Home /News /ahmedabad /અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ડરીને ઘરની બહાર દોડ્યા, જુઓ વીડિયો

અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ડરીને ઘરની બહાર દોડ્યા, જુઓ વીડિયો

ભારતની સાથે પાકિસ્તાન, તઝાકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Earthquake Ahmedabad today: ભૂકંપ દરમિયાન શક્ય હોય તેટલું સુરક્ષિત રહો. ધ્યાનમાં રાખો કે કેટલાક ધરતીકંપ ખરેખરમાં પૂર્વ આંચકા હોય છે અને થોડા સમય પછી મોટો ધરતીકંપ આવી શકે છે. તમારી હિલચાલને સંપૂર્ણપણે ઓછી કરો અને નજીકના સલામત સ્થળે પહોંચો.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: દિલ્હી-એનસીઆરથી લખનૌ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ગુરુગ્રામ અને નોઈડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હોવાનું કહેવાય છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6ની નોંધાઈ છે.

દિલ્હી-એનસીઆરથી લખનૌ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યાં જ અમદાવાદના ગોતા, રાણીપ, એસજી હાઇવે, વાડજ સહિતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે બાદ કો ઘરની બહાર નીકળી ગયા હતા. અમદાવાદમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા છે. લોકો હાલમાં પોતાના ઘરમાં જતા પણ અચકાઇ રહ્યા છે.



ભારતની સાથે પાકિસ્તાન, તઝાકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાતે 10.17 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકોએ10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો.



શું કરવું, શું ન કરવું?

ભૂકંપ દરમિયાન શક્ય હોય તેટલું સુરક્ષિત રહો. ધ્યાનમાં રાખો કે કેટલાક ધરતીકંપ ખરેખરમાં પૂર્વ આંચકા હોય છે અને થોડા સમય પછી મોટો ધરતીકંપ આવી શકે છે. તમારી હિલચાલને સંપૂર્ણપણે ઓછી કરો અને નજીકના સલામત સ્થળે પહોંચો. ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી ઘરની અંદર રહો અને તમને ખાતરી કરો કે બહાર નીકળવું સલામત છે.
First published:

Tags: Ahmedbad News, Earthquakes