ભગવાન કૃષ્ણના જીવનની જુદી જુદી વાર્તાઓ પિચવાઈ દ્વારા રજૂ કરાય છે
કલાકારો દ્વારા રજૂ કરવામાં આવતા આર્ટવર્ક, કલા, પિચવાઈ, ચિત્રોનું એક્ઝિબિશન યોજવામાં આવે છે. પિચવાઈ ચિત્રોમાં દર્શાવવામાં આવતી મુખ્ય છબી શ્રીનાથજીની છે. આ સાથે પિચવાઈમાં કૃષ્ણના અન્ય સ્વરૂપો (Forms) પણ દર્શાવવામાં આવ્યા છે.
Parth Patel, Ahmedabad: અમદાવાદમાં આવેલી અમદાવાદની ગુફા ખાતે અવાર-નવાર જુદા જુદા એક્ઝિબિશનનું (Exhibition) આયોજન કરવામાં આવે છે. જેમાં કલાકારો દ્વારા રજૂ કરવામાં આવતા આર્ટવર્ક, કલા, પિચવાઈ, ચિત્રોનું એક્ઝિબિશન યોજવામાં આવે છે. આ પખવાડિયામાં ભગવાન કૃષ્ણના (Krishna) ભવ્ય ચિત્રના પિચવાઈ (Pichwai) રજૂ કરવામાં આવ્યા છે. જેમાં આપણે ત્રિલોક સોનીના પિચવાઈ વિશે જાણીએ.
પિચવાઈ એ મંદિરોમાં દેવતાની મૂર્તિ પાછળ લટકાવવામાં આવે છે
પિચવાઈનો શાબ્દિક અર્થ થાય છે પાછળથી લટકાવવું. રાજસ્થાનના શ્રીનાથદ્વારા મંદિરમાં 17મી સદીમાં ઉભરી આવતી પરંપરાગત કળામાં પિચવાઈ એ શ્રીનાથજીને (Srinathji) સમર્પિત જટિલ ચિત્રો છે. જે સામાન્ય રીતે સ્થાનિક મંદિરોમાં દેવતાની મૂર્તિ પાછળ લટકાવવામાં આવે છે. પિચવાઈ એ ચિત્રની (Picture) એક શૈલી છે. કપડાં પર બનાવેલા જટિલ અને અદભૂત પિચવાઈ ચિત્રો ભગવાન કૃષ્ણના જીવનની વાર્તાઓ (Story) દર્શાવે છે.
ત્રિલોક સોની સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ શ્રીનાથજીની છબીને ભક્તો અને કલાપ્રેમીઓની નજીક લાવે છે. તેમણે ગુરુ-શિષ્ય પરંપરામાં તાલીમ લીધી હતી. તેમની રુચિ અને કુશળતા કૃષ્ણના ચિત્રોના પિચવાઈ સ્વરૂપમાં રહેલી છે. તેમના પિતા અને પરિવારના અન્ય કલાકારો પણ પરંપરાગત ચિત્રોની અન્ય શૈલીઓ અને સ્વરૂપોની પ્રેક્ટિસ કરે છે.વધુમાં જણાવતા કહ્યું કે તેમણે ક્યારેય પેઇન્ટિંગની કોઈ શૈક્ષણિક તાલીમ લીધી નથી. તેમ છતાં તેમણે કલા પ્રેક્ટિસના વર્તમાન આકારને સફળતાપૂર્વક આકાર આપ્યો છે. તેમને પિચાવલ પેઇન્ટિંગ પરંપરામાં યોગદાન આપવા બદલ વર્ષ 2011 માં રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
ભગવાન કૃષ્ણના જીવનની જુદી જુદી વાર્તાઓ પિચવાઈ દ્વારા રજૂ કરાય છે
આ પ્રકારનું આર્ટ બનાવવા માટે સ્ટાર્ચવાળા કાપડ પર ચિત્રકાર (Painter) પહેલા રફ સ્કેચ બનાવે છે અને પછી રંગો ભરે છે. પહેલા પરંપરાગત રીતે ઘોડા, બકરી અથવા ખિસકોલીના વાળમાંથી (Hair) બનેલા કુદરતી રંગો અને પીંછીઓનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે ઝડપી અને ઓછી ખર્ચાળ સામગ્રીએ તેનું સ્થાન લીધું છે. આ રંગો કોલસા, સોનું, ચાંદી, કેસર, જસત અને અન્ય કુદરતી સ્ત્રોતોમાંથી મેળવવામાં આવે છે. જેમાં પીળા, લીલા, કાળા, લાલ જેવા તેજસ્વી અને તીવ્ર (Bright and Intense) રંગો પિચવાઈ પર પ્રભુત્વ ધરાવે છે.
પિચવાઈ ચિત્રોમાં દર્શાવવામાં આવતી મુખ્ય છબી શ્રીનાથજીની છે. આ સાથે પિચવાઈમાં કૃષ્ણના અન્ય સ્વરૂપો (Forms) પણ દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પિચવાઈને દિવસની ઋતુ, તહેવાર અને ધાર્મિક વિધિઓ અનુસાર ડિઝાઇન (Design) કરવામાં આવે છે. જેમાં શણગાર, લાગણીઓ, મૂડ, સંગીત, ખોરાક, નૃત્યનું પ્રદર્શન તથા તહેવારોમાં ગોવર્ધન પૂજા, શરદ પૂર્ણિમા, રાસલીલા, હોળી જેવા તહેવારો (Festivals) અને ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પર આબેહૂબ વિગત સાથે દર્શાવવામાં આવે છે.
ક્રિષ્ના એઝ એ દ્વારકાધીશનું વર્ક આર્ટ એ ખાસ પેઈન્ટિંગ
આ બધા ચિત્રો શ્રીનાથજીના અલગ અલગ સ્વરૂપના દર્શનને (Darshan) રજૂ કરવામાં આવ્યા છે. આ એક્ઝિબિશનમાં કુલ 28 પિચવાઈ રાખવામાં આવ્યા છે. આ પેઈન્ટિંગને (Painting) કાપડ પર સોનાની (Gold) સાથે પ્રાકૃતિક રંગોથી બનાવવામાં આવ્યા છે. આ એક્ઝિબિશનમાં ક્રિષ્ના એઝ એ દ્વારકાધીશ થીમ પર ખાસ પેઈન્ટિંગ બનાવ્યું છે. જેમાં શ્રીનાથજીમાં શ્રીકૃષ્ણના અલગ અલગ સ્વરૂપો બતાવ્યા છે. આ પેઈન્ટિંગની કિંમત 10,000 રૂપિયાથી શરૂ કરી 4,00,000 રૂપિયા સુધીની છે.
સરનામું : અમદાવાદની ગુફા, કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની સામે, CEPT કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ. આ એક્ઝિબિશન ગેલેરી (Exhibition Gallery) સોમવાર અને જાહેર રજાના દિવસો સિવાય તમામ દિવસોમાં ખુલ્લી રહે છે. જેનો સમય સાંજે 4.00 વાગ્યાથી રાત્રે 8.00 વાગ્યા સુધીનો હોય છે.