મેલેરિયાની આડઅસરથી વાળ ખરવા લાગ્યા અને સ્કિન ડેમેજ થઈ ગઈ
ડો. રેણુકાબેન સિદ્ધપુરાને મેલેરિયાની અસર થતા વાળ ખરવા લાગ્યા હતા અને સ્કિન ડેમેજ થઈ ગઈ હતી. જેને મટાડવા તેઓએ જાતે જ ઘરગથ્થુ ઉપચાર શરૂ કરી દીધા અને તેના પર રિસર્ચ કરી સફળ થયા.
Parth Patel, Ahmedabad: મંજિલ ઉન્હીકો મિલતી હૈ, જિનકે સપનો મેં જાન હોતી હૈ, પંખ સે કુછ નહી હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ.આ કહેવતને ખરા અર્થમાં ડો. રેણુકાબેન સિદ્ધપુરા એ સાબિત કર્યું છે. મેલેરિયાની અસરના લીધે તેમને વાળ અને સ્કિનની ખૂબ સમસ્યા ઊભી થઈ હતી. જેનો તેમણે જાતે જ ઉકેલ શોધી હાલમાં તેઓ આયુર્વેદના એક્સપર્ટ બની અનેક લોકોની સારવાર કરી રહ્યા છે. તો આવો આપણે પણ તેમની સફળતા વિશે જાણીએ.
મેલેરિયાની આડઅસરથી વાળ ખરવા લાગ્યા અને સ્કિન ડેમેજ થઈ ગઈ
ડો. રેણુકાબેન સિદ્ધપુરા સાથે વાત કરતા જણાવ્યું કે મેં અખંડાનંદ આયુર્વેદ કોલેજમાંથી આયુર્વેદનો અભ્યાસ કર્યો છે અને અત્યારે હાલ ડો. રેણુકા આયુનેચર કરીને ફર્મ ચલાવી રહી છું. જ્યારે હું 18 વર્ષની હતી ત્યારે મેલેરિયા થયો હતો. જેની અસર મારી સ્કિન અને વાળ પર થઈ. જેમાં વાળ ખરવા લાગ્યા હતા અને સ્કિન ડેમેજ થઈ ગઈ હતી. જેનો મને આઘાત લાગ્યો અને થયું કે આટલી નાની ઉંમરમાં મારી સ્કિન અને વાળ ડેમેજ થઈ ગયા છે તો હવે આગળ હું શું કરીશ. હવે શું થશે.
ત્યારબાદ મેં જાતે જ ઘરગથ્થુ ઉપચારો શરૂ કરી દીધા અને તેના પર રીસર્ચ કરવા લાગી. ભણવાની સાથે સાથે 200-300 રૂપિયાનો સામાન લાવી પોતાની રીતે પ્રયોગો કરવા લાગી. કહેવાય છે કે ચેરિટી સ્ટાર્ટસ ફ્રોમ હોમ. મેં ઘરને જ લેબ બનાવી દીધી હતી અને પોતે જ બનાવેલી પ્રોડક્ટ પોતાની પર જ એક્સપરિમેન્ટ કરવા લાગી. ધીમે ધીમે મારી બનાવેલી પ્રોડક્ટમાં મને સફળતા મળતી ગઈ. સાથે મારી સ્કિન અને વાળની સમસ્યામાં પણ સુધારો આવતો ગયો.
મારી સફળતા પાછળ મારા પતિ અને પરિવારનો ખૂબ મોટો ફાળો રહેલો છે. મેં 1000 રૂપિયાથી મારા બિઝનેસની શરૂઆત કરી હતી. શરૂઆતમાં 15 દિવસે એકાદ પેશન્ટ આવતું હતું. પરંતુ જેમ જેમ પેશન્ટની તકલીફો દૂર થવા લાગી તેમ તેમ પેશન્ટના રેફરન્સથી બીજા પેશન્ટો પણ તેમની તકલીફોની સમસ્યાના નિવારણ માટે આવવા લાગ્યા.
હેર ફોલ ટ્રીટમેન્ટ, હેર ટ્રાન્સપ્લાન્ટ, રી ગ્રો ટ્રીટમેન્ટ, સ્કિન ટ્રીટમેન્ટ જેવી સારવાર અહીં થાય છે
ઘરના એક નાનકડા રૂમથી શરૂ કરેલો બિઝનેસ આજે 4 શહેરોમાં 4 બ્રાન્ચ સુધી પહોંચી ગયો છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે. અત્યારે હાલમાં દરરોજ 15 થી વધુ લોકોને રેણુકાબેન માર્ગદર્શન આપી સારવાર કરે છે. શરૂઆતમાં કરેલી 1000 રૂપિયાની કમાણી આજે 1 કરોડથી પણ વધુની પહોંચી ગઈ છે.
વાળની સમસ્યા અને સારવારમાં હાલમાં હેર ફોલ ટ્રીટમેન્ટ, હેર ટ્રાન્સપ્લાન્ટ, રી ગ્રો ટ્રીટમેન્ટ પદ્ધતિથી લોકોની સારવાર કરે છે. સાથે સાથે સ્કિન ટ્રીટમેન્ટમાં પણ એક આગવી શૈલી ઊભી કરી છે. બે પ્રોડક્ટથી શરૂ થયેલી યાત્રા આજે 20 પ્રોડક્ટ સુધી પહોંચાડી દીધી છે અને 20 લોકોને રોજી પણ પૂરી પાડે છે. ભવિષ્યમાં તેઓ ફ્રેન્ચાઈઝ મોડલ પર કામ કરી તેમનો બિઝનેસ વધારશે તેવી આશા પણ વ્યક્ત કરી છે.
જો તમારે આની વધુ જાણકારી મેળવવી હોય તો www.ayunaturecare.com પર સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકો છો.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.