Home /News /ahmedabad /શું તમને ગણિત વિષય અઘરો લાગે છે? તો ધોરણ 10માં બેઝિક ગણિત સાથે આગળ વધવાના છે અનેક ઓપશન
શું તમને ગણિત વિષય અઘરો લાગે છે? તો ધોરણ 10માં બેઝિક ગણિત સાથે આગળ વધવાના છે અનેક ઓપશન
ધોરણ 10માં બેઝિક ગણિત વિષય પછી પણ પણ તમે આ રીતે કરિયર બનાવી શકો છો
Standard 10 Basic Mathematics : વિદ્યાર્થી (Students) ની કારકિર્દી (Career) વિશેની વિચારવાની શરૂઆત ધોરણ 10 (Standard 10) પછી થાય છે. ધોરણ -10 પૂર્ણ થયા બાદ ઘણા બધા અભ્યાસ અને વ્યવસાયિક ક્ષેત્રો છે કે જેમાં વિદ્યાર્થી પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવી શકે છે.
અમદાવાદ : ધોરણ 10 એ દરેક વિધાર્થીના કારકિર્દીના ઘડતર માટેનું પ્રવેશ દ્વાર કહેવાય છે. કારણ કે ધોરણ 10 પાસ કર્યા પછી દરેક વિધાર્થી કઈ દિશામાં પોતાનું કેરિયર બનાવવું તે નકકી કરતો હોય છે. જો કે ધોરણ 10માં કેટલાક વિષયની પસંદગી કરવામાં વિધાર્થીને કન્ફ્યુઝન જરૂર હોય છે અને તેમાંય ધોરણ 10માં બેઝિક ગણિત રાખવું કે સ્ટાન્ડર્ડ ગણિત રાખવું તે મુંઝવણ વિધાર્થીને સતાવતી હોય છે. પણ અહીં જાણવું એ જરૂરી છે કે જે વિધાર્થીને ગણિત વિષય અઘરો લાગે છે તે વિદ્યાર્થીઓ બેઝિક ગણિત પસંદ કરીને પણ અનેક અભ્યાસક્રમ કરી કારકિર્દી બનાવી શકે છે.
સામાન્ય રીતે દરેક વિદ્યાર્થીની કારકિર્દી વિશેની વિચારવાની શરૂઆત ધોરણ 10 પછી થાય છે. ધોરણ -10 પૂર્ણ થયા બાદ ઘણા બધા અભ્યાસ અને વ્યવસાયિક ક્ષેત્રો છે કે જેમાં વિદ્યાર્થી પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવી શકે છે. એવા વિધાર્થીને, જેને ધોરણ 12 સાયન્સમાં મેથ્સ એ ગ્રુપ કરી ડિગ્રી એન્જીનીયરીંગ, બીઆઇટી અને એમઆઇટી, કે પછી બીએસસી, એમ એસસી, ગણિત, ફિજીકસ અને કેમેસ્ટ્રી સાથે કરવું છે તે સ્ટાન્ડર્ડ ગણિત વિષય ધોરણ 10માં પસંદ કરી શકે છે.
પણ જે વિધાર્થીઓને ગણિત વિષય અઘરો લાગે છે તેનું શું. તો આવા વિધાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી આવા વિધાર્થીઓ બેઝિક ગણિત ધોરણ 10માં પસંદ કરી 3 વર્ષનો ડિપ્લોમા એન્જીનીયરીંગ, ડિપ્લોમા ટુ ડિગ્રી 3 વર્ષ એન્જીનીયરીંગ કરી શકે છે. આ ઉપરાંત ITI, ધોરણ 12 સાયન્સ બાયોલોજી બી ગ્રુપ સાથે મેડિકલ, પેરામેડીકલ અને ફાર્મસી કોર્સ કરી શકે આ ઉપરાંત BSc, Msc, બાયોલોજી, ફિજીકસ, કેમેસ્ટ્રી કરી શકે.
આજ રીતે ધોરણ 12 કોમર્સ કરી Bcom, BBA, MBA, BCA, MCA કરી શકે તેવી જ રીતે ધોરણ 12 આર્ટસ પસંદ કરી BA ભાષા, સામાજિક વિજ્ઞાન, MA, 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સ, લો કરી શકે. આમ ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરનાર વિધાર્થી માટે ધોરણ 12માં અભ્યાસક્રમ માટે તમામ દ્વાર ખુલ્લા છે તેમ બેઝિક ગણિત રાખનાર વિધાર્થીને પણ અભ્યાસક્રમના અનેક ઓપશન મળે છે જેના દ્વારા તે વિધાર્થી ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે છે