Home /News /ahmedabad /Ahmedabad Police: અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન રોમિયોગિરી કરતા લોકો પર પોલીસની બાજ નજર

Ahmedabad Police: અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન રોમિયોગિરી કરતા લોકો પર પોલીસની બાજ નજર

બે વર્ષ બાદ ધામધૂમથી યોજાવા જઈ રહેલા ઉત્સવને લઈ ખેલૈયાઓમા પણ થનગનાટ છે.

Ahmedabad Police Alert in Navratri: ભીડના પ્રમાણમા બાઉન્સરો રાખવા તેમજ CCTV રેકોર્ડિગ એક માસ સુધી સાચવી રાખવાની વ્યવસ્થા કરવામા આવી છે. બે વર્ષ બાદ ધામધૂમથી યોજાવા જઈ રહેલા ઉત્સવને લઈ ખેલૈયાઓમા પણ થનગનાટ છે.

    નવરાત્રિના પાવન પર્વને લઈ અમદાવાદ પોલીસ સતર્ક થઇ ગઇ છે. શહેરમાં નવરાત્રિ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય તે હેતુથી આયોજકો સાથે આજે અમદાવાદ પોલીસે બેઠક યોજી હતી. અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવરાત્રિમાં પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યોજાતા ગરબાને લઈને ખાસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ નિયમોનું પાલન થાય તે માટે આયોજકોને ખાસ સૂચનો પણ કરાયા છે. તેમજ મહિલાઓની સુરક્ષા માટે ધ્યાનમા રાખવાની બાબતો વિશે પણ પોલીસ દ્વારા આયોજકોને બેઠકમા વાકેફ કરવામા આવ્યા છે.

    ભીડના પ્રમાણમા બાઉન્સરો રાખવા તેમજ CCTV રેકોર્ડિગ એક માસ સુધી સાચવી રાખવાની વ્યવસ્થા કરવામા આવી છે. બે વર્ષ બાદ ધામધૂમથી યોજાવા જઈ રહેલા ઉત્સવને લઈ ખેલૈયાઓમા પણ થનગનાટ છે. મહિલા પોલીસ દ્વારા પણ સિવિલ ડ્રેસમા સજ્જ થઈ રોમિયોગિરી કરતા લોકો પર નજર રાખવામા આવશે. આ ઉપરાંત નશાકારક પદાર્થોનુ સેવન કરતા લોકો વિરુદ્ધ કડકપણે ચેકિંગ પણ કરાશે.

    આ પણ વાંચો- જાણો સી.આર.પાટીલે આણંદ જિલ્લાની 7 વિધાનસભા બેઠકો જીતાડવાની જવાબદારી કોને સોંપી

    આ સાથે જ અમદાવાદ પોલીસ ડ્રગ્સ એનલિટિક ટેસ્ટની ખાસ પ્રકારની કીટ વસાવી છે. જેના આધારે ડ્રગ્સ લીધેલા વ્યક્તિનો ટેસ્ટ કરી માત્ર થોડીત જ મિનિટમાં ડ્રગ્સ લીધું છે કે નહીં અને લીધું છે તો ક્યાં પ્રકારનું ડ્રગ્સ લીધું છે તેની માહિતી મેળવી શકાશે. નવરાત્રિમાં દારૂનો નશો કરીને નીકળેલા કે ડ્રગ્સ લઈને નીકળેલા લોકોને પોલીસ ચેક કરશે. જો કોઈ શંકાસ્પદ જણાશે તો તેના ચેકિંગ માટે રેપિડ ટેસ્ટ કરાશે. આ માટે SOG દ્વારા સરપ્રાઈઝ સર્ચ કરવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

    આ પણ વાંચો- જામનગરમાં નવરાત્રિના પ્રથમ નોરતે જ નર્મદાના નીર લાખેણા લાખોટા તળાવમાં આવી પહોંચ્યા

    આ ટેસ્ટિંગ કિટ થકી પોલીસને જો કોઈ વ્યક્તિ નશો લીધેલી હાલતમાં જણાશે તો સૌ પ્રથમ તે વ્યક્તિનું કાઉન્સેલિંગ કરવામાં આવશે ત્યારબાદ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તેની માહિતી મેળવવા સરળતા રહેશે અને ડ્રગ્સ વેચનાર સુધી પહોંચી શકાશે. સાથે જ નવરાત્રિ દરમિયાન શહેરમાં કોઇ ઘટના ન બને તે માટે અમદાવાદ પોલીસ સજ્જ થઇ ગઇ છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Ahmedabad news, Ahmedabad police, Navratri 2022, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन