Home /News /ahmedabad /Gujarat Tourist: વરસાદની સાથે રજાના માહોલને લઈ ગુજરાતના પ્રવાસન સ્થળો પર ભારે ભીડ

Gujarat Tourist: વરસાદની સાથે રજાના માહોલને લઈ ગુજરાતના પ્રવાસન સ્થળો પર ભારે ભીડ

હવે ગુજરાતી લોકો ક્યાંય પણ રજાના દિવસોમાં ફરવા જવાના હોય તો અગાઉથી જ આયોજન કરી લે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ લોકોનું હોટ ફેવરિટ બન્યું છે. ત્યારે ટેન્ટ સિટીમાં 1200 જેટલા ટેન્ટ તમામ પેક થઈ ગયા છે. તેમજ વિદેશમાં ફરવા જવા માટે પણ ગુજરાતીઓનો ક્રેઝ વધી રહ્યો છે.

ગુજરાતી એટલે કે ફરવાના શોખીન (Gujarati Tourist) અને ફરવા જવા માટે રજાની જ રાહ જોતા હોય છે. ઓગસ્ટ મહિનામાં તો વરસાદ (Gujarat Monsoon)ની સાથે સતત રજાઓનો ધોધ વહ્યો છે. અને આ રજાનો ઉપયોગ લોકો ફરવા જવા માટે કરી રહ્યા છે. માટે ગુજરાતના પ્રવાસન સ્થળો પર ભારે ભીડ જોવા મળશે. ગુજરાતના પ્રવાસનમાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટીતો હોટ ફેવરિટ છે. અને અત્યારે તમામ રૂમ બુક થઈ ગયા છે. ગુજરાતી સાથે સાથે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રેદશ સહિતના રાજ્યમાંથી સહેલાણીઓ અહીં આવી રહ્યા છે. તો ગોવા, રાજસ્થાન, કાશ્મીર, હિમાચલ સહિતના પ્રવાસન સ્થળ પર ફરવા જવા માટે એડવાન્સ બુકીંગ છે.

ડોમેસ્ટિકમાં ક્રેઝ છે એટલો ક્રેઝ વિશેષ ફરવા જવાનો છે. દુબઈ, વિયેતનામા, બેંગકોક સહિતના પ્રવાસન સ્થળ પર ફરવા જવા એડવાન્સ બુકીંગ કરવી લીધા છે. જેના કારણે ઓગસ્ટ મહિનાની રજામાં પ્રવાસન સ્થળો ધમધમતા રહેશે. જો કે છેલ્લી ઘટીએ ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તો પ્રવાસન સ્થળો પર રૂમ મળવા મુશ્કેલ બની જશે. સાથે સાથે ટીકીટ મળવી પણ મુશ્કેલ બની જશે. 2019માં જે લેવલ પર હતું તે લેવલ ફરી પહોંચી ગયું છે.



ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેરમેન મનીષ શર્માએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, ગુજરાતી એટલે કે આપણે ફરવાના ખૂબ શોખીન છે. જોકે હવે ગુજરાતી લોકો ક્યાંય પણ રજાના દિવસોમાં ફરવા જવાના હોય તો અગાઉથી જ આયોજન કરી લે છે. જેના કારણે લોકોએ એડવાન્સ ટૂર પેકેજ બુક કરી લીધા છે અને જો હવે છેલ્લી ઘડીએ કોઈ ટુર પેકેજ કરાવવા આવે તો શક્ય જ નથી કેમ કે તમામ પ્રવાસન સ્થળ પર હોટલો બુક છે.



સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ લોકોનું હોટ ફેવરિટ બન્યું છે. ત્યારે ટેન્ટ સિટીમાં 1200 જેટલા ટેન્ટ તમામ પેક થઈ ગયા છે. તેમજ વિદેશમાં ફરવા જવા માટે પણ ગુજરાતીઓનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે દુબઈ બેંગકોક  જવા માટે અગાઉથીન જ ટૂર પેકેજો બુક કરી લીધા હતા. જેના કારણે છેલ્લી ઘડીએ ફ્લાઇટના ભાડા પણ વધી જતા હોય છે અને ટૂર પેકેજ મોંઘું પડતું હોય છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Gujarat monsoon, Gujarat monsoon 2022, Gujarati tourists, Tourist attraction, Tourists Rush

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો