અમદાવાદઃએસપી રીંગ રોડ પર ડમ્પરની ટક્કરે એક્ટિવા સવારનું મોત

VINOD LEUVA | Pradesh18
Updated: January 3, 2017, 5:27 PM IST
અમદાવાદઃએસપી રીંગ રોડ પર ડમ્પરની ટક્કરે એક્ટિવા સવારનું મોત
અમદાવાદઃ શહેરમાં ફરી એકવાર બેફામ ડમ્પરે વધુ એકનો ભોગ લીધો છે . બોપલ એસપી રિંગ રોડ પર વહેલી સવારે ડમ્પરની અડફેટે એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું . ત્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો.
VINOD LEUVA | Pradesh18
Updated: January 3, 2017, 5:27 PM IST
અમદાવાદઃ શહેરમાં ફરી એકવાર બેફામ ડમ્પરે વધુ એકનો ભોગ લીધો છે . બોપલ એસપી રિંગ રોડ પર વહેલી સવારે ડમ્પરની અડફેટે એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું . ત્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો.

અમદાવાદ શહેરમાં એસપી રિંગ રોડ પર ડમ્પર ચાલકે બેફામ ચલાવીએ એક્ટિવા ચાલકને કચડી નાખ્યો છે. 65 વર્ષીય મયુરભાઈ ભગતનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. રિંગ રોડ પર બનેલી ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં આક્રોશ વધ્યો છે. મોટી સંખ્યામા લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રિંગ રોડ પર ડમ્પર ચાલક બેફામ ચલાવતા હોવાના આક્ષેપો લોકોએ કર્યા હતા.

આ પ્રકારે અનેક વખત અકસ્માત સર્જાય છે. આ અકસ્માત માં સિનિયર સીટીઝન નું મોત થતા સ્થાનિકોનો રોસ વધ્યો છે.ચેસ ટીચર એવા મયુર ભાઈના મોત થી પરિવાર આઘાતમાં આવી ગયો છે. અકસ્માત બાદ ડ્રઇવર ફરાર થઈ ગયો છે. જ્યારે ડમ્પર ના કોન્ટ્રાક્ટરે મીડિયા સાથે ગેરવર્તન કરતા મામલો સરખેજ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સરખેજ પોલોસે અકસ્માતને મારમારીને લઈને તપાસ હાથ ધરી છે.
First published: January 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर