Home /News /ahmedabad /રાજ્ય સરકારે જંત્રીનાં ભાવ બમણા કરતા બિલ્ડરોમાં નારાજગી, ક્રેડાઈ ગુજરાતની બેઠક બોલાવાઈ

રાજ્ય સરકારે જંત્રીનાં ભાવ બમણા કરતા બિલ્ડરોમાં નારાજગી, ક્રેડાઈ ગુજરાતની બેઠક બોલાવાઈ

રાજ્ય સરકારે જંત્રીનાં ભાવમાં સો ટકાનો વધારો કરી દીધો છે.

આજે સમગ્ર ગુજરાતના બિલ્ડર-ડેવલપરની ઝૂમ મિટિંગ યોજાવવા જઇ રહી છે. ત્યારે આ અંગે રાજકોટ બિલ્ડર અસોસિએશન વિરોધ કરશે.

રાજકોટ: રાજ્ય સરકારે જંત્રીનાં ભાવમાં સો ટકાનો વધારો કરી દીધો છે. જેનાં કારણે બિલ્ડરોની નારાજગી પણ સામે આવી છે. આ ભાવમાં વધારાને કારણે નવી મિલકતની ખરીદી મોંઘી પડશે. આ અંગે આજે સમગ્ર ગુજરાતના બિલ્ડર-ડેવલપરની ઝૂમ મિટિંગ યોજાવવા જઇ રહી છે. ત્યારે આ અંગે રાજકોટ બિલ્ડર અસોસિએશન વિરોધ કરશે. તેમણે માંગ કરી છે કે, જંત્રી અમલમાં મુકતા પહેલા એક મહિનાનો સમય આપવો જોઇએ.

મિટિંગ બોલાવાઇ


રાજ્ય સરકારે જંત્રીના દરમાં એકાએક વધારો કરી દેવાના નિર્ણયને પરિણામે સરકારમાં રજૂઆત કરવા માટે સમગ્ર ગુજરાતના બિલ્ડર્સ-ડેવલપર્સની એક ઝૂમ મિટિંગ બોલાવવામાં આવી છે. આ મિટિંગમાં નવી જંત્રીના દરેક પાંસાઓનો વિચાર કરીને સરકારમાં રજૂઆત કરવામાં આવશે. જંત્રીમાં કરવામાં આવેલા એકાએક વધારાને પાછો ખેંચીને સમતોલ વધારો લાગુ કરવા અનુરોધ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીનો વધ્યો પારો

બિલ્ડરોમાં નારાજગી


ગાહેડ ક્રેડાઈના (The Confederation of Real Estate Developers' Associations of India) વર્તમાન પ્રમુખ તેજસ જોશીએ પણ મીડિયા સાથેની વાતમાં નારાજગી નોંધીવી છે. તેમણે આ અંગે જણાવ્યુ કે, લોજિક વાપર્યા વિના જ જંત્રી વધારી દેવામાં આવી છે. આ સંદર્ભમાં અઠવાડિયા પૂર્વે બિલ્ડરો સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી. પરંતુ કટ ઓફ ડેટ આપવી જોઈએ. તે આપ્યા વિના જ એકાએક વધારો કરી દેવામાં આવ્યો તે ઉચિત નથી. ટીડીઆરના સ્ટ્રક્ચર કેમ ગણવા તે પણ આ પરિપત્રમાં દર્શાવવામાં આવ્યું નથી. જમીનને નોન એગ્રીકલ્ચર કરાવવાના પ્રીમિયમ કેવી રીતે ગણવા તે અંગે પણ સ્પષ્ટતા થઈ નથી. એફએસઆઈનું સ્ટ્રક્ચર કેવી રીતે ગણવાનું તે પણ સ્પષ્ટ થતું નથી.

આ પણ વાંચો: પેપર મોકૂફ થતાં ભાવનગરની યુવતીએ પી લીધી ઝેરી દવા

બીઆરટીએસ રુટ પરની જંત્રી અલગ રીતે ચાલે છે. આ રુટ પરની એફએસઆઈ અંગે પણ સ્પષ્ટતા નથી. આમ એક સામટો આટલો ટકાનો વધારો કરવો યોગ્ય નથી. જંત્રીમાં અમુક વિસ્તારમાં વધારવી પડે તેમ છે અને અમુક વિસ્તારમાં ઘટાડવી પડશે. એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટ્સના સોદાઓમાં પણ મુશ્કેલીઓ વધી જશે. એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટમાં માર્કેટ ભાવ કરતાં જંત્રી વધી જશે તો તેમાં પણ મોટી તકલીફ થવાની સંભાવના રહેલી છે.


12 વર્ષથી નથી કરાયો કોઇ વધારો


આપને જણાવીએ કે, રાજ્યમાં જમીન અને જમીન સંલગ્ન મિલકતમાં સરકારી રાહે તળિયાની કિંમત ઠેરવતા જંત્રીના રેટ્સમાં 12 વર્ષથી કોઈ જ વધારો થયો ન હતો. ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી નાણાકીય વર્ષ 2023-24ના અંદાજપત્ર માટે વિધાનસભાનુ સત્ર મળી રહ્યુ છે. ત્યારે નવા નાણાકીય વર્ષ પહેલા જ નવી જંત્રી અમલમાં મુકાઇ ગઇ છે. ગુજરાત સરકારના મહેસુલ વિભાગના તા. 04-02-2023ના ઠરાવ ક્રમાંક એસટીપી-122023-20-હ.1 થી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ) -2011ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મહેસૂલી આવક વધારવા સરકાર જંત્રીના ભાવમાં વધારો કરવાની વિચારણા ચાલી રહી હતી.
First published:

Tags: અમદાવાદ, ગુજરાત