Home /News /ahmedabad /Dussehra 2022: આ વર્ષે દશેરમાં સ્વાદનો ચટાકો મોંઘો પડશે, ફાફડા જલેબીના ભાવમાં જબ્બર વધારો

Dussehra 2022: આ વર્ષે દશેરમાં સ્વાદનો ચટાકો મોંઘો પડશે, ફાફડા જલેબીના ભાવમાં જબ્બર વધારો

ફાફડાની કિંમતમાં જબ્બર વધારો

Fafda price on Dussehra 2022: દશેરાના દિવસે ફાફડા જલેબીના વેપારીઓને ત્યાં ફાફડા અને જલેબી ખરીદવા માટે લાંબી લાઈનો લાગે છે. જાણે કે ફાફડા જલેબીની જયાફત ઉડાવવાનો આ એક જ દિવસ હોય તેમ કરોડો રૂપિયાના ફાફડા જલેબી એક જ દિવસે લોકો આરોગી જાય છે.

વધુ જુઓ ...
અમદાવાદ: દશેરાના દિવસે ફાફડા અને જલેબીનો સ્વાદ મોંઘો પડવાનો છે, કારણ કે આ વખતે ફાફડા જલેબીના ભાવ આસમાને પહોંચી ગયા છે. અમદાવાદવાસીઓ સામાન્ય રીતે દર વર્ષે દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જતા હોય છે. આ વખતે ખાદ્ય તેલનો ભાવ ઉછાળા પર છે, તેને લઈ આ વખતે ફાફડા અને જલેબીની જ્યાફત મોંઘી પડી રહેવાની છે. કારણ કે દશેરા નિમિત્તે ફાફડા 650થી 800 અને જલેબી 700થી 960 સુધી ભાવ આંબ્યા છે.

વર્ષો જૂની પરંપરા


વિજ્યા દશમીના પર્વએ ફાફડા જલેબી ખાવાની વર્ષો જૂની પરંપરા છે. જોકે, કોરોનાના કારણે બે વર્ષથી મંદ પડેલા ફાફડા જલેબીના વેચાણને પણ આ વખતે વેગ મળશે. આ વખતે પણ  દશેરાના દિવસે શહેરમાં ખૂણે ખૂણે ફાફડા અને જલેબીની હાટડીઓ ખુલી જશે. નાનામાં નાનો વેપારીથી માંડીને જાણીતી ફરસાણની બ્રાન્ડના વેપારીઓએ ફાફડા અને જલેબીમાં સારી એવી કમાણી કરી લેશે. જે માટે દશેરને લઈ ફરસાણના વેપારીઓ આગોતરું આયોજન કરે છે.

અમદાવાદમાં ઠેર ઠેર ફાફડા જલેબીના વેચાણ માટે હાટડી લાગી જાય છે. જોકે, આ વખતે સિંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલના ડબ્બાનો ભાવ 3,000 રૂપિયાને પાર પહોંચી ગયો છે, જેની સીધી અસર ફાફડા અને જલેબી ભાવ પર રહેશે. કારણ કે ગત વર્ષ કરતા આ વખતે ફાફડા જલેબીના ભાવમાં 20 ટકાનો વધારો નોંધાયો છે.

ફાફડા-જલેબી ખરીદવા લાઈનો


દશેરાના દિવસે ફાફડા જલેબીના વેપારીઓને ત્યાં ફાફડા અને જલેબી ખરીદવા માટે લાંબી લાઈનો લાગે છે. જાણે કે ફાફડા જલેબીની જયાફત ઉડાવવાનો આ એક જ દિવસ હોય તેમ કરોડો રૂપિયાના ફાફડા જલેબી એક જ દિવસે લોકો આરોગી જાય છે. જોકે, આ વખતે તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. જેથી આ વખતે તો લોકોએ ફાફડા જલેબીના સવાદનો ચટાકો મોંઘો રહેશે તેવું અત્યારથી જ જોવા મળી રહ્યું છે.
" isDesktop="true" id="1259886" >

મહત્વનું છે કે આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમાન વિજય દશમી ઉત્સવના ભાગરૂપે દશેરમાં ઉજવણી થાય છે. તેમાંય અમદાવાદમાં વર્ષોથી ફાફડા જલેબી ખાવાની પરંપરા ચાલી આવે છે. ત્યારે મોંઘવારીના માર વચ્ચે પણ ગુજરાતીઓ સ્વાદ માટે ખર્ચો કરવામાં પાછા નથી પડતા એ પણ એક હકીકત છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Dussehra 2022, Festival, અમદાવાદ, ખોરાક

विज्ञापन
विज्ञापन