Home /News /ahmedabad /Ahmedabad: શું તમને પણ અવનવા બેગ્સ પસંદ છે? અહી મળે છે જૂટ અને વુડન મિક્સથી બનેલા ડિઝાઈનર બેગ્સ

Ahmedabad: શું તમને પણ અવનવા બેગ્સ પસંદ છે? અહી મળે છે જૂટ અને વુડન મિક્સથી બનેલા ડિઝાઈનર બેગ્સ

બ્લોક

બ્લોક પ્રિન્ટ, અજરખ પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલીયા વગેરે જેવી વસ્તુઓ ઉપલબ્ધ

આ હસ્તકલા મેળામાં હાથશાળના કારીગરોને શહેરી બજાર ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત આર્બનહાટની યોજના હેઠળ આ હાટ તૈયાર કરવામાં આવેલ છે. મેળામાં કચ્છી ભરતકામ, બાંધણી, ચણિયાચોળી, વુલન શાલ, બ્લોક પ્રિન્ટ, અજરખ પ્રિન્ટ, પેચવર્ક,ની વસ્તુઓ ઉપલબ્ધ છે.

વધુ જુઓ ...
    Parth Patel, Ahmedabad: આ હસ્તકલા મેળામાં હાથ શાળના કારીગરોને શહેરી બજાર ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત આર્બનહાટની યોજના હેઠળ આ હાટ તૈયાર કરવામાં આવેલ છે. આ હાટ વર્ષના બારેમાસ ધમધમતું રહે છે.

    1. હર્ષિતા રાઠોડ

    તેઓ ફેબ્રિક જ્વેલરી અને ઓક્સોડાઈઝ જ્વેલરી બનાવે છે. જેમાં ફેબ્રિક જ્વેલરીમાં એરિંગ, નેકલેસ, નેકલેસ એન્ડ એરિંગ તથા કસ્ટમરની જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝ પણ બનાવી આપે છે. ખાસ વાત એ છે કે તેઓ દરેક ડિઝાઈન જાતે જ બનાવે છે.

    2. ભરત આહિર

    તેઓ કચ્છ-ભુજના વતની છે. તેઓ હેન્ડવર્કની વસ્તુઓમાં ચણિયાચોળી, બ્લાઉઝ, કુર્તી વગેરે જાતે બનાવે છે. આ ઉપરાંત બેલ્ટ, ચોકટ, મિરર વર્ક, કચ્છી વર્ક જોવા મળે છે. તેઓ ખાસ ગજી સિલ્ક પર કામ કરે છે. આ સિવાય કોટન પર કચ્છી કામ તથા મિરર કામ કોટન પર જોવા મળે છે.

    3. વિજય મચ્છર

    તેઓ કચ્છ-ભુજના વતની છે. ખાસ કરીને શણ પર અલગ અલગ ડિઝાઈન કરેલી જોવા મળે છે. જેને જૂટ વર્ક પણ કહે છે. તેમાં પણ ખાસ કરીને નેચરલ જૂટ પર વધારે વર્ક જોવા મળે છે. તેમાં મશરૂમના પીસ નાખી પેચ બનાવે છે.જેમાં બાટીકના પેચ, ભરતકામના પેચ, વોટરબેગ, ટિફીનબેગ, ખરીદી કરવા માટેની બેગ, પાઉચ, મોબાઈલ કવર જોવા મળે છે. મોબાઈલ કવરમાં પણ જૂટ સાથે વુડન મિક્સ કરી બનાવવામાં આવ્યા છે.આ એક્ઝિબિશનનો હેતુ કારીગરોને વધુ નફો ઉપલબ્ધ થાય અને દેશના અમૂલ્ય હસ્તકલા વારસાનું જતન કરવાનો છે. જેમાં આ વખતે 125 થી પણ વધારે કચ્છી હસ્તકલા દર્શાવતા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: શું તમે ખિસ્સામાં રાખી શકાય એવો સ્ટવ જોયો છે? વીડિયોમાં જુઓ

    બ્લોક પ્રિન્ટ, અજરખ પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલીયા વગેરે જેવી વસ્તુઓ ઉપલબ્ધ

    આ મેળામાં કચ્છી ભરતકામ, બાંધણી, ચણિયાચોળી, વુલન શાલ, બ્લોક પ્રિન્ટ, અજરખ પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલીયા, રોગાન પેઈન્ટિંગ, કોપરબેલ, મડ-મિરર વર્ક, પટોળા સાડી, લુડીયા કાર્વીગ વગેરે જોવા મળે છે. આ ઉપરાંત હાથશાળ, હસ્તકલા, ભરતકામ, મોતીકામ, ચર્મકામ, માટીકામ, જ્વેલરી, વાંસકામ તથા ગૃહ સુશોભનની અનેક વિવિધ ચીજ વસ્તુઓ પણ જોવા મળે છે.

    સરનામું : અમદાવાદ હાટ, વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ. આ એક્ઝિબિશનનો સમય બપોરે 12.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધીનો હોય છે.
    First published:

    Tags: Ahmedabad news, Fair, Workers

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन