Home /News /ahmedabad /અમદાવાદઃ પ્રેમ લગ્ન કરી પતિએ પત્નીને મોકલી દીધી પિયર, સાસરે લાવી બોલાવ્યો ભુવો અને....

અમદાવાદઃ પ્રેમ લગ્ન કરી પતિએ પત્નીને મોકલી દીધી પિયર, સાસરે લાવી બોલાવ્યો ભુવો અને....

પ્રતિકાત્મક તસવીર

અમારા ઘરમાં રહેવું હોય તો મારા ભાઈની બીજી પત્ની તરીકે રહેવું પડશે અને તારા પિતા પાસેથી પાંચ લાખ રૂપિયા દહેજ પેટે લઈ આવવા પડશે તો જ અમે તને રાખીશું.

અમદાવાદ: દિવસેને દિવસે પરિણીતાઓ ઉપર અત્યાચારના કિસ્સાઓ (Domestice violence) વધી રહ્યા હોય તેમ એક બાદ એક અલગ અલગ ઘટનાઓ સામે આવી રહી છે. મહિલા પોલીસ સ્ટેશનમાં (woman police station) એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે તેને એક યુવક સાથે કોર્ટ મેરેજ (court marriage) કર્યા હતા. જોકે પરિવારજનોને આ લગ્ન મંજૂર ન હોવાથી તેના પતિએ તેને પિયરમાં જવા માટે કહેતા આ યુવતી પિયરમાં જતી રહી હતી. જોકે આ યુવતીનો પતિ તેને જ્યારે સાસરે તેડી ગયો ત્યારે બીજા જ દિવસે એક ભુવાજીને બોલાવ્યો હતો અને તેની ઉપર મેલી વિદ્યા (black magic) કરાવવાનું કહ્યું હતું. જો કે યુવતીએ મનાઈ કરતા સાસરિયા ગુસ્સે ભરાયા હતા. બાદમાં તેની ઉપર દિવસે ને દિવસે ત્રાસ ગુજારતા રહ્યા હતા. આટલું જ નહીં યુવતીની નણંદએ એવું પણ કહ્યું હતું કે તારે અહિં રહેવું હોય તો મારા ભાઈની બીજી પત્ની બનીને રહેવું પડશે અને પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લઈને (dowry case) આવવું પડશે. સમગ્ર બાબતને લઈને પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

શહેરના સાબરમતી (sabarmati) વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી (Beauty parlor) કામકાજ કરે છે. તેણે વર્ષ 2020માં એક યુવક સાથે ઘીકાટા કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બંનેની મરજીથી થયા હતા. પરંતુ પરિવારના સભ્યોને પ્રેમ લગ્ન બાબતે જણાવેલ હતું નહીં. જેથી લગ્ન બાદ આ યુવતી તેના પતિના કહેવાથી પિયર રહેવા જતી રહી હતી અને પિયરમાં બે મહિના જેટલું રોકાયા બાદ તેના પતિએ તેને ફોન કર્યો હતો અને પિયરથી નીકળી યુવતી તેના નણંદના ઊંઝાના ઉનાવા ગામ ખાતે રહેવા ગઈ હતી. આ યુવતી નણંદના ઘરે આશરે 12 દિવસ રોકાઈ હતી અને તેનો પતિ તથા સાસુ સસરા નરોડા ખાતે રહેતા હતા.

ત્યાર બાદ યુવતીના પિતાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હોવાથી જવાબ લખાવવા માટે પતિ સાથે આ યુવતી સાબરમતી પોલીસ સ્ટેશન આવી હતી અને બાદમાં તેના સાસરે રહેવા ગઇ હતી. સાસરે રહેવા ગઈ તેના બીજા દિવસે જ યુવતીના પતિ તથા સાસરિયાઓએ કોઈ ભુવાજી ને ઘરે બોલાવ્યા હતા અને તેની ઉપર મેલી વિધિ કરવાનું જણાવ્યું હતું. જેથી યુવતીએ ના પાડતા તેના પતિએ તેની સાથે ઝઘડો કર્યો હતો અને કહ્યું કે મારા કહેવા મુજબ નહીં કરે તો હું તને જાનથી મારી નાખીશ.

આ પણ વાંચોઃ-જેલમાં બંધ પતિ સાથે શરીર સંબંધ બાંધવા માટે મહિલા પહોંચી હાઇકોર્ટ, શું આપ્યું કારણ?

આ પણ વાંચોઃ-રાજકોટઃ માતા-પિતાએ ઓનલાઈન અભ્યાસ માટે આપ્યો હતો પુત્રીને મોબાઈલ, ધો.12ની વિદ્યાર્થિનીનો કડવો અનુભવ

બીજી તરફ યુવતીના સાસુ આ લગ્ન જીવનથી ખુશ ન હોવાથી વારંવાર મહેણાં મારતા હતા અને કહેતા હતા કે મરજી વિરુદ્ધ મારા દીકરા સાથે લગ્ન કર્યા છે અને અમને તું પસંદ નથી. બાદમાં યુવતીની નણંદ પણ તેને મહેણાં મારતી હતી કે મારા ભાઈને ફોસલાવીને લગ્ન કર્યા છે. અમારા ઘરમાં રહેવું હોય તો મારા ભાઈની બીજી પત્ની તરીકે રહેવું પડશે અને તારા પિતા પાસેથી પાંચ લાખ રૂપિયા દહેજ પેટે લઈ આવવા પડશે તો જ અમે તને રાખીશું. આટલું જ નહીં ગંદી ગાળો બોલી સાસરિયાઓ આ યુવતીને જેમ ફાવે તેમ બોલતા હતા અને અમે અમારા સમાજમાં જ તારા કરતાં સારી છોકરી લાવીશુ તેમ કહી તેને ત્રાસ આપતા હતા.

આ પણ વાંચોઃ-દાહોદઃ ડોક્ટર બન્યા દંપતી માટે 'ભગવાન', 20 વર્ષે ગરીબના ઘરે પારણું, બિલ માટે ખેતર વેચવાની ફરજ પડતાં તબીબે બિલ માફ કર્યું

આ પણ વાંચોઃ-વૈભવી જીવન જીવવાની આદી સાડીના ધંધાના નામે મહિલા ચલાવતી હતી દેહવ્યાપારનો વેપલો, વિધવા મહિલાઓ પાસે કરાવતી 'ગંદુ' કામ

એક દિવસ યુવતીનો પતિ કહ્યા વગર જ ઉનાવા ખાતે જતો રહ્યો હતો અને યુવતી તેના પતિને ફોન કરતી હતી પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહીં અને ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. બાદમાં સાસરિયાઓએ આ યુવતીને કહ્યું કે તારો પતિ કઈ કમાતો નથી જેથી તારે નોકરી કરવી પડશે અને જો તારે નોકરી ના કરવી હોય તો તારા પિતાના ઘરે જતી રહે.બાદમાં યુવતીને જાણ થઈ કે તેના પતિને ઉર્વશી નામની યુવતી સાથે આડા સંબંધ છે જેથી તેનો પતિ કહેતો હતો કે તેને ઉર્વશી સાથે લગ્ન કરવાના છે, તારે જે કરવું હોય તે તું કરજે. સાસરિયાઓના ત્રાસથી કંટાળી આ યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
First published:

Tags: Domestice violance, Dowry case, Woman, અમદાવાદ, પોલીસ