અમદાવાદઃત્રાસ આપતા પડોશીએ કુતરુ કરડાવ્યું, ડિપ્રેશનમાં યુવકનો આપઘાત

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 17, 2017, 9:10 PM IST
અમદાવાદઃત્રાસ આપતા પડોશીએ કુતરુ કરડાવ્યું, ડિપ્રેશનમાં યુવકનો આપઘાત
અમદાવાદના ઘાટલોડિયામાં પાડોસીના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી છે પોલીસે આત્મહત્યા માટેની દુષપ્રેરણાની ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે સ્યુસાઇટ નોટમાં મૃતકે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને પોલીસ ઈન્પેકટરને સંબોધીને લખી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 17, 2017, 9:10 PM IST
અમદાવાદના ઘાટલોડિયામાં પાડોસીના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી છે પોલીસે આત્મહત્યા માટેની દુષપ્રેરણાની ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે સ્યુસાઇટ નોટમાં મૃતકે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને પોલીસ ઈન્પેકટરને સંબોધીને લખી છે.


શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સર્જન ટાવરમાં રહેતા બે પાડોશીઓ વચ્ચેના ઝઘડાને મોટું સ્વરૂપ ધારણ કરી દીધું છે.સર્જન ટાવરમાં રહેતા ઘવલશાહને તેની જ પાડોશમાં રહેતા ધર્મેન્દ્ર ત્રિદિયા સાથે ઝઘડો થયો હતો.જો  કે આ દરમિયાન બંન્ને પક્ષએ સામસામે ફરિયાદ કરી હતી.ધવલશાહને ધર્મેન્દ્ર ત્રિદિયા સાથે ઝઘડો થતાં ધર્મેન્દ્રએ તેનો જેનિફર ડોગ ધવલને

કરડાવ્યો હતો.એટલું જ નહીં તેની ધવલની પત્નીની પણ છેડતી કરી હોવાનો આરોપ ધર્મેન્દ્ર પર લાગ્યો હતો.


જ્યારે ધર્મેન્દ્રએ ધવલ અને તેના ભાઇ વિરુદ્ધમાં મારમારીની ફરિયાદ દાખલ કરી હતી.જો કે ત્યારબાદ ધર્મેન્દ્ર ત્રિદિયાએ અદાવત રાખીને ધવલ શાહ વિરુધ્ધમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થાય તેમજ તેની સામે થયેલ છેડતીની ફરિયાદ રદ્દ થાય તે માટે કોર્ટમાં અરજી કરી હતી.જેથી ધવલ સતત માનસિક ડિપ્રેશનમાં રહેતો હતો અને તેના કારણે તેણે શનિવારે મોડી સાંજે સ્યુસાઇડ નોટ લખીને ગળેફાંસો ખાઇને આત્મ હત્યા કરી છે.


ત્યારે જ આ સમગ્ર મામલે આરોપી ધર્મેન્દ્ર મૃતક ધવલ ને વારંવાર માનસિક ત્રાસ અને ધમકીઓ આપતો હતો.મૃતક ધવલ શાહે ત્રણ પાનના ની સ્યુસાઇટ નોટ લખી છે જે નોટ માં ધર્મેન્દ્ર વિરુદ્ધ આક્ષેપ કર્યા છે.મૃતક ઘવલએ સમગ્ર મામલે સમાધાન કરવા માટે ધર્મેન્દ્ર સાથે તેમજ સર્જન ટાવરના ચેરમેન સહીતના હોદ્દેદારો સાથે વાતચીત કરી હતી પરંતુ ધર્મેન્દ્ર સમાધાન માટે તૈયાર ન થતો હોવાનું ધવલના ભાઇનું કહેવું છે.

હાલમાં પોલીસએ આ સમગ્ર મામલે ધર્મેન્દ્ર ત્રિદીયા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

 
First published: April 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर