પતિ-પત્નીના ઝઘડામાં રસ નથી, માત્ર બાળકના ભવિષ્યમાં છે રસઃ હાઈકોર્ટ

P
Updated: January 1, 1970, 5:30 AM IST
પતિ-પત્નીના ઝઘડામાં રસ નથી, માત્ર બાળકના ભવિષ્યમાં છે રસઃ હાઈકોર્ટ
અમદાવાદ#જામનગરમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના કેસમાં સાત વર્ષના બાળકની હાલત કફોડી બની છે. હાઈકોર્ટમાં પત્નીની રજૂઆત હતી કે, તેને તેના પતિ સાથે રહેવું નથી. આ ઉપરાંત, પત્નીની માંગ છે કે, તેના બાળક અને તેના માટે સિક્યુરિટી ડિપોઝીટ આપવામાં આવે.

  • Share this:
અમદાવાદ#જામનગરમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના કેસમાં સાત વર્ષના બાળકની હાલત કફોડી બની છે. હાઈકોર્ટમાં પત્નીની રજૂઆત હતી કે, તેને તેના પતિ સાથે રહેવું નથી. આ ઉપરાંત, પત્નીની માંગ છે કે, તેના બાળક અને તેના માટે સિક્યુરિટી ડિપોઝીટ આપવામાં આવે. હાઈકોર્ટે પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવાની ઘણી કોશિશ કરી હતી. જો કે, પતિની રજૂઆત હતી કે, તેની પત્નીને તે સાથે રાખશે તો તેને તેના માતા-પિતાથી અલગ રહેવા જવું પડશે. પતિની એ પણ રજૂઆત હતી કે, તેના પિતા પર તેની પત્નીએ ખોટા આરોપ લગાવ્યા છે. તેથી તેના પિતા તેની સાથે રહેવા માંગતા નથી. સુનાવણી બાદ, હાઈકોર્ટે ટકોર કરી હતી કે, તેને પતિ-પત્નીના ઝઘડામાં રસ નથી, પરંતુ સાત વર્ષના બાળકના ભવિષ્યમાં રસ છે. આ બાળક કરોડ રજ્જુની બિમારીથી પીડાઈ રહ્યો છે. હાલ તો, હાઈકોર્ટે બન્નેને બે સપ્તાહનો સમય આપ્યો છે.
First published: September 18, 2015
વધુ વાંચો
अगली ख़बर