Home /News /ahmedabad /બોર્ડના અધિકારીઓની સમય સૂચકતાના કારણે વિદ્યાર્થિનીનું ભવિષ્ય બગડતા અટક્યું, જાણો સમગ્ર ઘટના
બોર્ડના અધિકારીઓની સમય સૂચકતાના કારણે વિદ્યાર્થિનીનું ભવિષ્ય બગડતા અટક્યું, જાણો સમગ્ર ઘટના
અંતિમ પેપર એક વિદ્યાર્થિની માટે યાદગાર બની ગયું
Board Exam News: અત્યારે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. જોકે ધોરણ 10ની પરીક્ષાનું છેલ્લું પેપર પણ પૂર્ણ થયું. જોકે અંતિમ પેપર અમદાવાદની એક વિદ્યાર્થિની માટે યાદગાર બની રહ્યું. બોર્ડના અધિકારીઓની સમય સૂચકતાના કારણે વિદ્યાર્થિનીનું ભવિષ્ય બગડતા અટક્યું છે.
અમદાવાદ: અત્યારે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. જોકે ધોરણ 10ની પરીક્ષાનું છેલ્લું પેપર પણ પૂર્ણ થયું. જોકે અંતિમ પેપર અમદાવાદની એક વિદ્યાર્થિની માટે યાદગાર બની રહ્યું. બોર્ડના અધિકારીઓની સમય સૂચકતાના કારણે વિદ્યાર્થિનીનું ભવિષ્ય બગડતા અટક્યું છે. એ જાણવું જરૂરી છે કે રાણીપની મંગલદીપ વિદ્યાલયમાં આખરે શું ઘટના બની હતી?
ઉલ્લેખનીય છે કે, આ પર્સિયન ભાષા વિદ્યાર્થિની વાંચી ન શકતા વર્ગ નિરીક્ષકને ફરિયાદ કરીને કહ્યું કે, મારે સંસ્કૃતની પરીક્ષા છે. અને મને આ પેપરની ભાષા વંચાતી નથી. આથી મંગલદીપ વિદ્યાલય, રાણીપના કેન્દ્ર સંચાલક, ચૌધરી ગોવિંદભાઈ એલને જાણ કરતા તેમની સમય સૂચકતાને કારણે ઉચ્ચ અધિકારીઓને અને બોર્ડમાં રજૂઆત કરતા, સમયસર ઉચ્ચ અધિકારીઓ તેમજ બોર્ડના અધિકારીઓને વિદ્યાર્થિનીની શાળા, નેસ્ટ સ્કુલની ભૂલ જણાતા ભૂલ સુધારી વિદ્યાર્થિનીને સંસ્કૃત વિષયનું પેપર લખવા આપી વિદ્યાર્થિનીનું વર્ષ બગડતા અટકાવ્યું છે.
આ બાબતે ન્યુઝ 18 ગુજરાતીએ પરીક્ષાના સ્થળ સંચાલક ગોવિંદ ચૌધરી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે વિદ્યાર્થિનીને સંસ્કૃતની જગ્યાએ પર્સિયન ભાષાનું પેપર હાથમાં આવતા તે રડવા લાગી હતી. તેણે જણાવ્યું કે તે આખું વર્ષ સંસ્કૃત ભણી છે. જોકે તેની રિસિપ્ટમાં પર્સિયન ભાષાનું પેપર લખ્યું હતું જોકે તેમાં સ્કૂલની ભૂલ હોઈ શકે પરંતુ આ મામલે બોર્ડના અધિકારીઓ સાથે તાત્કાલિક ચર્ચા કરી તેને સંસ્કૃતનું પેપર આપ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં 10 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. જેથી છેલ્લે તેને એ પણ પૂછ્યું કે સમય ખૂટ્યો હોય તો એકત્રસમય જોઈએ છે જેમાં વિદ્યાર્થિનીએ નિયત સમયમાં જ પેપર લખાઈ ગયું હોવાનું જણાવ્યું હતું.