Home /News /ahmedabad /પતિએ પત્નીને કહ્યું કે, ‘તે મારા બાળકની મા બનવાની છે એટલે મારે તારી કે બાળકોની જરૂર નથી’

પતિએ પત્નીને કહ્યું કે, ‘તે મારા બાળકની મા બનવાની છે એટલે મારે તારી કે બાળકોની જરૂર નથી’

‘પતિ, પત્ની ઔર વો’

Domestic Violence: અમદાવાદ શહેરના કૃષ્ણ નગર વિસ્તારમાં વધુ એક ‘પતિ, પત્ની ઔર વો’નો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સબંધ હોવાથી બાળકો સાથે પરિણીતાને ઘર માંથી કાઢી મુકી છે. તેમજ તે મારા બાળકની મા બનવાની છે એટલે મારે તારી કે બાળકોની જરૂર નથી તેમ કહી તેનો પતિ પ્રેમિકા સાથે રહેવા ચાલી ગયો.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદ શહેરના કૃષ્ણ નગર વિસ્તારમાં વધુ એક ‘પતિ, પત્ની ઔર વો’નો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સબંધ હોવાથી બાળકો સાથે પરિણીતાને ઘર માંથી કાઢી મુકી છે. તેમજ તે મારા બાળકની મા બનવાની છે એટલે મારે તારી કે બાળકોની જરૂર નથી તેમ કહી તેનો પતિ પ્રેમિકા સાથે રહેવા ચાલી ગયો. શહેરમાં દિવસેને દિવસે અત્યાચારોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. એક દિવસમાં બે ઘરેલું હિંસાના બનાવો સામે આવ્યા છે.

પતિ નાની બાબતોમાં તેની સાથે ઝઘડો કરતો


સરદાર નગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તેના પતિ અને સાસરીયા નાની નાની બાબતોમાં તેની સાથે બોલાચાલી અને ઝઘડો કરતા હતા અને તેનો પતિ અવારનવાર તેના પર હાથ પણ ઉપાડતો હતો. તારા માતા પિતાએ લગ્ન વખતે અમે જેટલા દાગીના કીધા હતા તેના કરતા ઓછા દાગીના આપેલા છે. એટલે તું તારા પિયરમાંથી દહેજના 25 લાખ રૂપિયા લઈ આવ દબાણ કરતા હતા. જ્યારે તેના પતિને અન્ય સ્ત્રી સાથે લગ્ન કરવા હોવાથી અવાર નવાર છૂટાછેડા આપવાનું કહીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા.

આ પણ વાંચો: ચાઈનીઝ દોરી સાથે બે આરોપીઓને રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

પત્નીને જાનથી મારી તેવી ધમકી પણ આપી


ઉલ્લેખનીય છે કે, તેના પતિએ તેને ઘરમાંથી કાઢી મુકેલ હતી અને જો ફરીથી મારા ઘરે આવીશ તો તને જાનથી મારી તેવી ધમકી પણ આપી હતી.
જોકે ઘણા સમય પછી પણ તેના સાસરીવાળા તેને તેડી ન જતા પરણીતા બંને બાળકો સાથે સાસરીમાં રહેવા માટે ગયેલ પરંતુ તેના પતિ અને સાસુ સસરાએ ઝઘડો કરીને ઘરેથી કાઢી મુકેલ તેમજ તેના પતિએ ધમકી આપી હતી કે આજ પછી આ ઘરમાં પગ મૂક્યો છે તો તને જીવતી સળગાવી નાખીશું. મારે તો તેની સાથે સારા સંબંધ છે અને તે મારા બાળકનીમાં બનવાની છે એટલે મારે તારી કે બાળકોની જરૂર નથી.

આ પણ વાંચો: ‘પતિ, પત્ની ઔર વો’  પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્ધ પત્નીની ફરિયાદ

પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી


પતિ દ્વારા તેને આવુ કહેવામાં આવતા પત્ની તેના પિયર આવી ગયેલ હતી. બાદમાં ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં દિવસેને દિવસે અત્યાચારના બનાવો સામે આવી રહ્યા છે. આજે જ અમદાવાદમાં બે બનાવો સામે આવ્યા છે. પોલીસ પણ આ મામલે તપાસ કરી કાર્યવાહી કરી રહી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Domestic Violance, Domestice violence, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन