Home /News /ahmedabad /Gujarat Election 2022: ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ, મોહનસિંહ રાઠવા ધારણ કર્યો કેસરિયો

Gujarat Election 2022: ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ, મોહનસિંહ રાઠવા ધારણ કર્યો કેસરિયો

મોહનસિંહ રાઠવાએ ધારણ કર્યો કેસરિયો

Gujarat Election: વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો વાગ્યો છે. મોહનસિંહ રાઠવા આજે ભાજપમાં જોડાય તેવી શક્યાતાઓ છે. પૂર્વ વિપક્ષ નેતા મોહનસિંહ રાઠવા કેસરિયા કરવા જઈ રહ્યા છે. મોહનસિંહ રાઠવાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે.

વધુ જુઓ ...
    Gujarat Election: વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો વાગ્યો છે. મોહનસિંહ રાઠવા આજે ભાજપમાં જોડાઈ ગયા છે. પૂર્વ વિપક્ષ નેતા મોહનસિંહ રાઠવા કેસરિયા કરી લીધા છે. મોહનસિંહ રાઠવાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. મળતિ વિગતો પ્રમાણે ભાજપ મોહનસિંહ રાઠવાના પુત્રને ટિકિટ આપે તેવી શક્યતાઓ છે. તેમણે પોતાના પુત્ર માટે ટિકિટની માંગણી કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો વાગ્યો છે. મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા છે.

    વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો


    કોંગ્રેસના સિનિયર નેતા મોહનસિંહ રાઠવાના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. છોટાઉદેપુરથી તેઓ કોંગ્રેસની ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનો મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસમાંથી ઘણા સિનિયર નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા મોહનસિંહ રાઠવા ભાજપમા જોડાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, તેમણે કોંગ્રેસમા પોતાના પુત્ર માટે ટિકિટની માગણી કરી હતી.

    આ પણ વાંચો: અલ્પેશ ઠાકોરે કહ્યું - ‘મારી લાગણી છે કે CM ઠાકોર સમાજના બને’

    કોંગ્રેસમાં ભંગાણ થવાથી ભાજપને મોટો ફાયદો


    ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણી પહેલા જ મોટો ઝટ્કો પડ્યો છે. મોહનસિંહ રાઠવા સાથે તેમના પુત્ર રાજુ રાઠવા પણ ભાજપમાં જોડાઈ શકે છે. આ સાથે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ પડવાથી ભાજપને મોટો ફાયદો થઈ શકે તેમ છે. ભાજપ રાજુ રાઠવાને છોટાઉદેપુર વિધાનસભા બેઠર પરથી ટિકિટ આપી શકે છે. મોહનસિંહ રાઠવાને શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પણ મળેલો છે.

    છોટઉદેપુર બેઠક પર સૌથી વધુ વખત વિજય થયો હતો


    મોહનસિંહ રાઠવાનો છોટઉદેપુર બેઠક પર સૌથી વધુ વખત વિજય થયો છે. મોહનસિંહ રાઠવા 1972-74ની ચોથી વિધાનસભા, 1975-80ની પાંચમી વિધાનસભા, 1980-85ની છઠ્ઠી વિધાનસભા, 1985-90ની સાતમી વિધાનસભા, 1990-95ની આઠમી વિધાનસભા, 1995-97ની નવમી વિધાનસભા, 1998-2002ની દશમી વિધાનસભા, 2007-2012ની બારમી વિધાનસભા, 2012-2017ની તેરમી વિધાનસભા, 2017-2022ની ચૌદમી વિધાનસભા સુધી સતત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, ગુજરાત વિધાનસભા, ગુજરાત વિધાનસભા ચૂંટણી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन