Home /News /ahmedabad /

અમદાવાદ: ઘરે બેઠા અભ્યાસ માટે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઉત્તમ, જાણો કેવી રીતે મળશે એડમિશન

અમદાવાદ: ઘરે બેઠા અભ્યાસ માટે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઉત્તમ, જાણો કેવી રીતે મળશે એડમિશન

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી

Dr. Babasaheb Ambedkar Open University: આ યુનિવર્સિટીમાં એડમિશન માટે કેવી રીતે ફોર્મ મળે તે જાણવું પણ એટલું જ જરૂરી છે. બી.એ. કે બી.કોમ.માં એડમિશન લેવા માટે અરજી ફોર્મ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં અભ્યાસ કેન્દ્રો પરથી મળશે. કોઈ પણ અભ્યાસક્રમ કેન્દ્ર પર ફોર્મ અને માહિતી પૂરી મળે છે.

વધુ જુઓ ...
અમદાવાદ: જો આપ ધોરણ -12 પાસ કર્યું ન હોય કે પછી 10માં ધોરણથી ઓછું ભણેલાં છો તો ગ્રેજ્યુએટ સુધી ભણવા માટે આંબેડકર ઓપન યુનિવર્સિટી (Dr. Babasaheb Ambedkar Open University) સૌથી બેસ્ટ છે. જ્યાં તમે ઘરે રહીને, ધંધો કે નોકરી કરતાં બી.એ. (B.A.) પાસ કરી શકો કે બી.કોમ. કરી શકો. બીજા સર્ટિફિકેટ કોર્સ (Certificate courses) પણ આ યુનિવર્સિટીમાં ચલાવવામાં આવે છે. જે તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત સરકારે (Gujarat Government) કરી છે. ભારત સરકારે સ્થાપેલી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (Indira Gandhi National Open University) જે રીતે અંગ્રેજીમાં અને હિન્દીમાં ભણાવે છે તેવી જ રીતે આંબેડકર ઓપન યુનિવર્સિટી ગુજરાતીમાં ભણાવે છે. જેમાં બી.એ. કે બી.કોમ. કરો તો એની માન્યતા વેલ્યૂ બીજી યુનિવર્સિટીના બી.એ. અને બી.કોમ. સમકક્ષ જ છે.

આ યુનિવર્સિટીમાં એડમિશન માટે કેવી રીતે ફોર્મ મળે તે જાણવું પણ એટલું જ જરૂરી છે. બી.એ. કે બી.કોમ.માં એડમિશન લેવા માટે અરજી ફોર્મ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં અભ્યાસ કેન્દ્રો પરથી મળશે. કોઈ પણ અભ્યાસક્રમ કેન્દ્ર પર ફોર્મ અને માહિતી પૂરી મળે છે. આર્ટ્સ ગ્રેજ્યુએટ થવું હોય તો આર્ટ્સના વિષયો ભણવાના આવે છે. બીપીપી પાસ કરયા બાદ એફ.વાય.બી.એ.માં એડિમશન મેળવો અને છેલ્લે ટી.વાય.બી.એ.ની એક્ઝામ આપી શકાય છે. આવી જ રીતે કોમર્સ ગ્રેજ્યુએટ થવું હોય તો (1) એફ.વાય.બી.કોમ. (2) એસ.વાય.બી.કોમ. અને (3) ટી.વાય.બી.કોમ.નો અભ્યાસ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કરી શકાય છે.

આ પણ વાંચો: ટ્રકચાલકની દીકરીએ સરકારી શાળામાં અભ્યાસ કરી 90% મેળવ્યા

આ ઉપરાંત ડૉક્ટરેટ ઑફ ફિલોસોફી ( Ph.D.) ઇન હ્યુમૅનિટિઝ,  માસ્ટર ઑફ આર્ટ્સ - અંગ્રેજી,  માસ્ટર ઑફ આર્ટ્સ - હિન્દી, માસ્ટર ઑફ આર્ટ્સ - સમાજશાસ્ત્ર, સ્નાતક પદવીઓ માટેનો પ્રારંભિક અભ્યાસક્રમ, બેચલર ઑફ આર્ટ્સ, બેચલર ઑફ કોમર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ડિસ્ટન્સ એજ્યુકેશન (PGDDE), ડિપ્લોમા ઇન ક્રિએટિવ રાઇટિંગ ઇન ઇંગ્લિશ (DCE), ડિપ્લોમા ઇન ક્રિએટિવ રાઇટિંગ ઇન હિન્દી (DCH), ડિપ્લોમા ઇન ફાયનાન્સિયલ મેનેજમેન્ટ (DFM), ડિપ્લોમા ઇન ટેક્ષ પ્રેક્ટિસ (ડાયરેક્ટર ટેક્સીસ- DDT), ડિપ્લોમા ઇન ઇનડાયરેક્ટર ટેક્સીસ- DIT), ડિપ્લોમા ઇન ઇન્સ્યોરન્સ -DIN) કોર્ષ કરી શકાય છે.

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ-વાલીઓને મૂંઝવતો પ્રશ્ન 'ધોરણ 10 પછી શું?'

આ ઉપરાંત ગ્રામ આરોગ્ય કાર્યકરનો ડિપ્લોમા - DVHW ), સર્ટિફિકેટ ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન -CFN ),  સર્ટિફિકેટ ઇન કમ્પ્યુટિંગ -CIC),  સર્ટિફિકેટ ઇન ટૂરિઝમ માર્કેટિંગ- CTM ), સર્ટિફિકેટ ઇન ટૂરિઝમ મેનેજમેન્ટ -CMT), સર્ટિફિકેટ ઇન પર્સનલ કમ્પ્યૂટર સૉફ્ટવેર- CPCS ), સર્ટિફિકેટ ઇન ટીચિંગ ઑફ ઇંગ્લિશ- CTE ), સર્ટિફિકેટ ઇન એન્વાયર્નમેન્ટ સ્ટડીઝ- CSE), સર્ટિફિકેટ ઇન કન્ઝ્યુમર પ્રોટેક્શન- CCP ), સર્ટિફિકેટ ઇન પાર્ટિસિપેટરી ફોરેસ્ટ મેનેજમેન્ટ- CPFM ), સર્ટિફિકેટ ઇન નેચરોપથી- CIN ), સર્ટિફિકેટ ઇન હેન્ડલૂમ વિવર- CIHV ), સર્ટિફિકેટ ઇન મિકેનિક- CIJM), સર્ટિફિકેટ ઇન હ્યુમન રાઇટ્સ- CHR ) જેટલા કોર્સ કરાવવામાં આવી રહ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Results, University, શિક્ષણ

આગામી સમાચાર