દીકરીના જન્મ બાદ પરિણીતાના પતિએ દાહોદના લીંબીડમાં હોસ્પિટલ શરૂ કરી હતી.
Ahmedabad Crime: હોસ્પિટલના કામ માટે દહેજ પેટે રૂપીયા 20 લાખની માંગણી કરી, અને ગાડીની ચાલી પણ માંગી. જો કે પરિણીતાએ ગાડીની ચાવીના આપતાં તેના પતિએ માર માર્યો હતો.
અમદાવાદ: શહેરમાં ફરી એક વખત પતિ, પત્ની ઔર વો નો કિસ્સો સામે આવ્યો છે. ડોક્ટર પતિને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ થઇ જતાં તેણે પત્ની અને દીકરીને તરછોડી દીધી. એટલું જ નહીં દહેજ પેટે રૂપિયા 20 લાખ લઇ આવવા માટે કહ્યું અને ગાડીની ચાવીની પણ માંગણી કરી હતી. જોકે પરિણીતાએ ગાડીની ચાવી ના આપતાં પતિએ તેને માર મારીને ગંદી ગાળો પણ બોલી હતી. જોકે અંતે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો છે.
શહેરના હાંસોલ વિસ્તારમાં રહેતી મહીલાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે લગ્નના 15 દિવસ બાદ તેનો પતિ તેની સાથે ઘરની નાની-નાની બાબતોમાં ઝઘડો તકરાર કરવા લાગેલ. અને તારા પિતાએ મને દહેજમાં કાંઇ આપેલ નથી, તેમ કહીને દહેજની માંગણી કરવા લાગેલ. તેના સાસુ-સસરા પણ તેને સારી રીતે રાખતા ન હતા. ‘તું ઘરમાં આવી છે ત્યારથી ઘરમાં શાંતિ નથી. તું જમવાનું બરાબર બનાવતી નથી. તારે અહીંના રીતિરિવાજ મુજબ રહેવાનું’. તેમ કહીને હેરાન પરેશાન કરતા હતાં. તેના પતિ લગ્ન બાદ હિંમતનગર હોસ્પિટલમાં નોકરી કરતા હતાં. જ્યાં તેઓને પરસ્ત્રી સાથે સંબંધ હોવાનું પરિણીતાને જાણવા મળ્યું હતું. જે બાબતે પરિણીતાએ તેના પતિ સાથે વાતચીત કરી તો તે ગુસ્સે થઇ જતો અને કહેતો હતો કે તું જ્યારથી મારી લાઇફમાં આવી છે, ત્યારથી જ મારી સાથે અશુભ થાય છે.
દીકરીના જન્મ બાદ પરિણીતાના પતિએ દાહોદના લીંબીડમાં હોસ્પિટલ શરૂ કરી હતી. અને શની-રવીવારના દિવસે તે પરિણીતાને મળવા માટે આવતો હતો. જો કે આ દરમિયાન કોઇ મહિલા ડોક્ટર હોસ્પિટલ સંભાળતી હોવાની જાણ તેને થઇ હતી. જો કે આ સ્ત્રી સાથે તેના પતિને પ્રેમસંબંધ હોવાની જાણ થતાં જ પરિણીતા અચાનક દાહોદ પહોચી હતી. જ્યાં બંન્ને એક જ રૂમમાં સુતેલા જોવા મળ્યા હતાં. જે સ્ત્રી અંગે પૂછતાં પરિણીતાના પતિએ તેને કહ્યું હતું કે તે તેની પત્ની છે. અને તારે પૂછ્યા વગર દાહોદ આવવાનું નહી. જો કે આ સ્ત્રીએ પણ પરિણીતાને જો તું બીજી વાર લીંમડી આવીશ તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને ધક્કો મારીને કાઢી મુકી હતી.
પરિણીતાએ આ બાબતની જાણ તેના સાસુ-સસરાને કરતાં તેઓએ બધુ ઠીક કરી દઇશું, તેવું આશ્વાસન આપીને તેને અમદાવાદ પરત મોકલી દીધી હતી. બાદમાં થોડી દિવસ પછી તેને ગામ બોલાવી હતી. જ્યાં તેના સાસરિયા તેને કોઇ મહિલા ભુવા પાસે લઇ ગયાં હતાં. જ્યાં તાંત્રિક વિધિ કરીને હાથ પર કાળો દોરો બાંધ્યો હતો. બાદમાં તેના દેરાણી પણ તેને વારંવાર ફોન કરીને હાલચાલ પૂછતા હતાં. અને કહેતા કે આમ કરજો તેમ કરજો, નહીં કરો તો હેરાન થશો, માતાજી તમને હેરાન કરશે. આમ માનસિક ત્રાસ આપતા હતાં. તેના દિયર અને દેરાણીએ ધમકી આપી હતી કે, ભાભી તમને શાંતિથી સમજાવીએ છીએ તો સમજી જાઓ અને ભાઈની લાઈફમાં ફરી આવતા નહીં તમારે અમદાવાદ જ રહેવાનું, ગામ આવવાનું નહીં. જો હવે તમે ભાઈના જીવનમાં દખલ કરી છે તો તમને અને દીકરીને મારીને ફેંકી દઈશું શોધે નહીં જડો.
જ્યારે તેના સાસુ એ તેની પાસે રૂપિયા 20 લાખ લઈ આવવા માટે કહ્યું હતું. ગાડીની ચાવીની પણ માંગણી કરી હતી. જો કે પરિણીતાએ ગાડીની ચાવી ના આપતાં પતિએ તેને માર મારીને ગંદી ગાળો પણ બોલી હતી. આમ અંતે કંટાળીને મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.