ડોક્ટર પેટમાં ભુલી ગયો કાતર,પાંચ વર્ષથી કણસતી મહિલાને આજે મળી રાહત

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ડોક્ટર પેટમાં ભુલી ગયો કાતર,પાંચ વર્ષથી કણસતી મહિલાને આજે મળી રાહત
અમદાવાદઃઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2012ના માર્ચ મહિનામાં કચ્છની મહિલા જીવીબહેને પેટમાં ગાંઠ હોવાથી ઓપરેશન કરાવ્યું હતું ત્યારે ડોક્ટરોની ભુલથી મહિલાના પેટમાં કાતર રહી ગઇ હતી. પાંચ વર્ષ બાદ પેટમાં દુખાવો થતા એક્સ-રે રિપોર્ટમાં કાતર દેખાઈ હતી. આજે અમદાવાદમાં આ મહિલાનું ફરી ઓપરેશન કરી કાતર બહાર કઢાઇ છે. સદનસીબે દર્દીના કોઈ પણ અંગને નુકસાન થયું નથી.હાલ મહિલાની તબિયત સ્થિર છે.સિવિલ હોસ્પિટલ દ્વારા મહિલાના આક્ષેપ નકારાયા હતા.સમગ્ર મામલે એડિ. સુપ્રિ. મૈત્રી ગજ્જરે ઠાંક-પીછોડો કર્યો હતો.સિવિલ ડૉક્ટરોના બચાવમાં રહ્યું હતું.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2012ના માર્ચ મહિનામાં કચ્છની મહિલા જીવીબહેને પેટમાં ગાંઠ હોવાથી ઓપરેશન કરાવ્યું હતું ત્યારે ડોક્ટરોની ભુલથી મહિલાના પેટમાં કાતર રહી ગઇ હતી. પાંચ વર્ષ બાદ પેટમાં દુખાવો થતા એક્સ-રે રિપોર્ટમાં કાતર દેખાઈ હતી. આજે અમદાવાદમાં આ મહિલાનું ફરી ઓપરેશન કરી કાતર બહાર કઢાઇ છે. સદનસીબે દર્દીના કોઈ પણ અંગને નુકસાન થયું નથી.હાલ મહિલાની તબિયત સ્થિર છે.સિવિલ હોસ્પિટલ દ્વારા મહિલાના આક્ષેપ નકારાયા હતા.સમગ્ર મામલે એડિ. સુપ્રિ. મૈત્રી ગજ્જરે ઠાંક-પીછોડો કર્યો હતો.સિવિલ ડૉક્ટરોના બચાવમાં રહ્યું હતું. katar કચ્છના જીવીબેન નામની મહિલા નો મામલો ડોક્ટર ની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. મહિલા નું માનીએ તો માર્ચ 2012 ના વર્ષ માં પેટ માં ગાંઠ થતા મહિલા નું ઓપરેશન અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ માં કરવામાં આવ્યું અને ડોક્ટર દ્વારા અંદાજે સાડા ચાર કિલો વજન ની ગાંઠ ઓપરેશન દ્વારા બહાર કાઢવામાં આવી હતી. પરંતુ ઓપરેશન દરમ્યાન ડોક્ટર કાતર પેટ માં રહી જવા થી મહિલા અજાણ હતી. ઓપરેશન બાદ જીવીબેન ને પેટ માં અસહ્ય દુખાવો થતો હતો પરંતુ સામાન્ય દુખાવો માની જીવી બેન દવા કરાવતા અને દુખાવો મટી જતો. છેલ્લા પાંચ વર્ષ થી વારંવાર પેટ માં દુખાવા ની સમસ્યા ને કારણે જીવીબેન ના પેટ ના ભાગ ની સોનોગ્રાફી અને એક્સરે કાઢવામાં આવ્યા અને ખબર પડી કે પેટ માં કાતર રહી ગઈ છે. આજે વહેલી સવારે જીવી બેન પોતાની પાસે ના એક્સરે રિપોર્ટ અને અન્ય સારવાર ના પ્રમાણપત્રો લઈને સિવિલ હોસ્પિટલ અમદાવાદ પહોંચ્યા. ત્યારે પ્રાથમિક તબક્કે હોબાળો મચી ગયો અને સિવિલ હોસ્પિટલ ના સત્તાધીશો દ્વારા ડોક્ટરનો લુલો બચાવ કરવામાં આવ્યો હતો. આખરે મીડિયા માં વાત વાયુવેગે પ્રસરતા જીવી બેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ઓપરેશન કરી જીવીબેન ના પેટ માં રહી ગયેલ કાતર ને બહાર કાઢવામાં આવી છે.
First published: April 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर