Home /News /ahmedabad /શું વાત કરો છો? અમદાવાદમાં બાળકોનાં દાંતની સારવારમાં ડોગ્સ થેરાપીનો ઉપયોગ થશે 

શું વાત કરો છો? અમદાવાદમાં બાળકોનાં દાંતની સારવારમાં ડોગ્સ થેરાપીનો ઉપયોગ થશે 

અમદાવાદમાં નવી થેરાપી શરુ થવા જઇ રહી છે.

Ahmedabad News: અમદાવાદમાં પશુઓની સહાયથી સારવારનો અનોખો અભિગમ દાખવીને તેનો અમલ કર્યો હતો. તેમની પાસે સ્નો, સ્કાય, સ્ટોર્મ, શાઈન અને સેન્ડી નામના પાંચ સર્ટિફાઈડ ડોગ્ઝ છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: બાળકો માટે ખાસ ડિઝાઈન કરવામાં આવેલા કિડ્ઝ ડેન્ટલ સ્ટુડિયોએ પ્રથમ વખત બાળકોના દાંતના આરોગ્ય અંગે જાણકારી આપતી અને ચર્ચા કરતી વર્કશોપનું આયોજન કર્યું છે. આ ઉપરાંત એક ખાસ બેઠકમાં થેરાપી ડોગ્ઝ રજૂ કરવામાં આવ્યા હતા. કિડ્ઝ ડેન્ટલ સ્ટુડિયો થેરાપી ડોગ્ઝના ઉપયોગ દ્વારા બાળકોને થતું માનસિક તણાવ અને દર્દનું સ્તર ઘટાડવામાં પાયોનિયર બની છે. કિડ્ઝ ડેન્ટલ સ્ટુડિયો, નવરંગપુરા ખાતે આ વર્કશોપનો “હેલો સોંગ” સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે બાળકોને થેરાપી ડોગ્ઝથી પરિચિત કરે છે. ત્યાર પછી પેડોડોન્ટીસ્ટ અને કિડ્ઝ ડેન્ટલ સ્ટુડિયોના કો-ફાઉન્ડર ડો. ઉમંગી લેખડિયાએ વર્કશોપમાં ભાગ લઈ રહેલા લોકોને દાંતના આરોગ્ય અંગે દાંતના સૈનિકો અને દુશ્મનોની વાર્તા સ્વરૂપે સમજ આપી હતી. વર્કશોપમાં સામેલ થયેલા બાળકોએ થેરાપી ડોગ્ઝ સાથે સમગ્ર વર્કશોપ દરમ્યાન ડેન્ટલ હાઈજીન અંગે ગેમ્સ રમી હતી.

બાળકોને સાચી રીતે બ્રશનો ઉપયોગ કરવા અંગે શિખવવામાં આવ્યું હતું અને પ્લાસ્ટરના બનાવેલા મોડલ સાથે બ્રશીંગની પ્રેકટીસ કરાવવામાં આવી હતી. વર્કશોપના ભાગ તરીકે બાળકોનું બેઝીક ડેન્ટલ ચેક-અપ કરવામાં આવ્યું હતું. બાળકોના ડાન્સ પર્ફોર્મન્સ સાથે વર્કશોપનું સમાપન થયુ હતું.ડો. ઉમંગી જણાવે છે કે “સામાન્ય રીતે બાળકો દાંતની સારવાર અને ચેક-અપ અંગે અજંપો ધરાવતા હોય છે, પરંતુ એવાં પરિણામો જોવા મળ્યાં છે કે, પ્રાણીની સહાયથી કરવામાં આવેલી ડેન્ટલ પ્રોસીજરમાં અજંપાના સ્તરમાં ઘટાડો થતો હોય છે. થેરાપી ડોગ્ઝની હાજરી માનસિક તણાવ ઘટાડવામાં તથા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ઉપયોગી બની હતી. બાળકો સાથેની વિવિધ પ્રવૃત્તિઓ ડેન્ટીસ્ટની મુલાકાત લેતા બાળકો માટે પ્રોત્સાહક બની રહી હતી અને તેના મારફતે મ્હોંના બહેતર આરોગ્ય તરફ જાણકારી આપવા તરફ દોરી ગઈ હતી. વર્કશોપનો વિચાર અને તેમાં થેરાપી ડોગ્ઝને સામેલ કરવાને કારણે બાળકોમાં એવો ખ્યાલ ઉભો થયો હતો કે દાંતની સારવાર કઠીન  નહી, પણ આનંદદાયી બની શકે છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ  અમે બાળકોના તથા થેરાપી ડોગ્ઝના આભારી છીએ.”આ પણ વાંચો: સુરેન્દ્રનગર: રોઝ અથડાતા બાઇક પલટી, બે પોલીસકર્મીઓના મોત

વર્કશોપમાં ભાગ લઈ રહેલા થેરાપી ડોગ્ઝની માલિકી યુરોપના સાન્દ્રા અને ઈવાની છે. આ બંને વુફર્સ સ્નો એન્ડ એન્ડ સ્કાયના સ્થાપક છે, તેમણે અમદાવાદમાં પશુઓની સહાયથી સારવારનો અનોખો અભિગમ દાખવીને તેનો અમલ કર્યો હતો. તેમની પાસે સ્નો, સ્કાય, સ્ટોર્મ, શાઈન અને સેન્ડી નામના પાંચ સર્ટિફાઈડ ડોગ્ઝ છે અને તે પ્રિસ્કૂલ્સ, સ્કૂલ્સ, લાયબ્રેરીઝ, સહાયક નિવાસ વ્યવસ્થા અને ડેન્ટલ ક્લિનિક્સ સહિત વિવિધ પ્રકારના સેટીંગ્ઝમાં તમામ વયના લોકોના આરોગ્ય માટે ડિઝાઈન કરેલી પ્રવૃત્તિમાં સામેલ થાય છે.
" isDesktop="true" id="1283160" >

કિડ્ઝ ડેન્ટલ સ્ટુડિયો પેડોડોન્ટીસ્ટ ડો. ઉમંગી અને પેડોડોન્ટીસ્ટ ડો. કીશા મહેતાનો સંયુક્ત પ્રયાસ છે. આ ક્લિનિક વેઈટીંગ એરિયામાં વિવિધ ગેમ્સ મારફતે બાળકો માટે મૈત્રીપૂર્ણ વાતાવરણ પૂરૂં પાડે છે.ક્લિનિકે કેટલાક દર્દીઓ માટે ટ્રાયલના ધોરણે ડોગ થેરાપીનો ઉપયોગ કર્યો છે.  જો  હકારાત્મક પ્રતિભાવ મળશે તો આ વ્યવસ્થાને કાયમી બનાવાશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन
विज्ञापन