે.રાજેશ (IAS K Rajesh) દ્વારા આચરાયેલા કથિત જમીન કૌભાંડ (Scam)ના પડઘા ખેડા (Kheda)ને માતરમાં પણ પડયા છે. અહીંયા અંદાજે 300 થી 500 જેટલા બોગસ ખેડૂતો હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં મિડલ મેન એજ વ્યક્તિ છે જે આઇએએસ ઓફિસર કે. રાજેશ દ્વારા આચરાયેલા કથિત કૌભાંડનો મિડલ મેન હતો.

મહેસૂલ વિભાગના સૂત્રોનું માનીયે તો ખેડા માતરના બોગસ ખેડૂતોની તપાસ હાલ અંદરખાને ચાલી રહી છે. પરંતુ સ્વાભાવિકપણે સ્થાનિક અધિકારીઓના મેળાપીપણા વગર આ પ્રકારના કૌભાંડ સિદ્ધ થઇ શકે નહી, ત્યારે ખેડા માતરના બોગસ ખેડૂત કૌભાંડ પાછળ ક્યા અધિકારીનુ ભેજું કામ કરી ગયું છે તે હાલ સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે.આ કૌભાંડનો મિડલ મેન જ કે.રાજેશના કથિત કૌભાંડનો પણ મિડલ મેન હોવાથી હાલ તો ચર્ચા છે. જે કોઇપણ અધિકારી આ કૌભાંડમાં શામેલ હશે તો ચોક્કસ પણે કે. રાજેશ સાથે મિત્રતા ધરાવતો વ્યક્તિ હશે.

ગૃહ વિભાગે કાચું કાપ્યું

રાજ્યના આઇ જી (લો એન્ડ ઓર્ડર)ની જગ્યા છેલ્લા 8 મહિનાથી ચાર્જમાં ચાલી રહી છે. આ જગ્યાનો વધારાનો હવાલો સીઆઇડી ક્રાઇમના આઇજી એસ.કે.ત્રિવેદીને સોંપવામા આવ્યો હતો. પરંતુ 8 મહિનામાં તેમણે એક પણ ફાઇલમાં સહી નહી કરી હોવાના કારણે તકલીફ ઉભી થતી હતી. જેના કામનું ભારણ એડીજી નરસિમ્હા કોમર (લો એન્ડ ઓર્ડર) પર આવતુ હતું. જેને લઇને હવે આ જગ્યા પર અન્ય આઇપીએસને એટેચમાં મૂકવા પડયા છે.

આ પણ વાંચો- ગાંધીનગરમાં 288 કોરોના વોરિયર્સને રૂ. 22.35 લાખના પુરસ્કાર અપાશે

ગૃહ વિભાગે થોડા દિવસ અગાઉ આઇજી (લો એન્ડ ઓર્ડર) ની જગ્યા ડાઉન ગ્રેડ કરીને એસ.પી. રેન્કની કરી દીધી હતી. એવી જ રીતે પોલીસ આધુનિકીકરણની જગ્યા પણ એસપી રેન્કના અધિકારી માટે ડાઉન ગ્રેડ કરવામા આવી હતી. અને આ જગ્યામાં એસપી રેન્કના ઓફિસરોને મુક્યા હતા.
સામાન્ય રીતે પોલીસ આધુનિકરણ અને લો એન્ડ ઓર્ડરની જગ્યાઓ ડાઉન ગ્રેડ ન થઇ શકે. પણ છતાંય એ પ્રકારનો ઓર્ડર કરાયો હતો. જોકે બાદમાં કાચું કપાયાનુ ધ્યાને આવતા હવે ગૃહ વિભાગ આ બે વિભાગોના ઓર્ડર ફરીથી કરશે અને ભૂલ સુધારશે.

નીરજ બડગુજરના બેઉ બગડ્યા

રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભાનુ સત્ર પૂરુ થયા બાદ એપ્રિલ મહિનાના પહેલા વીકમા એસપી રેન્કના અધિકારીઓની મોટા પાયે બદલીઓ કરી હતી. તે વખતે સાબરકાંઠાના તત્કાલીન એસપી નીરજ બડગુજરને બદલીને તેમની જગ્યા એ વિશાલ વાધેલા ની નિમણુક કરાઇ હતી. છેલ્લા બે મહિનાથી નીરજ બડગુજર તેમના પોસ્ટીગની રાહ જોઇ રહ્યા છે પરંતુ નીરજ બડગુજરને હજુ સુધી પોસ્ટીગ આપવામા આવ્યું નથી. બે મહિનાથી ખાલી બેસી રહેવાને કારણે ડીજીપી ભાટીયાએ તેમને પોલીસ આધુનિકરણમાં એટેચ તરીકે રાખ્યા છે. નીરજ બડગુજરનું હવે ડીઆઇજી તરીકે પ્રમોશન પણ આવાનુ છે. પરંતુ હાલ નીરજ બડગુજરની હાલત એ થઇ છે કે બેય બાજુથી એમના હાથમાંથી પોસ્ટીગ ગયું છે.

આ પણ વાંચો- મમતા બેનર્જીના ઘર પાસે ગુજરાતી દંપતીની ઘાતકી હત્યા

એસપીની જગ્યા પરથી તેઓને મુક્ત કરી દેવાયા છે ને અન્ય જગ્યા પર પોસ્ટીગ કે ચાર્જને બદલે એટેચ તરીકે મૂકાયા છે. દોઢ વર્ષ અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિક જ્યારે સાબરકાઠા એસ પી હતા, તેમની અમદાવાદના ડીસીપી ક્રાઇમ તરીકે બદલી થઇ તે વખત નીરજ બડગુજરને સાબરકાઠામાં એસપી બનાવાયા હતા.

એક અધિકારીને સરનેમ ફળી છે

રાજ્ય પોલીસ આવાસ નિગમનો અઠવાડિયા અગાઉ રાજ્ય સ્તરનો ઘણો મોટો કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં અંદાજે 250 કરોડના કામોનુ લોકાર્પણ કરવામા આવ્યું હતું. રાજ્ય પોલીસ આવાસ નિગમે પોલીસ કચેરીઓ તેમજ તેમના આવાસો બનાવાનુ કામ કરેછે. ચૂંટણીના વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા પોલીસ આવાસ નિગમ કાર્યક્રમનુ આયોજન તો કરાયુ પણ આજ વિભાગના એક ઉચ્ચ અધિકારી આ લોકાર્પણ કાર્યક્રમમાં ગેરહાજર હતા.

ગૃહ વિભાગના સૂત્રો અનુસાર આ અધિકારી એક મહિનાની રજા પર છે. આટલા મહત્વના ક્રાર્યક્રમમા સીનિયર અધિકારીની જ ગેરહાજરી અન્ય અધિકારીઓમાં ચર્ચાનો વિષય બની હતી.  અધિકારીઓમાં ચર્ચા એ હતી કે આવા કાર્યક્રમો હોય ત્યારે ગૃહ વિભાગ વિભાગ દ્વારા બીજા આઇપીએસ અધિકારીઓને તો ફોન કરીને પાછા બોલાવાય છે. પણ આ અધિકારીને બોલાવવાની હિંમત કોઇએ કરી નથી. અને આટલો મોટો કાર્યક્રમ નિગમના બીજા અધિકારીઓ દ્વારા પૂરો કરાયો છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Gandhinagar News, Gujarat Government

આગામી સમાચાર