Home /News /ahmedabad /ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર: અફઘાનિસ્તાન સાથે વેપાર શરૂ થતાં ડ્રાયફ્રૂટ્સ સસ્તા થશે

ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર: અફઘાનિસ્તાન સાથે વેપાર શરૂ થતાં ડ્રાયફ્રૂટ્સ સસ્તા થશે

પ્રતીકાત્મક તસવીર

Gujarat news: અફઘાનિસ્તાન અંજીરના ટોટલ પ્રોડક્શનના 60થી 70 ટકા વેચાણ ભારતમાં થાય છે.

અમદાવાદ: આમ તો કાજુ, બદામ, અંજીર અને કિસમિસ જેવા ડ્રાયફ્રૂટ્સનું (dryfruits) નામ લેતા જ કોઇપણના મોઢામાં પાણી આવી જાય.   હવે મોઢામાં પાણી આવી જાય એવા જ ખુશીના સમાચાર સામે આવ્યા છે.  ઓગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાનમાં ( Bussiness with Afghanistan) થયેલા સત્તા પરિવર્તનના કારણે ડ્રાયફ્રૂટ્સના હોલસેલ ભાવમાં (wholesale price ) 200થી 300 અને રિટેલ ભાવમાં 400થી 500નો વધારો થયો હતો તે ભાવ ઘટશે. અફઘાનિસ્તાન સાથે વેપાર ફરી શરૂ થતાં હવે અફઘાનિસ્તાનથી આવતા અંજીર અને કિસમિસના ભાવ ઘટશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.

ડ્રાયફ્રૂટ્સના ભાવમાં 30થી 40 ટકાનો ઉછાળો

અફઘાનિસ્તાનમાં ઓગસ્ટ મહિનામાં તાલિબાને કબ્જો કર્યો એટલે સત્તા પરિવર્તન થયું. ત્યાં ચાલતી ક્રાઇસીસની અસર ભારતના વેપાર ધંધા પર પણ પડી હતી. તે સમયે વેપાર બંધ થઈ જતા ડ્રાયફ્રૂટ્સના ભાવમાં 30થી 40 ટકાનો ઉછાળો આવ્યો હતો. પરંતુ હવે ફરી વેપાર શરૂ થતાં ફરી ડ્રાયફ્રૂટ્સના ભાવ ઘટે તેવું વેપારીઓ માની રહ્યા છે.

નાના વેપારીઓને ફરક પડ્યો છે

ડ્રાયફ્રૂટ્સના વેપારી રિષભભાઈ જણાવે છે કે, ભારત અફઘાનિસ્તાનના વ્યાપારી સંબંધોને લઈ ઓવર ઓલ સારા ન્યૂઝ છે. ઓગસ્ટ મહિનામાં આ સ્ટાર્ટ થયું ત્યારે ઇમિડિયટ ઈફેક્ટથી ડ્રાયફ્રૂટ્સના હોલસેલમાં 200થી 300 રૂપિયા ભાવ વધ્યા હતા અને 400થી 500 રિટેલમાં વધ્યા હતા. અફઘાનિસ્તાનમાં અંજીર અને કિસમિસનું પ્રોડકશન વધારે છે અને ક્વોલિટી પ્રમાણે પણ અંજીર સારા હોય છે. ઓગસ્ટમાં એ વખતે હોલસેલ માર્કેટ અંજીરનું 700થી 800 હતું તે 900થી હજાર સુધી પહોંચ્યું હતું. કિસમિસમાં 600-700 હતું તે 1 હજાર સુધી પહોંચ્યું હતું.  અને રિટેલમાં 400થી 500નો ફરક પડ્યો હતો. જે વેપારીની પાસે સ્ટોક હતો તેમને કોઈ ફરક પડયો નથી. પણ નાના વેપારીઓને તેનો ફરક પડ્યો છે.

અફઘાનિસ્તાનના અંજીરના પ્રોડક્શનનું 60થી 70 ટકા વેચાણ ભારતમાં

હાલમાં અંજીર કિલોએ 1300થી 1400 ભાવ ચાલે છે. જો આ લાબું ચાલ્યું હોત તો અંજીરનો ભાવ 1700થી 1800 પહોંચી ગયો હોત. પણ પરિસ્થિતિ થાળે પડી છે. હવે વેપાર શરૂ થતાં ચોક્કસ ડ્રાયફ્રુટસના ભાવમાં ફરક પડશે.  તેની ઇફેક્ટ થતા થોડો સમય લાગશે. અફઘાનિસ્તાન સાથે વેપાર કેવી રીતે ચાલે છે. ત્યાંથી સ્ટોક કેટલો આવે છે. કેવી રીતે આવે છે તેના પર નિર્ભર છે. જોકે, અફઘાનિસ્તાનને ખ્યાલ જ છે કે, ભારતનું માર્કેટ તેમના માટે કેટલું મહત્વનું છે. અફઘાનિસ્તાનના અંજીરના પ્રોડક્શનનું 60થી 70 ટકા વેચાણ ભારતમાં થાય છે.

આ પણ વાંચો - ગાંધીનગર: 100 નવા ચેહરા અંગે સી.આર. પાટીલે કરી સ્પષ્ટતા, સમજો તેમનું ગણિત

અફઘાનિસ્તાનની તે સમયે ક્રાઇસીસ મન કારણે ઇન્ડિયન ક્રિસમસમાં ભાવમાં પણ ફરક પડ્યો. ઇન્ડિયન કિસમિસની ડિમાન્ડ વધી હતી. ઇન્ડિયન કિસમિસમાં હોલસેલમાં ભાવ 280થી 300 વધી ગયો હતો. મહત્વનું છે કે, અફઘાનિસ્તાનની વણસેલી પરિસ્થિતિના કારણે ડ્રાયફ્રૂટ્સના વેપારીઓના વેપારમાં 50 ટકાનો ઘટાડો થયો હતો. પરંતુ હવે ફરી વેપાર શરૂ થતાં વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Dryfruits, અફઘાનિસ્તાન, ગુજરાત