Home /News /ahmedabad /Ahmedabad: આ પંજાબીએ અનેક ગુજરાતીઓને અપાવી ઓળખ; લાખો લોકો સુધી પહોંચાડી વાત

Ahmedabad: આ પંજાબીએ અનેક ગુજરાતીઓને અપાવી ઓળખ; લાખો લોકો સુધી પહોંચાડી વાત

સોશિયલ

સોશિયલ મિડીયાનો ઉપયોગ કરી લાખો લોકોના પ્રેરણાદાયી બની ગયા

ગુજરાત ટુરિઝમ એવોર્ડ 22 દ્વારા ગુજરાત બેસ્ટ ઇન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યા છે. તેઓ કેટલીક સરકારી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. આ સાથે તાજેતરમાં જ ચૂંટણી પંચે આગામી ચૂંટણી માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કર્યા છે.

વધુ જુઓ ...
  Parth Patel, Ahmedabad: કોઈ નોકરી કરે છે તો કોઈ નાનો-મોટો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ સમાજસેવાનું નામ આવે એટલે લોકો છટકી જતા હોય છે. લોકો પાસે સમય નથી અથવા તો કોઈ કામ અચાનક યાદ આવી જતું હોય તેવા બહાના બતાવતા હોય છે. દરેકના અલગ અલગ મોજ-શોખ હોય છે. પરંતુ કેટલાક લોકોનો જન્મ લોકોને મદદ કરવા માટે જ થયો હોય તેમ જણાતું હોય છે. ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ પોઝિટિવ પાજી એટલે કે કુલદિપસિંહ કલેરની.

  સમાજમાં રહેલા નવયુવાનોને ધંધામાં પ્રોત્સાહિત કરી હિંમત વધારવાનું કાર્ય કરે છે

  પોઝિટિવ પાજી તરીકે ઓળખાતી આ વ્યક્તિ એ સમાજમાં રહેલા કેટલાય નવયુવાનોને પ્રોત્સાહિત કરી હિંમત વધારવાનું કાર્ય કરે છે. આ માટે તેમને ગુજરાત ટુરિઝમ એવોર્ડ 22 દ્વારા ગુજરાત બેસ્ટ ઇન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યા છે. તેઓ કેટલીક સરકારી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. આ સાથે તાજેતરમાં જ ચૂંટણી પંચે આગામી ચૂંટણી માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કર્યા છે.

  તેઓ વિચારતા હતા કે જીવનમાં એવું તો શું કરી શકાય કે જેનાથી લોકોને મદદ કરી શકાય. ત્યારબાદ તેમણે જોયું કે ઘણા લોકો નાની ઉંમરમાં જ પોતાનો નાનકડો ધંધો શરૂ કરતા હોય છે અને જીવનમાં આગળ વધતા હોય છે. ઘણા લોકો પોતાના આ નાનકડા ધંધાથી લાખો સુધી કમાણી કરતા હોય છે. આ સ્ટાર્ટ અપ બિઝનેસમાં ઘણા લોકોને કોઈ સપોર્ટ ન હોવા છતાં પણ તેઓ ખૂબ મહેનત કરીને સફળ વ્યક્તિ બન્યા છે.

  સોશિયલ મિડીયાનો ઉપયોગ કરી લાખો લોકોના પ્રેરણાદાયી બની ગયા

  તેવી જ રીતે કુલદીપસિંહે સોશિયલ મિડીયાનો ઉપયોગ કરીને લાખો લોકોના પ્રેરણાદાયી વ્યક્તિ બની ગયા છે. આ સાથે તેમણે ધંધો નાનો છે પણ પોતાનો છે ટેગલાઈન પણ આપી. તેમના અભ્યાસની વાત કરીએ તો તેમણે બી.કોમ.એલ. એલ.બી, મેનેજમેન્ટ, એન્ટરપ્રિન્યરશિપ, માસ કમ્યુનિકેશન વગેરેનો કોર્સ કર્યો છે. ત્યારબાદ મીડિયા તથા રેડિયો મિર્ચી ક્ષેત્રમાં થઈને કુલ 18 વર્ષ નોકરી કરી.આ ઉપરાંત તેમને કેટલાક એવોર્ડ પણ મળેલા છે. જેમાં બેસ્ટ ઈન્ફ્લુએન્સર એવોર્ડ, ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજીત ટુરિઝમ એવોર્ડ તથા આગામી ચૂંટણી પંચ માટે ગુજરાતના એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે. કુલદિપસિંહના કારકિર્દીની શરૂઆત વર્ષ 2004 માં સંદેશ ન્યૂઝ પેપર અને આકાશવાણી અમદાવાદથી પત્રકાર તરીકે થઈ હતી.

  આ પણ વાંચો: અહી મહિલાઓને આપવામાં આવે છે વ્યાવસાયિક તાલીમ; આઝાદી પહેલાથી સંસ્થા કરી રહી છે સેવાકીય પ્રવૃત્તિઓ

  સોશિયલ મિડીયામાં પોઝિટિવ પાજી તરીકે ઓળખાય છે

  ત્યારબાદ રેડિયો મિર્ચી 98.3 એફએમમાં ક્લસ્ટર પ્રોગ્રામિંગ હેડ તથા ટીપોસ્ટ કાફેમાં માર્કેટિંગ હેડ તરીકે કામ કર્યું. જેમાં રેડિયો મિર્ચી મેન્ટરિંગ આરજે વગેરે માટે 4 સ્ટેશનો સ્થાપ્યા. આ ઉપરાંત દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપર અને વેબમાં વરિષ્ઠ સંપાદક તથા TV9 ન્યૂઝ ચેનલ માટે બ્યુરો ચીફ તરીકે પણ કામ કર્યું.અત્યારે તેઓ સોશિયલ મિડીયામાં પોઝિટિવ પાજી તરીકે ઓળખાય છે અને લોકોને ધંધામાં કેવી રીતે આગળ વધી શકાય તેનું લોકોને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. આમ આ રીતે તેઓ સમાજમાં રહીને લોકોના બિઝનેસને જાહેરમાં લાવી લોકોનો ઉત્સાહ વધારવાની સાથે બિઝનેસમાં જરૂરી મદદ પણ કરે છે.
  First published:

  Tags: Ahmedabad news, Social media, Viral on social media

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन