Home /News /ahmedabad /શહેરમાં શ્વાનોનો ત્રાસ વધ્યો, છેલ્લા એક જ વર્ષમાં સોલા સિવિલમાં 4 હજાર કેસ નોંધાયા, ડોક્ટરે આપી સલાહ
શહેરમાં શ્વાનોનો ત્રાસ વધ્યો, છેલ્લા એક જ વર્ષમાં સોલા સિવિલમાં 4 હજાર કેસ નોંધાયા, ડોક્ટરે આપી સલાહ
શ્વાન કરડવાના કેસમાં વધારો
Dog Bite Case In Ahmedabad: મદાવાદ શહેરમાં ઢોરનો ત્રાસ તો છેલ્લા કેટલાય સમયથી જોવા મળે છે, અનેસ હવે સાથે સાથે શ્વાનનો ત્રાસ પણ વધતો જાય છે. શ્વાનના બચકું ભરવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં 4 હજાર કેસ નોંધાયા છે.
અમદાવાદ: રસ્તે રખડતા ઢોર અને શ્વાન ક્યારે હુમલો કરે તે ખબર જ ન પડે. અમદાવાદ શહેરમાં ઢોરનો ત્રાસ તો છેલ્લા કેટલાય સમયથી જોવા મળે છે, અનેસ હવે સાથે સાથે શ્વાનનો ત્રાસ પણ વધતો જાય છે. શ્વાનના બચકું ભરવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં 4 હજાર કેસ નોંધાયા છે. શ્વાસ કરડવાના કેસ ડિસેમ્બર મહિનાથી સતત વધી રહ્યા છે. ફેબ્રુઆરી મહિમા 400 જેટલા કેસ નોંધાયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં કપિરાજ કરડવાનો પણ કેસ નોધાયો છે.
શ્વાન કરડવાના કેસમાં વધારો
સોલા સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ ડોક્ટર પ્રદીપ પટેલએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, શ્વાન કરડવાના કેસ વધી રહ્યા છે. રોજના 15થી 20 કેસ નવા આવે છે. જુના કેસ 20થી 25 આવતા હોય છે. ઉલ્લેખનીય છે કે, પહેલા શ્વાન કરડે તો સાત ઇન્જેક્શન લેવા પડતા હતા પરંતુ હવે 4 ઇન્જેક્શનનો કોર્ષ હોય છે. શ્વાન કરડે તો એન્ટી રેબિઝ રસી આપવામાં આવે છે.
અમદાવાદમાં રહેતા હીરાલાલ પ્રજાપતિએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, હું સોલા સિવિલ હોસ્પિટલની કેંટિંગમાં કામ કરુ છુ. અને હોસ્પિટલની બહાર ઉભો હતો. ત્યારે અચાનક શ્વાને હુમલો કર્યો અને બંને પગ બચકું ભરી લીધું. જેથી તાત્કાલીક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને સારવાર આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, લોકોને રસ્તે ચાલતા ચાલતા શ્વાન કરડી જતા હોય છે.