"રાજ્યપાલે પોતે મને ફોન કર્યો અને એકાંતમાં ઇન્ટરવ્યુ લીધો"

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 28, 2017, 11:36 AM IST
યૌન ઉત્પીડનના આરોપ લાગ્યા પછી મેઘાલયના રાજ્યપાલ પદેથી રાજીનામું આપનારા વી.ષણમુગનાથન અંગે પીડિતાએ ઘણા ચોકાવનારા ખુલાસા કર્યા છે. પીડિતાએ જણાવ્યું કે રાજ્યપાલ વી.ષણગુમનાથને તેને પોતે ફોન કરી ઇન્ટરવ્યુ માટે બોલાવી અને નજીકના સહાયકના રૂપમાં નોકરી આપી હતી. પછી તેને રાજભવનમાં પીઆરઓ(જનસંપર્ક અધીકારી) નિયુક્ત કરી દેવાઇ હતી.

ઇન્ડિયન એક્સપ્રેક્સ મુજબ ગુપ્ત ઓળખ રાખવાની શરતે પિડિતાએ બતાવ્યું કે વી.ષણગુમનાથને ઇન્ટરવ્યુના બહાને તેની સાથે ઘણીવાર ફોન કર્યો છે. પછી સચિવ સહિત ત્રણ અન્ય અધિકારીઓએ ઇન્ટરવ્યુ લીધો.
સુત્રોનું કહેવું છે કે પિડિતાના નિયુક્તિ પત્ર સાત ડિસેમ્બરે જાહેર થયો છે. 21 ડિસેમ્બરે નોકરી જ્વોઇન કર્યા પછી બે દિવસ પછી તે રજા પર ચાલી ગઇ છે. બતાવાય છે કે માર્ચ 2016માં જે ઉમેદવારને રાજ્યપાલના નીજી સહાયક નિયુક્ત કરાયા તેને પાંચ મહિના પહેલા બીજીવાર રાજભવનમાં જનસંપર્ક અધિકારી તરીકે નિમણુંક કરી દેવાયા છે.
સુત્રોના જણાવ્યા મુજબ પીઆરઓની નોકરી માટે પીડિતાનું ત્રણ વાર ઇન્ટરવ્યુ કરાયું હતું. આઠ ડિસેમ્બર 2016ના રાજ્યપાલે એકાતમાં ઇન્ટરવ્યુ લિધુ. જ્યારે નિમણુંક પત્ર સાત ડિસેમ્બર 2016ના આપી દેવાયો છે.
First published: January 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर