18થી વધુ ધારાસભ્યો કોંગ્રેસનો હાથ છોડશે : ધવલસિંહ ઝાલા

News18 Gujarati
Updated: July 18, 2019, 12:20 PM IST
18થી વધુ ધારાસભ્યો કોંગ્રેસનો હાથ છોડશે : ધવલસિંહ ઝાલા
ધવલસિંહે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ઠાકોર સેનાના કાર્યકર્તાઓનું સતત અપમાન થઈ રહ્યું હતું.

બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આજે અલ્પેશ ઠાકોર સાથે ભાજપમાં પ્રવેશ કરશે.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : બાયડના પૂર્વના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. અલ્પેશ ઠાકોર સાથે ઝાલા આજે ભાજપમાં પ્રવેશ કરશે. આ બંને નેતાઓને ભાજપમાં જોડવા માટે મુખ્ય મંત્રી રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘાણી કમલમ ખાતે ઉપસ્થિત રહેશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યે આ પૂર્વ એક વાતચીતમાં દાવો કર્યો હતો કે કોંગ્રેસના 18 ધારાસભ્યો પાર્ટીનો હાથ છોડશે.

ધવલસિંહ ઝાલાએ જણાવ્યું, “ સમાજના વિકાસની ગરીબોના વિકાસની વાત આવે ત્યારે ભાજપમાં રહીને તમામ કામો થઈ શકશે એવો મને વિશ્વાસ છે. કોંગ્રેસમાં ઠાકોર સેનાના તમામ કાર્યકરોનું અપમાન થઈ રહ્યું હતું. અમે અમારા સમાજના આગેવાનો અને કાર્યકર્તાના સહયોગથી આગળ આવ્યા છીએ. અમે તેમની વાતને માન્ય રાખી અમે ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છીએ. મારો અરવલ્લી જિલ્લો ખૂબ જ પછાત છે. અન્ય જિલ્લાની દૃષ્ટીએ મારો જિલ્લો પછાત છે મારે જિલ્લાનો વિકાસ કરવો છે. ”

આ પણ વાંચો : કોંગ્રેસમાં વિશ્વાસઘાત થયો, PMથી પ્રભાવિત થઈને BJPમાં જોડાઉં છું : અલ્પેશ

ધવલસિંહે જણાવ્યું, “કોંગ્રેસમાં હતો ત્યારે પણ હું વારંવાર રજૂઆત કરતો હતો કે પાર્ટીની વિરુદ્ધ જે લોકો કામ કરી રહ્યાં છે, તેની વિરુદ્ધમાં એક્શન લેવામાં આવે. ભાજપમાં વિચારધારા મહત્વની છે, કોંગ્રેસમાં નેતા મહત્વનો છે, મારે મારા પિતાની કામગીરી કરવાની છે. ”

કોંગ્રેના વિખવાદો પ્રજાને અન્યાય
ધવલસિંહે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ છે. આ વિખવાદના કારણે કોંગ્રેસ જીતી નથી શકતી અને તેના કારણે પ્રજાનું કામ નથી થઈ રહ્યું. કોંગ્રેસના વિખવાદથી પ્રજાને અન્યાય થઈ રહ્યો છે. તેથી સત્તાધારી પક્ષને સાથે રાખી અમે પ્રજાનું કામ કરવા માંગીએ છીએ

આ પણ વાંચો : ક્ષત્રિય ઠાકોરની દીકરી સમાજ બહાર લગ્ન કરે તો દૂધપીતી કરો : નવઘણ ઠાકોર

18થી વધુ ધારાસભ્ય ભાજપના સંપર્કમાં
ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મારી માહિતી મુજબ કોંગ્રેસના 18થી વધુ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે અને એ લોકો કોંગ્રેસને સમય આવ્યે અલવિદા કહી દેશે.

આ પણ વાંચો : સરકારી ચોપડે 4 લાખ બેરોજગાર, સૌથી વધુ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં

PUBGના કારણે છોકરાઓના શિક્ષણ પર અસર
ધવલસિંહ ઝાલાએ પત્રકારો સાથેની વાતચીતમાં ઠાકોર ક્ષત્રિય સમાજના બંધારણ અંગે કહ્યું હતું કે એ બંધારણ યોગ્ય છે, બસ તેમાં મોબાઇલના પ્રતિબંધનો મુદ્દો ચિંતાજનક છે, મારા મતે કુંવારી દીકરીઓને જ નહીં પરંતુ દિકરાઓને પણ શિક્ષણ દરમિયાન મોબાઇલ ન આપવો જોઈએ. દિકરાઓ મોબાઇલમાં PUBG રમ્યા કરે છે, તેથી તેના શિક્ષણને માઠી અસર થાય છે.
First published: July 18, 2019
વધુ વાંચો
अगली ख़बर