Home /News /ahmedabad /

અમદાવાદના ગાયનેક સર્જન ડો. મુકેશ બાવિશીએ સતત 10મી વખત નેશનલ એવોર્ડ જીત્યો

અમદાવાદના ગાયનેક સર્જન ડો. મુકેશ બાવિશીએ સતત 10મી વખત નેશનલ એવોર્ડ જીત્યો

ડો. મુકેશ બાવીશી

Ahmedabad News: અમદાવાદના ટોપ ગાયનેકોલોજિસ્ટ ડૉ. મુકેશ બાવિશીને સ્ટેન્ડિંગ ઓવેશન સાથે 'બેસ્ટ ગાયનેક સર્જન અને બેસ્ટ ગાયનેક કેન્સર સર્જન ઑફ ઈન્ડિયા 2022'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

અમદાવાદ: 20 મે 2022ના રોજ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, મુંબઈ ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં, જર્મનીના મેસ્સે ડ્યુસેલડોર્ફના એમડી  થોમસ શ્લિટ્ઝના હાથે અમદાવાદના ટોપ ગાયનેકોલોજિસ્ટ ડૉ. મુકેશ બાવિશીને (Dr. Mukesh Bavishi) સ્ટેન્ડિંગ ઓવેશન સાથે 'બેસ્ટ ગાયનેક સર્જન અને બેસ્ટ ગાયનેક કેન્સર સર્જન ઑફ ઈન્ડિયા 2022'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઇવેન્ટ મેસ્સે ડ્યુસેલડોર્ફ અને મેડગેટ દ્વારા આયોજિત મેડિકલ ફેરનો એક ભાગ હતો. સાત પ્રતિષ્ઠિત વ્યક્તિઓની જ્યુરી દ્વારા વિવિધ કેટેગરીઝમાં ભારતભરના આ એવોર્ડ વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા.

આ સતત 10મું વર્ષ છે જ્યારે ડૉ. મુકેશ બાવિશીને આ પ્રતિષ્ઠિત ટ્રોફી એનાયત કરવામાં આવી છે.  તેમણે પ્રથમ વખત 2013માં આ એવોર્ડ જીત્યો હતો. અને ત્યારથી તેઓ દર વર્ષે આ એવોર્ડ મેળવે છે. ભારતભરમાં કદાચ પ્રથમવાર જ કોઈ ડોક્ટરને આ એવોર્ડ સતત દસ વર્ષ સુધી મળ્યો છે.  ડૉ. મુકેશ બાવિશીએ GCRI ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ખાતે ગાયનેક કેન્સર સર્જન તરીકેની ટ્રેઇનિંગ લીધી હતી. 1982માં તેઓ આખા ભારત દેશના સ્ત્રી-કેન્સર વિભાગના પ્રથમ રેસિડેન્ટ ડોક્ટર બન્યા હતા. તેઓ છેલ્લા 34 વર્ષથી ગાયનેક સર્જન અને ગાયનેક કેન્સર સર્જન તરીકે અમદાવાદમાં પ્રેક્ટિસ કરી રહ્યાં છે.  તેઓ એક શોધક, વિશ્વ-વિક્રમ ધારક અને આંતરરાષ્ટ્રીય વક્તા છે જેમને ગુજરાતી વિશ્વકોશમાં સ્ત્રી-કેન્સર વિષે લેખ લખવા આમંત્રણ મળ્યું હતું. એક પરગજુ ડોક્ટર તરીકેની નામના તેઓએ સાર્થક કરી છે.

તેમણે  તેમના પત્ની ડૉ  વિદુલા સાથે મળીને છેલ્લા 27 વર્ષથી દર વર્ષે ગુજરાત અને રાજસ્થાનની ગરીબ જરૂરિયાતમંદ ગ્રામીણ અને આદિવાસી મહિલાઓ માટે મફત સર્જિકલ કેમ્પ કરીને સેંકડો મફત સર્જરી કરી છે.  “અમે આ શિબિરોની શરૂઆત ત્યારે કરી જ્યારે અમારા ડિનર ટેબલ પર એકવાર વિદુલાએ કહ્યું કે લેટેસ્ટ ટેકનીક્સ ફક્ત શ્રીમંતોનો વિશેષાધિકાર ન હોવો  જોઈએ. આપણે ગરીબો અને જરૂરિયાતમંદોને મફતમાં આ લાભ પહોંચાડવો જોઈએ.” અને "મારા પિતાએ મને પ્રેરણા આપી હતી કે 'તમે સમાજ પાસેથી મેળવ્યું છે તો તમારી રીતે તે સમાજને પાછુ પણ આપો'" સ્ત્રીઓ માટે ટાંકા વિનાની શસ્ત્રક્રિયાઓના પ્રણેતા, ડૉ. મુકેશ બાવિશીએ ચાર ઓપરેશનો ડિવાઇસ કર્યા છે તેમના એકનું નામ તેમણે તેમના પત્નીના નામ પરથી 'વિદુલાઝ ઓપરેશન' આપ્યું છે. "વિદુલાએ મને તમામ ઓપરેશનો આસિસ્ટ કર્યા તેનો આ ઋણ-સ્વીકાર છે"

આ પણ વાંચો: આગ ઓલવવામાં મદદ કરતા રોબોટમાં જ થયો બ્લાસ્ટ, અમદાવાદનો ફાયરમેન ઇજાગ્રસ્ત

તાજેતરમાં તેઓ બંનેએ કોવિડ લોકડાઉન સમયગાળાનો સદુપયોગ કરી વધુ અભ્યાસ કરી અને જર્મન યુનિવર્સિટી ઓફ કીલમાંથી (University of Kiel) ગાયનેક ઓન્કોલોજી, લેપ્રોસ્કોપિક સર્જરી, કોસ્મેટિક સર્જરી અને ART (કૃત્રિમ પ્રજનન તકનીક)માં 4 એડવાન્સ્ડ ડિપ્લોમા મેળવ્યા જે અનેક ડોક્ટરો માટે પ્રેરણારૂપ છે.  ડૉ. મુકેશ બાવિશી ખુબ જ લોકપ્રિય છે તેમના વિનમ્ર, હસમુખ અને કરુણાથી ભરેલ વ્યવહારને કારણે. તેઓ તેમની તાલીમ, અનુભવ અને સંશોધન દ્વારા સરસ પરિણામો આપી શકે છે.  "એક TEDx Talkમાં, મેં અમારી કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતા એક ખુબ શરમાળ લેથ વર્કર એવા બકાભાઈના, મારા જીવનમાં યોગદાન વિશે ઉલ્લેખ કર્યો હતો. હું તેમને મારા બ્રેક્સ દરમિયાન કામ કરતા જોતો અને એમાંથી મને કેન્સર સર્જરીના કેટલાક સાધનોની શોધ કરવાની પ્રેરણા મળી હતી." ડૉ. મુકેશ બાવિશી ગરીબ દર્દીઓને મદદ કરવા માટે જાણીતા છે અને તેમની દવાઓની વ્યવસ્થા પણ તેમના માટે મફત સર્જરી કરવા ઉપરાંત કરતા હોય છે.

આ પણ વાંચો:  હૃદય બેસી જાય તેવા CCTV ફૂટેજ : જામનગરમાં ઢોરે વૃદ્ધને અડફેટે લેતા થયું મોત

IIM નજીક ફૂટપાથ પર પડેલી બ્રેસ્ટ કેન્સર પીડિત મહિલાની ફ્રી સર્જરીનો ખુબ જ જાણીતો કેસ તેમને એક ફેસબુક મિત્ર દ્વારા રિફર કરવામાં આવ્યો હતો.ઓપરેશનો ન હોય ત્યારના સમયે તેઓ ક્યાં તો મહિલા સ્વાસ્થ્ય પરના રસપ્રદ ટોક-શો કરતા હોય છે અને નહીં તો તેમની પ્રિય એક્ટિવિટી - પોએટ્રી ! તેઓ હરિવંશરાય બચ્ચન, જાવેદ અખ્તર, ગાલિબ અને ગુલઝારની કવિતાઓનું જાહેર પઠન પણ કરે છે. બી.જે. મેડિકલ કોલેજના સમયથી તેમનો આ પ્રિય શોખ છે.આ અંગે -ડૉ મુકેશ બાવિશી એ જણાવ્યું હતું કે “સતત 10 વર્ષ સુધી આવો એવોર્ડ મેળવવો એ એક અદ્ભૂત અનુભવ છે!  હું મારા જીવનની આ ટોચની ક્ષણે અભિભૂત છું અને તમામ એવોર્ડ મારા પરિવાર અને મારા દર્દીઓને સમર્પિત કરું છું.  મને મળેલા તમામ સન્માન અને એવોર્ડ અકરામ મને સમાજ માટે વધુ ને વધુ સારી રીતે કામ કરવાની પ્રેરણા આપે છે.”
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર