ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા દિવસે જ 'ઓબામાકેયર' વિરૂધ્ધ આદેશ પર કર્યા હસ્તાક્ષર

Haresh Suthar | News18 Gujarati
Updated: January 21, 2017, 1:54 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા દિવસે જ 'ઓબામાકેયર' વિરૂધ્ધ આદેશ પર કર્યા હસ્તાક્ષર
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણના ગણતરીના કલાકોમાં જ ઓબામાકેયરના આર્થિક બોજને હળવો કરવાના ઇરાદે વચગાળાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 21, 2017, 1:54 PM IST
નવી દિલ્હી #અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણના ગણતરીના કલાકોમાં જ ઓબામાકેયરના આર્થિક બોજને હળવો કરવાના ઇરાદે વચગાળાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.

ટ્રમ્પે એક પાનાના આ આદેશ પર હસ્તાક્ષર કરી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પ્રચાર અભિયાન અંતર્ગત ઓબામાના આરોગ્ય સંભાળના કાયદાને રદ કરવા માટેના પોતાના વચનને પુરૂ કરવાની દિશામાં કદમ માંડ્યા છે.

ટ્રમ્પે અમેરિકાના 45મા રાષ્ટ્રપતિના રૂપમાં કાર્યભાર સંભાળતાં વેંત જ પહેલો કાર્યકારી આદેશ જારી કર્યો છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ સીન સ્પાઇસરે વોશિંગ્ટનમાં પત્રકારોને કહ્યું કે, શપથગ્રહણ સમારોહની પરેડ સમાપ્ત થતાં જ ટ્રમ્પે ઓવલ કાર્યાલય જઇને અફોર્ડેબલ કેયર એક્ટ સંબંધી આદેશ પર હસ્તાક્ષર કર્યા જેમાં વિભાગો અને એજન્સીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, પ્રક્રિયા અંતર્ગત તે ઓબામા કેયરના બોજને હળવો કરે.

આ આદેશનું શીર્ષક છે મિનિમાઇજિંગ ધ ઇકોનોમી બર્ડન ઓફ ધ પેશન્ટ પ્રોટેકશન એન્ડ અફોર્ડેબલ કેયર એક્ટ પેંન્ડિંગ રિપીલ, વ્હાઇટ હાઉસે આ અંગે કોઇ જાણકારી આપી નથી. કે ટ્રમ્પે પોતાના આ આદેશથી કયા કાયદાને નિશાન બનાવવા ઇચ્છે છે. અહીં નોંધનિય છે કે, ટ્રમ્પે ગઇ કાલે જ રાષ્ટ્રપતિના શપથ લીધા હતા.
First published: January 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर