Home /News /ahmedabad /અમદાવાદઃ પતિએ પહેલાં લગ્ન છુપાવ્યા તો નણંદોઈએ પરિણીતાની સાડી ખેંચી નાજુક અંગ સ્પર્શ કરવા કરી કોશિશ

અમદાવાદઃ પતિએ પહેલાં લગ્ન છુપાવ્યા તો નણંદોઈએ પરિણીતાની સાડી ખેંચી નાજુક અંગ સ્પર્શ કરવા કરી કોશિશ

પરિણીત મહિલા પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime News: પરિણીતાએ લગ્ન (Marriage) કર્યા ત્યારથી જ તેના સાસરિયાઓએ તેને પિયરમાંથી દહેજ (dowry) લાવવા માટે દબાણ કરતા હતા. ગાડી લાવવા, ઘરમાં સામાન લાવવા તથા ફ્લેટ લાવવા માટે લાખો રૂપિયા આ સાસરિયાઓ લઈ ચૂક્યા હતા.

અમદાવાદ: અમદાવાદ શહેરમાં (Ahmedabad news) રહેતી એક પરિણીતાએ (married woman) તેના સાસરિયાઓ સામે ફરિયાદ (police complaint) નોંધાવી છે. આ યુવતીએ લગ્ન કર્યા ત્યારથી જ તેના સાસરિયાઓએ તેને પિયરમાંથી દહેજ (dowry) લાવવા માટે દબાણ કરતા હતા. ગાડી લાવવા, ઘરમાં સામાન લાવવા તથા ફ્લેટ લાવવા માટે લાખો રૂપિયા આ સાસરિયાઓ લઈ ચૂક્યા હતા. જ્યારે લગ્ન થયા ત્યારે પણ યુવતીના પિયરજનો એ લાખો રૂપિયા દહેજ આપ્યું હોવા છતાં પણ ફરી એક વખત દહેજ માંગી તેને ત્રાસ આપતા હતા.

યુવતીએ જ્યારે મહિલા પોલીસને જાણ કરી ત્યારે પોલીસે કાર્યવાહી કરતાં યુવતીના સસરાએ તેને તથા તેના પિતાને મારી નાખવાની ધમકી પણ આપી હતી. અને તેના પતિએ તેનો પીછો છોડવા માટે ધમકી આપી હતી. એટલું જ નહીં યુવતીનો નણદોઈ તેની સાડી ખેંચી તેને સ્પર્શ કરી છેડતી કરતો હતો. જ્યારે યુવતીને ગર્ભ રહ્યો હતો ત્યારે બાળક નથી જોઇતું તેમ કહી તેને સાસરિયાઓએ ગોળી આપી અને પપૈયું ખવડાવતા યુવતીને ગર્ભપાત થઈ ગયો હતો.

મૂળ ભરૂચ થી ૩૫ વર્ષીય યુવતી હાલ તેના માતા-પિતા સાથે એક વર્ષથી રહે છે. તેના લગ્ન ઠક્કર નગર ના એક યુવક સાથે થયા હતા. લગ્નમાં પિયરજનોએ દહેજમાં સોનાના દાગીના આપ્યા હતા અને રીસેપ્શન ના ત્રણ લાખ ઉપરાંત ફર્નિચર અને રસોડાના સામાન પણ આપ્યા હતા. ત્યારે તેની સાસુએ હાલ કાર નો જમાનો છે તો તમારે કારની વ્યવસ્થા કરવી પડશે તેમ યુવતીના માતા-પિતાને જણાવતા યુવતીના પિતાએ 2.40 લાખ રૂપિયા આપ્યા હતા અને 1.60 લાખ યુવતીના સસરાના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.

લગ્ન બાદ યુવતીએ અભ્યાસ ચાલુ રાખવાનો અને યુ.પી.એસ.સી.ની પરીક્ષા ની તૈયારી ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું. યુવતીએ લગ્નના છ માસ બાદ કારના પૈસા આપ્યા હોવાથી કાર લાવવા બાબતે પૂછપરછ કરતાં તેના પતિ અને સાસુનો વ્યવહાર બદલાઈ ગયો હતો. વર્ષ 2019માં યુવતીને ગર્ભ રહેતા તેણે આ બાબતની જાણ સાસુને કરી હતી. ત્યારે સાસુ એ અમારે બાળક જોઇતું નથી તારે બાળક જોઈતું હોય તો તારા બાપને કે તારા પતિના નામે 20 લાખની એફડી કરી દે તેમાંથી તારા બાળકની પરવરીશ અમે કરીશું કહીને યુવતીને ગર્ભ ન રહે તે માટે દવાખાનામાંથી ગોળીઓ અને પપૈયું ખવડાવતાં હતા.

જેથી આ યુવતીની તબીયત બગડી હતી ત્યારે ડોક્ટર પાસે જતાં યુવતીને બે માસ ઉપરનો ગર્ભ થઈ ગયો હોવાથી ગર્ભપાત કરવો જીવનો જોખમ છે તેમ કહી ગોળીઓ આપી હતી. ત્યાર બાદ યુવતીને બ્લીડીંગ થયું અને ગર્ભપાત થઈ ગયો હતો. આ પ્રકારનો ત્રાસ તેના સાસરિયાઓએ આપતા યુવતી કંટાળી ગઈ હતી. આટલું જ નહીં યુવતીનો નણંદોઈ બદ ઈરાદો રાખી તેને ખરાબ નજરે જોતો અને તેની સાથે છેડતી કરતો હતો.

આટલું જ નહીં તે ખરાબ રીતે અડપલા કરતો અને જ્યારે યુવતી એકલી હોય ત્યારે તેની સાડીનો છેડો ખેંચી છેડતી કરતો તથા યુવતીના નાજુક અંગોને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતો હતો. ત્યારે આ બાબતે યુવતી તેના પતિને જાણ કરતી ત્યારે તે તેના બનેવી નો પક્ષ લેતો હતો. યુવતી પિયરમાં રક્ષાબંધન કરવા ગઈ હતી ત્યારબાદ પરત સાસરે આવી ત્યારે પિયરમાંથી શું લઈને આવી છે તેમ કહી તેના સાસરિયાઓ બિભત્સ ગાળો બોલી તેને ત્રાસ આપવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ-રાજકોટ : સૂરજ ભુવાજી પર લાગ્યો દુષ્કર્મ અને ગર્ભપાત કરાવવાનો આરોપ, યુવતીએ પોલીસ સ્ટેશનમાં પીધું ઝેર

ઘરની ચોકડી માં ટાઇલ્સ નાખવા માટે પણ યુવતીને તેના પિયરમાંથી પૈસા લાવવાનું સાસરિયાઓ કહેતા હતા. બાદમાં એક ફ્લેટ લેવા માટે પણ 15 લાખ રૂપિયા યુવતીને તેના પિતા પાસે લઈ આવવા માટે દબાણ કરતા હતા. યુવતીને તેના લગ્ન જીવન દરમિયાન જાણવા મળ્યું કે તેના પતિના આ બીજા લગ્ન હતાં અને પ્રથમ લગ્નની વાત તેના પતિ એ તેને કરી ન હતી.

આ પણ વાંચોઃ-ગોધરાઃ અડધી રાત્રે પુત્રએ લાકડાના ફટકા મારી માતાની કરી હત્યા, કારણ છે ચોંકાવનારું

તે બાબતે પૂછતાં યુવતીને તેના પતિએ મારી હતી અને સસરાએ કહ્યું કે હવે તારી જરૂરિયાત પૂરી થઈ ગઈ છે તારા પતિને છોડી દે નહીં તો જીવથી જઈશ તેવી ધમકી આપી હતી અને ઘરમાંથી કાઢી મુકી હતી. જે તે સમયે યુવતીએ 181 મહિલા હેલ્પ લાઇન ઉપર ફોન કરતા કૃષ્ણનગર પોલીસે તેના પતિ વિરુદ્ધ માં કાર્યવાહી કરી હતી. ત્યારે બીજા દિવસે યુવતીને તેના સસરાએ ધમકી આપી કે હવે તું મારા દીકરાને ભૂલી જજે નહિતર તને અને તારા પિતાનું ખૂન કરી નાખીશ.
" isDesktop="true" id="1183036" >

અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ યુવતીનો પતિ રિવરફ્રન્ટ ખાતે તેને મળવા આવ્યો હતો અને કહ્યું કે તું મારો પીછો છોડી દે તારો બાપ હવે ખાલી થઈ ગયો છે તારા બાપની પાસે જે જોઈતું હતું તે મળી ગયું હવે તો મારો પીછો નહીં છોડે તો હું જાનથી મારી નાખીશ. આ પ્રકારની ધમકી આપતા યુવતીએ સમગ્ર બાબતને લઇને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Dowry case, Police complaint

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन