Home /News /ahmedabad /શું તમારે ડ્રોન બનાવતા શીખવું છે? જાણો ડિગ્રી-ડિપ્લોમાં કોર્સની કેટલી છે ફી

શું તમારે ડ્રોન બનાવતા શીખવું છે? જાણો ડિગ્રી-ડિપ્લોમાં કોર્સની કેટલી છે ફી

કોર્સમાં પ્રવેશ મેળવી ડ્રોન મેન્યુફેક્ચરીંગની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે

શું તમારે ડ્રોન બનાવતા કે ડ્રોન ઉડાવતા શીખવું છે? અહીં ડિગ્રી ડિપ્લોમાં કોર્સ દ્વારા ડ્રોન મેન્યુફેક્ચરીંગની ટ્રેનિંગ આપવામાં આવે છે, જાણો ડિગ્રી-ડિપ્લોમાં કોર્સની કેટલી છે ફી?

અમદાવાદ: શું તમારે ડ્રોન બનાવતા શીખવું છે કે ડ્રોન ઉડાવતા શીખવું છે? અમદાવાદના મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનમાં કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટીમાં ચાલી રહેલા ડિગ્રી ડિપ્લોમાં કોર્સમાં પ્રવેશ મેળવી ડ્રોન મેન્યુફેક્ચરીંગની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ડ્રોન ફ્લાઈંગને લગતા કોર્સ પણ શરુ કરવામાં આવ્યા છે. જે માટે ડ્રોન મંત્રા લેબ શરુ કરાઈ છે. ત્યારે જે લોકો ડ્રોન મેન્યુફેક્ચરીંગને લગતા ડિગ્રી ડિપ્લોમાં કોર્સ કરવા માંગે છે તેઓએ એ જાણવું જરુરી છે કે આ કોર્સની ફી કેટલી છે.

ડિપ્લોમાં કોર્સમાં ડ્રોન કઈ રીતે બનાવવું તેની ટ્રેનિંગ આપવામાં આવશે

રાજ્યમાં કૌશલ્યા સ્કીલ યુનિવર્સિટીમાં ડ્રોન મેન્યુફેક્ચરિંગ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. જે અંગે માહિતી આપતા રાજ્યના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ જણાવ્યું કે, અહીં વિદ્યાર્થીઓને ડ્રોન મેન્યુફેક્ચરીંગ તાલીમની સાથે રીયલ ટાઈમ અનુભવ પણ આપવામાં આવશે. અહીં ડ્રોન મેન્યુફેક્ચરીંગ માટે પીજી લેવલ કોર્સ અને ડિપ્લોમાં 1 વર્ષ માટેનો કોર્સ શરુ કરવામાં આવ્યો છે. ડિપ્લોમાં કોર્સમાં ડ્રોન કઈ રીતે બનાવવું તેની ટ્રેનિંગ આપવામાં આવશે. તેમજ વિગત વાર ફિલ્ડ ટ્રેનિંગ લઈ તેઓ કામ પણ કરશે. આ ઉપરાંત એમએસસીનો ડિગ્રી પ્રોગ્રામ પણ વિદ્યાર્થીઓ કરી શકે છે. અહીં તેઓ પોતાનું ડ્રોન પણ બનાવશે. તે માટે રેગ્યુલેટરી પેપર વર્ક સહિત પેટન્ટની જાણકારી પણ મેળવશે.

આ પણ વાંચો: 31 માર્ચ પહેલા પાન કાર્ડ-આધાર કાર્ડને લિંક કરો, જો લિંક નહીં થાય તો શું થશે?

જાણો કોર્સની ફી

તેમણે જણાવ્યું કે, અહીં ડ્રોનના તમામ કોર્સ ઓછી ફી પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ડ્રોન ફ્લાઈંગ કોર્સ જે બહારની ઈન્સ્ટીટ્યુટમાં થાય છે તે 50થી 60 હજારમાં કોર્સ કરાવાય છે. જે અહીં માત્ર 15 હજારમાં કોર્સ કરાવીએ છીએ. એટલું જ નહીં, ડ્રોન ફ્લાઈંગ કોર્સ અહીં ખેડૂતો માટે ફ્રી કરાવવામાં આવે છે. જ્યારે ડ્રોન મેન્યુફેક્ચરીંગ કોર્સ પણ માત્ર 15 હજારમાં થશે. ગુજરાતની જેમ અન્ય રાજ્યમાં પણ ડ્રોન તાલીમ આપવાના કોર્સ ઈમ્પ્લીમેન્ટ કરવાની દિશામાં પણ કાર્ય થઈ રહ્યું છે.

ખેતીથી માંડી ઉદ્યોગ, રેસ્ક્યુ, રિહેબ્લીટેશન માટે ઉપયોગ

ડ્રોન વિશે તેમણે વધુ જાણકારી આપતા જણાવ્યું કે, ભારત સરકારમાં ડીજીસીએ રુલ્સ પ્રમાણે દરેક ડ્રોન ટાઈપ ડીઝાઈન ડીજીસીએ સર્ટીફાઈડ હોવું જોઈએ. ડ્રોનનો યુએન નંબર ટાઈપ ડીઝાઈન પર હોય છે તે પ્રકારે ડ્રોનનું સર્ટીફીકેશન કરવામાં આવે છે. જેથી દરેક ડ્રોનની માહિતી ઉપલબ્ધ હોય અને ઓછી ગુણવત્તાવાળા ડ્રોન જે નુકસાન પહોંચાડી શકે તેવા ડ્રોન ન રહે. હાલમાં દેશમાં 10થી 12 જેટલા સર્ટીફાઈડ ડ્રોન ઉપલબ્ધ છે જે નંબર હવે વધી રહ્યાં છે. ડ્રોનના ક્ષેત્રમાં ઉપયોગ ખેતીથી માંડી ઉદ્યોગ, રેસ્ક્યુ, રિહેબ્લીટેશન માટે થઈ રહ્યો છે.

બે વર્ષમાં 20,000 ડ્રોન પાયલોટ તૈયાર કરવાની યોજના

મહત્વનું છે કે સ્થળોમાં મેડિસીન નથી પહોંચતી ત્યાં ડ્રોન મારફતે પહોંચાડવામાં આવે છે. ટ્રાફીકનું સર્વેલન્સ પણ હવે ડ્રોનથી થાય છે. ખેતીમાં ફર્ટીલાઈઝર, દવાનો છંટકાવ ડ્રોનથી થાય છે. ડ્રોન સમાજલક્ષી, પર્યાવરણલક્ષી બંને માટે ઉપયોગી વસ્તુ છે. સુરક્ષા પોલીસ અને આર્મી માટે પણ ઉપયોગી છે. આગામી બે વર્ષમાં 20,000 ડ્રોન પાયલોટ તૈયાર કરવાની સરકારની યોજના છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Gujarat News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો