Ahmedabad News: ક્રુઝમાં ગોવા મોકલી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઇ છે. ચેન્નઈથી મુંબઈ પ્લેનમાં અને ત્યાંથી ક્રુઝમાં ગોવા અને પરત ક્રુઝમાં ગોવા અને મુંબઇથી ચેન્નઇ પરત મુકી જવા માટે એક વ્યક્તિ દીઠ રૂપિયા 25 હજાર નક્કી કરવામાં આવ્યા હતાં.
અમદાવાદ: ક્રુઝમાં ગોવા મોકલી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઇ છે. ચેન્નઈથી મુંબઈ પ્લેનમાં અને ત્યાંથી ક્રુઝમાં ગોવા અને પરત ક્રુઝમાં ગોવા અને મુંબઇથી ચેન્નઇ પરત મુકી જવા માટે એક વ્યક્તિ દીઠ રૂપિયા 25 હજાર નક્કી કરવામાં આવ્યા હતાં. પોલીસે પણ આ મામલે પોતાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે કરી ત્રણ આરોપીઓની ધરપકડ
ખોખરા વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સ ક્લબ હોલીડેઝ પ્રા.લી. નામથી ટુર્સ એન્ડ ટ્રાવેલર્સનો ધંધો કરતા ઇલાંગો મુદલીયારએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, મે 2021માં તેઓ તેમના મિત્ર હસુભાઇ પટેલ સાથે તેઓ ગોવા ગયા હતાં. જ્યાં તેમની મુલાકાત હસુભાઇના મિત્ર જીગર પટેલ સાથે થઇ હતી. જે જોજો બસના નામથી ટુર્સ એન્ડ ટ્રાવેલર્સનો ધંધો કરે છે. અને સુરત ખાતે પોતાનું ક્રુઝ સુરતથી દમણ જાય છે. બાદમાં તેમણે એક બીજાને મોબાઇલ નંબરની આપ લે કરી હતી. ગોવાથી પરત આવ્યા બાદ ફરિયાદીએ જીગરને ફોન કરીને જણાવ્યું હતું કે, ચેન્નાઇ ખાતે રહેતા તેમના મિત્રને 400 માણસો સાથે ચેન્નઇથી ગોવા ક્રુઝમાં જવાનું છે. જેથી ફરીયાદી અને જીગર તેમના મિત્રને મળવા માટે ચેન્નઇ ગયા હતાં.
જીગર પટેલએ કહ્યું હતું કે, હું તમારા માણસોને ચેન્નઇથી મુંબઇ પ્લેન દ્વારા લઇ જઇશ અને ત્યાંથી ક્રુઝમાં ગોવા મોકલી આપીશ અને પરત ક્રુઝમાં ગોવાથી મુંબઇ અને મુંબઇથી ચેન્નઇ ખાતે મુકી જઇશ. જેના માટે એક વ્યક્તિ દીઠ રૂપિયા 25 હજાર ખર્ચ નક્કી કરતા ડીલ નક્કી કરવામાં આવી હતી. કેટલાક દિવસ બાદ જીગર પટેલ તેના મિત્ર લવ શર્મા અને વરૂણ શર્મા તેમની ઓફિસમાં આવ્યા હતાં. જ્યાં જીગરએ તેમને જણાવ્યું હતું કે, લવ શર્મા અને વરુણ શર્મા તેમના પાર્ટનર છે. જેમણે કહ્યું હતું કે, તમારે જે માણસો મોકલવાના છે તેના ટોકન પેટે રૂપિયા 9 લાખ આપવા પડશે.
આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી
આમ અલગ અલગ બહાના હેઠળ તેમણે રૂપિયા 57 લાખ પડાવી લીધા હતાં. 13મી ઓક્ટોમ્બર 2021ના દિવસે ફરિયાદી અને તેમના મિત્રો મુંબઇ ખાતે આવેલ ક્રુઝ ઉપર ગયા હતાં. જ્યાં તેઓને જાણવા મળ્યું હતું કે, ટ્રાયલ માટે જે ક્રુઝમાં જવાનું હતું તે કેન્સલ થયું છે. બાદમાં જ્યારે તેઓ ક્રુઝની કંપનીની ઓફિસ ખાતે ગયા હતાં. ત્યારે તેઓને જાણવા મળ્યું હતું કે તેમના નામે કોઇ બુકીંગ થયું નથી. જેથી ફરિયાદીએ ત્રણેય ગઠિયાઓને પહેલા કન્ફર્મેશન લેટર લાવી આપવા માટે કહેતા તેમણે કન્ફર્મેશન લેટર આપ્યો ના હતો. અને ક્રુઝમાં ગોવા મોકલી ના આપતા અંતે ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી. પોલીસએ આ સમગ્ર મામલે ફરીયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.