Home /News /ahmedabad /AMC ની બેદરકારીના કારણે દશામાંની મૂર્તિઓ કચરા ભરેલા ટ્રેક્ટરમાં લઇ જવાઇ, ભક્તોએ રોષ વ્યક્ત કર્યો

AMC ની બેદરકારીના કારણે દશામાંની મૂર્તિઓ કચરા ભરેલા ટ્રેક્ટરમાં લઇ જવાઇ, ભક્તોએ રોષ વ્યક્ત કર્યો

લોકો નદીએ મૂર્તિ પધરાવવા આવ્યા ત્યારે કોઈપણ પ્રકારની વ્યવસ્થા જોવા ન મળી.

અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો તરફથી મૂર્તિ વિસર્જનના કુંડ કે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવી. જેથી લોકો રિવરફ્રન્ટના રસ્તા ઉપર જ મૂર્તિઓ મૂકીને જતા રહ્યા હતા.

અમદાવાદ (Ahmedabad)માં ગઇકાલે રાત્રે દશામાના વ્રત પૂર્ણ થતાં જાગરણ હોવાથી ભક્તોએ ભક્તિભાવથી ઉજવણી કરી હતી અને દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું પરંતુ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) પર તંત્ર (AMC) ની ઘોર બેદરકારી જોવા મળી હતી. જેના કારણે દશામાના વ્રત પૂર્ણ થતાં ઠેર ઠેર મૂર્તિઓના ઢગ જોવા મળ્યા હતા.

અમદાવાદમાં વ્યવસ્થાના અભાવે રિવરફ્રન્ટ પર દશામાની મૂર્તિઓ રઝળતી જોવા મળી છે. અમદાવાદ કોર્પોરેશને અગાઉ એવું જાહેરનામું પણ બહાર નહોતું પાડ્યું કે ઘરે જ મૂર્તિનું વિસર્જન કરવું, જેના કારણે લોકો અસમંજસમાં હતા કે મૂર્તિનું વિસર્જન ક્યાં કરવું. જેના કારણે ઘણા લોકોએ મૂર્તિ અમદાવાદના રિવરફ્રન્ટ પર મૂકી હતી તો કેટલાક લોકોએ નદીમાં મૂર્તિનું વિસર્જન કર્યું હતું.અમદાવાદ મહાનગરપાલિકાએ વધુ એક વખત લોકોની આસ્થાને ઠેસ પહોંચે તે પ્રકારની બેદરકારી દાખવી છે. દશામાંનું વ્રત પૂર્ણ થતું હોવાથી રાતથી સવાર સુધી વિસર્જન થયુ હતું. પરંતુ કોર્પોરેશનના સત્તાધીશો તરફથી મૂર્તિ વિસર્જનના કુંડ કે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવી. જેથી લોકો રિવરફ્રન્ટના રસ્તા ઉપર જ મૂર્તિઓ મૂકીને જતા રહ્યા હતા. લોકોએ તો બેદરકારી દાખવી પરંતુ તંત્રએ તેનાથી પણ મોટી બેદરકારી દાખવી છે.

આ પણ વાંચો- છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 3 દર્દીના મોત, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા

જ્યારે લોકો નદીએ મૂર્તિ પધરાવવા આવ્યા ત્યારે કોઈપણ પ્રકારની વ્યવસ્થા જોવા ન મળતાં આખરે લોકો રિવરફ્રન્ટ પર જ મૂર્તિઓ મૂકીને જતા રહ્યા હતા. વધુ ખરાબ સ્થિતિ તો ત્યારે જોવા મળી જ્યારે મૂર્તિઓને કચરો ભરેલા ટ્રેક્ટરમાં લઈ જવામાં આવી રહી હતી. દશામાંની મૂર્તિઓની આવી સ્થિતિ જોઈને લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.
First published:

Tags: Ahmedabad news, AMC latest news, Gujarati news, અમદાવાદ, ગુજરાત