Home /News /ahmedabad /સગીરાની દર્દનાક આપવીતી: માતા પિતા પાસે નથી રહેવું, નહીંતર પિતરાઈ ભાઈ પિંખી નાખશે

સગીરાની દર્દનાક આપવીતી: માતા પિતા પાસે નથી રહેવું, નહીંતર પિતરાઈ ભાઈ પિંખી નાખશે

વેજલપુર વિસ્તારમાં 16 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

Ahmedabad Crime: 16 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ થતા પોલીસ ફરિયાદ નોંધાઇ, જેમાં આરોપી અન્ય કોઈ નહીં પરંતુ સગીરાનો પિતરાઈ ભાઈ હોવાનું ખુલ્યું છે.

અમદાવાદ: શહેરના વેજલપુર વિસ્તારમાં 16 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં આરોપી અન્ય કોઈ નહીં પરંતુ સગીરાનો પિતરાઈ ભાઈ હોવાનું ખુલ્યું છે. આ ઘટના સંદર્ભે વેજલપુર પોલીસે યુવક સામે ગુનો નોંધીને તેની ધરપકડની પ્રક્રિયા તેજ કરી છે.

વેજલપુર વિસ્તારમાં રહેતા 58 વર્ષીય મહિલાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓ પોતાના દીકરા સાથે રહે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની દીકરીની 16 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બનતા મામલો પોલીસમથકે પહોંચ્યો છે. જેમાં 16 સપ્ટેમ્બર 2022ના સાંજના સમયે ફરિયાદી ઘરે હાજર હતા, તે સમયે તેમની ભાણીએ ફોન કરી પોતે આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે મારા પિતા સાથે આવી છે અને તમારા ઘરે આવવું છે, પિતાજી સાથે રહેવું નથી તેવી વાત કરતા ફરિયાદી દિકરા સાથે આનંદનગર પોલીસ સ્ટેશનને ગયા હતા અને કિશોરીને ઘરે લાવીને અચાનક પોલીસ સ્ટેશન કેમ જવું પડ્યું તે અંગે પૂછપરછ કરી હતી.

સગીરાએ નાનીને જણાવ્યું હતું કે, મોટા બાપાનો દીકરો ઘણા સમયથી તેની પર નજર બગાડે છે અને ફેબ્રુઆરી મહિનામાં સગીરા ઘરે એકલી હાજર હતી, ત્યારે પિતરાઈ ભાઈ ઘરે આવ્યો હતો અને પકડી રાખી જબરદસ્તી કરી યુવતી સાથે શારીરિક છેડતી કરી આ વાત કોઈને કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેના કારણે સગીરા ડરી જતા તેણે આ બાબતની જાણ કોઈને કરી ન હતી. જે બાદ માર્ચ મહિનામાં બપોરના સમયે ફરીથી યુવતી ઘરે એકલી હતી, તે દરમિયાન પિતરાઈ ભાઈ ત્યાં આવ્યો હતો અને ઘરનો દરવાજો બંધ કરી જબરદસ્તી યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીએ આ બાબત કોઈને કહીશ તો તને તથા તારી બહેન અને તારા દાદીને જાનથી મારી નાખીશ તે પ્રકારની ધમકી આપી જતો રહ્યો હતો, જેથી સગીરા ગભરાઈ ગઈ હતી.

આ પણ વાંચો:અરવલ્લી: રિક્ષા અને બાઇક ધડાકાભેર અથડાયા, બે લોકોનાં મોત

જે ઘટનાના એક મહિના બાદ એપ્રિલ મહિનામાં ફરીવાર પિતરાઈ ભાઈ સગીરાના ઘરે પહોંચ્યો હતો અને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદમાં ઓગસ્ટ મહિનામાં દુષ્કર્મ ગુજાર્યું હતું, એમ અલગ અલગ ત્રણ વાર 16 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ ગુજારવામાં આવતા અંતે પિતરાઈ ભાઈના ત્રાસ અને ડરથી કંટાળીને તે આનંદનગર પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં યુવતીના પિતા તેને લેવા માટે આવ્યા હતા, પરંતુ તે પિતા સાથે રહેવા જાય તો ફરીથી પિતરાઈ ભાઈ તેની સાથે જબરદસ્તી દુષ્કર્મ કરે તેવો ડર હોવાથી તે પિતા સાથે રહેવા માંગતી ન હતી અને જેના કારણે તેણે પોતાના નાનીને ફોન કરીને આ સમગ્ર બાબતની હકીકત જણાવી હતી. સગીરાના નાનીએ આ મામલે દીકરીને જાણ કરતા તે પણ ચોંકી ઉઠી હતી અને અંતે આ ઘટના સંદર્ભે વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવક સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી આરોપીની ધરપકડ કરવાની તજવીજ તેજ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन
विज्ञापन