જાગૃત વાલીઓએ હોબાળો કરતા બોપલની ડીપીએસ સ્કૂલ હવે સરકારી વિધેયક પ્રમાણે જ ફી લેશે

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 17, 2017, 3:30 PM IST
જાગૃત વાલીઓએ હોબાળો કરતા બોપલની ડીપીએસ સ્કૂલ હવે સરકારી વિધેયક પ્રમાણે જ ફી લેશે
રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં ફી નિયમન વિધેયક પસાર કરી ખાનગી શાળાઓ દ્વારા જે શિક્ષણનો વેપાર કરવામાં આવતો હતો તેની પર લગામ કસી છે. પરંતુ ચોક્કસ નોટીફીકેશન ના અભાવના કારણે હજી પણ સંખ્યાબધ શાળાઓ દ્વારા મનસ્વીપણે ફી ઉઘરાવવામાં આવે છે ત્યારે આજે અમદાવાદ બોપલમાં આવેલ ડીપીએસ સ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. ડીપીએસ દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓ પાસે ફી ની ઉઘરાણી કરવામાં આવતી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 17, 2017, 3:30 PM IST
રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં ફી નિયમન વિધેયક પસાર કરી ખાનગી શાળાઓ દ્વારા જે શિક્ષણનો વેપાર કરવામાં આવતો હતો તેની પર લગામ કસી છે. પરંતુ ચોક્કસ નોટીફીકેશન ના અભાવના કારણે હજી પણ સંખ્યાબધ શાળાઓ દ્વારા મનસ્વીપણે ફી ઉઘરાવવામાં આવે છે ત્યારે આજે અમદાવાદ બોપલમાં આવેલ ડીપીએસ સ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. ડીપીએસ દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓ પાસે ફી ની ઉઘરાણી કરવામાં આવતી હતી.

જયારે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ નોટીફીકેશન ના હોવાના કારણે વાલીઓ અસમંજસ ના માહોલમાં હતા કે શાળાએ નિયત કરેલ ફી ભરે કે પછી સરકાર દ્વારા પાસ કરવામાં આવેલ ફી અધિનિયમ વિધેયક પ્રમાણે ફી ભરે. આજે વહેલી સવારે ૧૦૦ થી વધુ વાલીઓએ એકત્ર થઇ બોપલ ડીપીએસ સ્કૂલ પહોચ્યા હતા અને ડીપીએસ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી હતી. જ્યાં સરકારના નિર્દેશ અને વાલીઓની માંગની સામે ડીપીએસ સ્કૂલ ઝુંકી હતી અને સરકારી વિધેયક પ્રમાણે ફી ભરવા માટે વાલીઓને કહેવામાં આવતા વાલીઓ દ્વારા મોટી રાહત ની લાગણી ફેલાઈ હતી.

ખાસ કરીને ડીપીએસ સ્કૂલમાં વિદ્યાર્થી ને રૂપિયા ૯૦ હજાર થી એક લાખ સુધી ફી ભરવી પડતી હતી. પરંતુ હવે સરકારી વિધેયક બાદ વિદ્યાર્થીની સ્કૂલમાં માત્ર ૧૫ હજાર રૂપિયા જેટલી ફી ભરવાનો નિર્દેશ બાદ ક્યાંક ને ક્યાંક વાલીઓ દ્વારા મોટી રાહત નો શ્વાસ લેવામાં આવ્યો છે.
First published: April 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर