Home /News /ahmedabad /

Ahmedabad: રથયાત્રામાં ડ્રગ્સ ટેસ્ટિંગ કિટનો થશે ઉપયોગ, એક ટેસ્ટ અમદાવાદ પોલીસને રૂ.450 માં પડશે

Ahmedabad: રથયાત્રામાં ડ્રગ્સ ટેસ્ટિંગ કિટનો થશે ઉપયોગ, એક ટેસ્ટ અમદાવાદ પોલીસને રૂ.450 માં પડશે

ડ્રગ્સના ટેસ્ટિંગની સૌ પ્રથમ કીટ અમદાવાદ એસઓજી ક્રાઇમ લાવી છે.

જો આ કિટની કિંમતની વાત કરવામાં આવે તો તેનો ભાવ રૂપિયા 450 છે અને એક જ વખત ઉપયોગમાં લઇ શકાય તે મુજબની આ કીટ છે. અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમ આ કીટ દ્વારા ડ્રગ્સનો નશો કરનારા પર અંકુશ મેળવવામાં આવશે.

અમદાવાદ (Ahmedabad) એસઓજી ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad SOG) ડ્રગ્સ એનલિટિક ટેસ્ટ (Drugs analytics test)ની ખાસ પ્રકારની કીટ વસાવી છે. જેના આધારે ડ્રગ્સ લીધેલા વ્યક્તિનો ટેસ્ટ (Drugs analytics test) કરી માત્ર 09 જ મિનિટમાં ડ્રગ્સ લીધું છે કે નહીં અને લીધું છે તો ક્યાં પ્રકારનું ડ્રગ્સ લીધું છે તેની માહિતી મેળવી શકાશે.

અત્યારસુધીમાં આલ્કોહોલિક ટેસ્ટ માટેની કિટ શહેર પોલીસ પાસે હતી પરંતુ હવે ડ્રગ્સના ટેસ્ટિંગની સૌ પ્રથમ કીટ અમદાવાદ એસઓજી ક્રાઇમ લાવી છે. અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના ટેસ્ટ માટેની કીટ વાસવી લીધી છે. આગામી રથયાત્રામાં ઘણાંખરાં વિસ્તારોમાં આ ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ વડે ડ્રગ્સ લીધેલા હોવાની શંકાના આધારે વ્યક્તિઓની ચકાસણી કરવામાં આવશે. માત્ર 09 જ મિનિટમાં આ કીટ વડે ખ્યાલ આવી જાય છે કે વ્યક્તિએ ડ્રગ્સ લીધેલું છે કે નહીં અને બાદમાં આ કીટ વડે લીધેલા સેમ્પલને એફ.એસ.એલમાં મોકલી આપવામાં પણ આવશે.

આ પણ વાંચો- ગુજરાત પોલીસને બદનામ કરે તેવું કૃત્ય

જો આ કિટની કિંમતની વાત કરવામાં આવે તો તેનો ભાવ રૂપિયા 450 છે અને એક જ વખત ઉપયોગમાં લઇ શકાય તે મુજબની આ કિટ છે. અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમ આ કીટ દ્વારા ડ્રગ્સનો નશો કરનારા પર અંકુશ મેળવવામાં આવશે. તાજેતરમાં રથયાત્રાના રુટ પર પ્રયોગિક ધોરણે ડ્રગ્સ ચેક કરવાની કીટનો ઉપયોગ કરવામાં આવશે, ત્યારબાદ શહેરના ડ્રગ્સના હોટસ્પોટ એરિયામાં આ કીટ દ્વારા રોજ શંકાસ્પદ વ્યક્તિઓનું ટેસ્ટિંગ કરવામાં આવશે.

આ પણ વાંચો- દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ

આ ટેસ્ટિંગ કિટ થકી પોલીસને જો કોઈ વ્યક્તિ નશો લીધેલી હાલતમાં જણાશે તો સૌ પ્રથમ તે વ્યક્તિનું કાઉન્સેલિંગ કરવામાં આવશે ત્યારબાદ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તેની માહિતી મેળવવા સરળતા રહેશે અને ડ્રગ્સ વેચનાર સુધી પહોંચી શકાશે. હાલ તો આ કીટમાં ડ્રગ્સને સેવન કરતા લોકોને જેલ જવાનો વારો આવી શકે છે ત્યારે આ કીટથી કેટલા લોકો જેલ ભેગા થશે તે જોવું રહ્યું.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad news, Ahmedabad police, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

આગામી સમાચાર